XXX વેબ સીરિઝ મામલે FIR બાદ હવે એકતા કપૂરનો અવૉર્ડ વાપસીની માંગ ઉઠી
જાણીતી ફિલ્મ અને ટીવી સીરિયલ પ્રોડ્યુસર એકતા કપૂર મુશ્કેલીઓમાં ઘેરાઈ રહી છે. એકતા કપૂરની વિવાદિત વેબ સીરિઝ XXX: Uncensored 2 વિશે વિવાદ વધી રહ્યો છે.
જાણીતી ફિલ્મ અને ટીવી સીરિયલ પ્રોડ્યુસર એકતા કપૂર મુશ્કેલીઓમાં ઘેરાઈ રહી છે. એકતા કપૂરની વિવાદિત વેબ સીરિઝ XXX: Uncensored 2 વિશે વિવાદ વધી રહ્યો છે. એક વેબ સીરિઝના એક સીન વિશે વિવાદ વધી રહ્યો છે. એકતા કપૂર પર ભારતીય સેનાના અપમાનનો આરોપ લાગ્યો છે. વળી, આ મામલે એકતા કપૂર સામે ઘણી જગ્યાએ FIR નોંધવામાં આવી છે. એફઆઈઆર નોંધ્યા બાદ હવે એકતા કપૂરનો પદ્મશ્રી પાછો લેવાની માંગ ઉઠી છે.

XXX મામલે વધી એકતાની મુશ્કેલીઓ
એકતા કપૂર અને બાલાજી ટેલીફિલ્મની ટ્રિપલ એક્સ વેબ સીરિઝ વિશે વિવાદ વધી રહ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ ઑલ્ટ બાલાજી પર બતાવવામાં આવતી આ વેબ સીરિઝના એક સીન વિશે વિવાદ શરૂ થયો, જે હવે વધી રહ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ વેબ સીરિઝના એક સીનમાં ભારતીય સૈનિકની પત્નીને તેની ગેરહાજરીમાં બીજા પુરુષ સાથે સંબંધ બનાવતા દર્શાવવામાં આવી છે. જેના વિશે વિવાદ વધતો ગયો. આ સીન પર વાંધો દર્શાવીને અભિનેતા વિકાસ પાઠક ઉર્ફે હિંદુસ્તાની ભાઈએ એકતા સામે એફઆઈઆર નોંધાવી છે.

'પદ્મશ્રી પાછો આપે એકતા કપૂર'
કલર્સના રિયાલિટી શો બિગ બૉસમાં જોવા મળી ચૂકેલ હિંદુસ્તાની ભાઉએ એકતા કપૂરને પદ્મશ્રી પાછો આપવાની માંગ કરી છે. ભાઉએ ટ્વિટ કરીને એકતાના પદ્મશ્રી સમ્માન પાછો આપવાની માંગ કરી છે. ભાઉએ ટ્વિટ કરીને લખ્યુ કે એકતા કપૂરને પદ્મશ્રી સમ્માન કેમ આપવામાં આવ્યુ. તેણે દેશ માટે એવુ શું કર્યુ છે. ભાઉએ રાષ્ટ્રપતિને નિવેદન કરીને લખ્યુ કે એકતા કપૂર પાસેથી વહેલી તકે પદ્મશ્રી સમ્માન પાછુ લેવામાં આવે. તમને જણાવી દઈએ કે આ વેબ સીરિઝના કારણે એકતા કપૂર પર અશ્લીલતા ફેલાવવા, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને રાષ્ટ્રીય પ્રતીક ચિહ્નોના અપમાનનો આરોપ લાગ્યો છે.

મળી રેપની ધમકી
તમને જણાવી દઈએ કે આ મામલે વિવાદ વધ્યા બાદ એકતા કપૂરે કહ્યુ કે તેણે અને તેની માને રેપની ધમકી અને જાનથી મારવાની ધમકી મળી રહી છે. એકતા કપૂરનુ કહેવુ છે કે આ ફરિયાદ બાદથી તેને અને તેની માને રેપની ધમકી મળી રહી છે. તેને સોશિયલ મીડિયા પર જાનથી મારવા સુધીની ધમકી મળી છે. એકતા કપૂરે કહ્યુ, આ વ્યક્તિ ખુદને બહુ મોટો દેશભક્ત સમજે છે, તે બહાર આવીને મને અને મારી માને ગાળો દીધી. અનેહવે તેણે સોશિયલ મીડિયા પર મને રેપની ધમકી સુદ્ધા આપી દીધી છે. વળી, એકતા કપૂરે કહ્યુ કે એક નાગરિક અને એક સંગઠન તરીકે અમે ભારતીય સેનાનુ ખૂબ સમ્માન કરીએ છીએ અને એમાં કોઈ શંકા નથી. તેણે કહ્યુ કે જો અમને કોઈ સૈન્ય સંગઠન તરફથી માફી માંગવા માટે કહેવામાં આવશે તો અમે વિના શરત માફી માંગીશુ.












Click it and Unblock the Notifications
