For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : બૉલીવુડ ગીત ગુલાલ વગર ફીકો છે હોળીનો રંગ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 15 માર્ચ : રંગ અને ભંગ (ભાંગ) વગર તો હોળી થતી જ નથી અને જ્યારે અબીર-ગુલાલમાં ફિલ્મી ગીતોનો રસ ભળી જાય, તો શું કહીએ? પછી તો જામે છે હોળીની મહેફિલ. લાલ, પીળા, લીલા, ગુલાબી ચેહરાઓ જ્યારે સમ્પૂર્ણપણે રંગોમાં રંગાઈ ફિલ્મી થાપ ઉપર નાચે છે, ત્યારે મજા બમણી થઈ જાય છે, પણ શું આપે નોંધ્યું છે કે આજે પણ હોળી પર કેટલાંક જૂના અને સચોટ ગીતો જ વાગે છે. ભલે વૃદ્ધ હોય કે યુવાન સૌ તે ધુનો પર નાચે છે. ચાલો હોળી પ્રસંગે યાદ કરીએ તે ગીતોને.

હોળીના ગીતોમાં પહેલુ ગીત નવરંગ ફિલ્મનું ‘જા રે હટ નટખટ...' યાદ આવે છે કે જેમાં અભિનેત્રી સંધ્યા રૂપેરી પડદે નાયક અને નાયિકા બંનેનું પાત્ર ભજવે છે. હોળીના ગીતોમાં લીજેન્ડ ઑફ હિન્દી સિનેમા મધર ઇન્ડિયાનું ગીત ‘હોલી આઈ રે કન્હાઈ રંગ...' પણ સર્વોપરિ અંક ધરાવતું ગીત છે, કારણ કે આ ગીતનુ ધુન અને બોલ આજે પણ લોકોને બહુ ગમે છે. તે પછી નંબર આવે છે બૉલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારના ગીતનો કે જે કોહિનૂર ફિલ્મનું છે. તેમાં એક પ્રેમી પોતાની પ્રેમિકા મીના કુમારીને કહે છે ‘તન રંગ લો જી, આજ મન રંગ લો...'

ચાલો વાતનું વતેસર તસવીરો સાથે કરીએ :

હોલી કે દિન દિલ...

હોલી કે દિન દિલ...

સમય બદલાયો, ફિલ્મી કૈનવાસ બ્લૅક એન્ડ વ્હાઇટમાંથી રંગીન થયું, પણ હોળીની મસ્તી ઓછી ન થઈ. કોઈ હોળી શોલેના ગીત વગર પૂર્ણ ન થઈ શકે કે જેમાં ધર્મેન્દ્ર અને હેમા માલિની સહિત આખું ગામ ગાય છે ‘હોલી કે દિન દિલ ખિલ જાતે હૈં...'

જોગી જી ધીરે ધીરે...

જોગી જી ધીરે ધીરે...

ફિલ્મી પડદે છેડછાડયુક્ત હોળીને લોકોએ બહુ પસંદ કરી છે કે જેમાં નદિયાઁ કે પાર ફિલ્મનું ગીત ‘જોગી જી ધીરે ધીરે...' અગ્રતા ક્રમે રહ્યું છે. આજે પણ આ પ્રેમ ગીતનો કોઈ તોડ નથી.

આજ ના છોડેંગે...

આજ ના છોડેંગે...

કટી પતંગ ફિલ્મનું ગીત ‘આજ ના છોડેંગે બસ હમ ચોલી...' પણ લોકોને પ્રેમરસમાં ડુબવા મજબૂર કરી દે છે.

રંગ બરસે...

રંગ બરસે...

સિનેમાએ કૅનવાસ બદલ્યું અને લોકોએ જ્યારે મૉડર્ન સિનેમા પસંદ કર્યું કે જેમાં અગ્રણી રહ્યું યશરાજ બૅનર. યશરાજ બૅનરે હોળીના રંગે એવા રંગ્યાં કે જેમાં લોકો આજે પણ રંગાવા માંગે છે. સિલસિલા ફિલ્મનું ‘રંગ બરસે ભીગે ચુનર વાલી...' ગીતમાં અમિતાભે એટલો નશો ઉમેર્યો કે લોકો આજે પણ તેને રસપૂર્વક સાંભળે છે.

જબ હમને ખેલી થી હોલી...

જબ હમને ખેલી થી હોલી...

મશાલ ફિલ્મનું ગીત ‘યહી દિન થા યહી મૌસમ જવાઁ, જબ હમને ખેલી થી હોલી...' આજે પણ લોકોના દિલોમાં જીવંત છે.

અંગ સે અંગ લગાના...

અંગ સે અંગ લગાના...

ડર ફિલ્મના ગીત ‘અંગ સે અંગ લગાના...'એ પણ અનેક રેકૉર્ડ તોડ્યા છે.

 હોરી ખેલે રઘુવીરા...

હોરી ખેલે રઘુવીરા...

બાગબાન ફિલ્મમાં ‘હોરી ખેલે રઘુવીરા અવધ મેં...' ગીતે પણ બહુ ધૂમ મચાવી.

લેટ્સ પ્લે હોલી

લેટ્સ પ્લે હોલી

વક્ત રેસ અગેંસ્ટ ટાઇમનું ગીત ‘ડૂ મી ઍ ફેવર લેટ્સ પ્લે હોલી...' આજના યુવાનોમાં લોકપ્રિય છે.

English summary
The Colorful Festival Holi is incomplete without Bollywood Holi Songs. This Article is based On Colorful Hindi Songs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X