Pics : શાહરુખ બાદ હવે બિગ બીને નચાવશે હની સિંહ!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 10 ફેબ્રુઆરી : આજકાલ દરેક જગ્યાએ હની સિંહના ગીતો જ સાંભળવા મળે છે. ચારે બાજુ તેમની જ ડિમાંડ છે, પણ હવે હની સિંહ માટે એક મોટા સમાચાર છે. તેમને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન માટે ગીત ગાવાની તક મળી છે. આ માહિતી અમિતાભ બચ્ચને જ ટ્વિટર પર આપી છે. અમિતાભે ટ્વીટ કર્યું - ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મના ગીત માટે યો યો હની સિંહ ઘરમાં છે. શાંત અને શહેરી. તેમની શબ્દાવલીનો ભલે જે મતલબ હોય.

નોંધનીય છે કે ટી સિરીઝના બૅનર હેઠળ બનતી ભૂતનાથ રિટર્ન્સનું દિગ્દર્શન નીતેશ તિવારી કરી રહ્યાં છે. ફિલ્મ 2014ના ઉનાળામાં રિલીઝ થવાની શક્યતા છે. ભૂતનાથ રિટર્ન્સ 2008માં આવેલી ભૂતનાથની સિક્વલ છે કે જે એક સફળ ફિલ્મ હતી અને તેમાં અમિતાભ બચ્ચન, યશ પાઠક તથા જુહી ચાવલા હતાં. ભૂતનાથમાં શાહરુખ ખાન પણ ગેસ્ટ રોલમાં હતાં. ફિલ્મના ગીતો લોકોને બહુ ગમ્યા હતાં. ભૂતનાથ રિટર્ન્સ પણ બાળકોને સમર્પિત રહેશે, પરંતુ આ વખતે ભૂત મનમૂકીને ઠુમકાં પણ લગાવશે.

ભૂતનાથ રિટર્ન્સ માટે હની સિંહના અવાજે નાચવા માટે અમિતાભ બચ્ચન તૈયાર છે. અમિતાભે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. અમિતાભે પોતાના બ્લૉગ પર રવિવારે લખ્યું - ભૂતનાથ રિટર્ન્સ માટે બાળકો સાથે ડાન્સ કર્યો, અનેક વખત ડાન્સ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ભૂલી જાય છે કે હજી પણ આ કરવા માટે હું કેટલો વયસ્ક છું, પણ સાચુ કહું તો મેં આનંદ માણ્યો. 71 વર્ષીય બિગ બીએ જણાવ્યું કે આટલા ડાન્સ કર્યા બાદ તેમને જિમ ન જવાનો પસ્તાવો નથી. તેમણે જણાવ્યું - અને તે પછી સ્વાભાવિક છે કે જિમ ન જવાનો પસ્તાવો ન થયો, ગીત દરમિયાન કરાયેલ મહેનત મને એક દાયકા સુધી સક્રિય રાખશે.

બિગ બીને ડોલાવશે હની સિંહ

બિગ બીને ડોલાવશે હની સિંહ

આજકાલ દરેક જગ્યાએ હની સિંહના ગીતો જ સાંભળવા મળે છે. ચારે બાજુ તેમની જ ડિમાંડ છે, પણ હવે હની સિંહ માટે એક મોટા સમાચાર છે. તેમને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન માટે ગીત ગાવાની તક મળી છે. આ માહિતી અમિતાભ બચ્ચને જ ટ્વિટર પર આપી છે. અમિતાભે ટ્વીટ કર્યું - ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મના ગીત માટે યો યો હની સિંહ ઘરમાં છે. શાંત અને શહેરી. તેમની શબ્દાવલીનો ભલે જે મતલબ હોય.

બાળકો સાથે ડાન્સ કર્યો

બાળકો સાથે ડાન્સ કર્યો

ભૂતનાથ રિટર્ન્સ માટે હની સિંહના અવાજે નાચવા માટે અમિતાભ બચ્ચન તૈયાર છે. અમિતાભે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. અમિતાભે પોતાના બ્લૉગ પર રવિવારે તસવીર પોસ્ટ કરી લખ્યું - ભૂતનાથ રિટર્ન્સ માટે બાળકો સાથે ડાન્સ કર્યો, અનેક વખત ડાન્સ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ભૂલી જાય છે કે હજી પણ આ કરવા માટે હું કેટલો વયસ્ક છું, પણ સાચુ કહું તો મેં આનંદ માણ્યો.

જિમ નહીં જવાનો પસ્તાવો નથી

જિમ નહીં જવાનો પસ્તાવો નથી

71 વર્ષીય બિગ બીએ જણાવ્યું કે આટલા ડાન્સ કર્યા બાદ તેમને જિમ ન જવાનો પસ્તાવો નથી. તેમણે જણાવ્યું - અને તે પછી સ્વાભાવિક છે કે જિમ ન જવાનો પસ્તાવો ન થયો, ગીત દરમિયાન કરાયેલ મહેનત મને એક દાયકા સુધી સક્રિય રાખશે.

હની સિંહ માટે ઉત્તમ તક

હની સિંહ માટે ઉત્તમ તક

હની સિંહ માટે અમિતાભ બચ્ચન સાથે ગાવાની તક મળવી એટલે ઉત્તમ તક ગણાય. તેઓ પોતે પણ આ તકને સૌભાગ્ય સમજશે જ. અગાઉ હની સિંહ પોતાના તાલે કોને-કોને નચાવી ચુક્યાં છે. જાણવા માટે સ્લાઇડર આગળ ફેરવો.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

હની સિંહ એમ તો જાણીતા ગાયક હતાં જ, પરંતુ ગત વર્ષે ચેન્નઈ એક્સપ્રેસ માટે ગાયેલું લુંગી ડાન્સ ગીત ઝડપથી લોકપ્રિય બન્યું અને હની લાઇમલાઇટમાં આવી ગયાં. આ ગીત જોઈને કહી શકાય કે હનીની મર્યાદિતોની યાદીમાં રોહિત શેટ્ટી અને શાહરુખ ખાનનો સમાવેશ થાય છે.

અક્ષય કુમાર-સોનાક્ષી સિન્હા

અક્ષય કુમાર-સોનાક્ષી સિન્હા

હની સિંહે ગત વર્ષે બૉસ ફિલ્મમાં પાર્ટી ઑલ નાઇટ ગીત ગાયું અને આ સાથે જ અક્ષય કુમારને પણ હનીની મર્યાદિત લોકોની યાદીમાં જોડી શકાય છે.

ડેઢ ઇશ્કિયા

ડેઢ ઇશ્કિયા

હની સિંહે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ડેઢ ઇશ્કિયામાં હોર્ન ઓકે પ્લીઝ... ગીત ગાયું. હવે આ ફિલ્મના નિર્માતા વિશાલ ભારદ્વાજ અને દિગ્દર્શક અભિષેક ચૌબે હતાં. એટલે હનીની મર્યાદિતોની યાદીમાં આ બંને પણ છે જ.

યારિયાં

યારિયાં

હની સિંહે યારિયાં ફિલ્મમાં ગાયેલું શાની શાની... ગીત પણ ખૂબ જ લોકપ્રિય બન્યું છે. આ ફિલ્મ દિવ્યા કુમાર ખોસલાની હતી. એટલે સ્પષ્ટ છે કે દિવ્યા કુમાર પણ હનીની યાદીમાં સામેલ છે.

સન્ની લિયોનનો વારો

સન્ની લિયોનનો વારો

હની સિંહનું આગામી ગીત ચાર બોતલ વોડકા.. છે કે જે તેમણે એકતા કપૂર નિર્મિત અને સન્ની લિયોન અભિનીત રાગિણી એમએમએસ 2 માટે ગાયું છે. એ કહેવાની જરૂર નથી કે હનીની યાદીમાં એકતા-સન્નીનો પણ સમાવેશ થઈ ગયો છે.

English summary
The latest flavor of the music industry, rapper and music composer Honey Singh, is all set to have megastar Amitabh Bachchan jive to his tunes in his upcoming film 'Bhootnath Returns'.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.