જુઓ બૉલીવુડના ટૉપ ટેન Hot બેલી ડાન્સ!
મુંબઈ, 24 જૂન : શકીરા યાદ છે? હૉલીવુડ ગાયિકા શકીરાનું નામ લેતા જ આપણી નજરો સમક્ષ તેમનો બેલી ડાન્સ ઉપસી આવે છે. આજે આપણે વાત શકીરાની નહીં, પણ બૉલીવુડ ફિલ્મોના બેલી ડાન્સરોની કરીશું.
બૉવીડુ ફિલ્મોમાં તાજેતરના બેલી ડાન્સની વાત કરીએ, તો કૅટરીના કૈફ દ્વારા અગ્નિપથમાં કરવામાં આવેલ બેલી ડાન્સને સૌથી હૉટ બેલી ડાન્સ કહી શકાય. કૅટરીના કૈફ દ્વારા શીલા કી જવાની... ગીત દરમિયાન કરવામાં આવેલ બેલી ડાન્સ એટલો હિટ રહ્યો કે કૅટની અંદર આપણને બૉલીવુડની શકીરા અનુભવાઈ જાય. જોકે થોડુક પાછળ જઇએ, તો શોલે ફિલ્મમાં હેલને બેલી ડાન્સ કર્યો હતો, તો ઝીનત અમાન પણ બેલી ડાન્સ કરી ચુક્યાં છે.
ચાલો સ્લાઇડર વડે આપને બતાવીએ બૉલીવુડના ટૉપ ટેન હૉટ બેલી ડાન્સ :

શીલા કી જવાની...
અગ્નિપથ ફિલ્મના ગીત શીલા કી જવાની... માટે કૅટરીનાએ વજન ઓછુ કર્યુહતું. આ ગીત ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યુ હતું.

મરજાણી મરજાણી...
બિલ્લૂ બાર્બર ફિલ્મમાં કરીના કપૂરે મરજાણી મરજાણી... ગીતમાં બેલી ડાન્સ કર્યો હતો.

માશાલ્લાહ...
સલમાન ખાન અભિનીત એક થા ટાઇગરમાં કૅટરીનાએ માશાલ્લાહ... ગીત ઉપર ખૂબ હૉટ બેલી ડાન્સ કર્યો હતો.

માય્યા માય્યા...
ગુરુ ફિલ્મમાં મલ્લિકા શેરાવતે માય્યા માય્યા... ગીતમાં બેલી ડાન્સ કર્યો હતો.

છઇયાં છઇયાં...
દિલ સે ફિલ્મમાં મલાઇકા અરોરા ખાન દ્વારા છઇયાં છઇયાં... ગીત ઉપર આ બેલી ડાન્સ કરી આ ગીતને અમર બનાવી દીધુ હતું.

ઐય્યા
રાણી મુખર્જી ઐય્યા ફિલ્મના ટાઇટલ ગીત ઉપર હૉટ બેલી ડાન્સ કર્યો હતો.

મુંબઈ સે આયા મેરા દોસ્ત
લારા દત્તા બહુ સારૂ બૉલીવુડ કૅરિયર નથી ધરાવતાં, પણ મુંબઈ સે આયા મેરા દોસ્ત ફિલ્મમાં તેમનો આ બેલી ડાન્સ સાચે જ મોહી જાય તેવો હતો.

મેહબૂબા ઓ મેહબૂબા...
રામ ગોપાલ વર્મા કી આગ ફિલ્મમાં ઉર્મિલા માતોંડકરે હેલન જેવો રોલ કરી તેમના જેવો જ બેલી ડાન્સ કર્યો હતો.

ધ ગ્રેટ ગૅમ્બ્લર
ઝીનત અમાને ધ ગ્રેટ ગૅમ્બ્લર ફિલ્મમાં આ બેલી ડાન્સ કરી ખૂબ વખાણ મેળવ્યા હતાં.

મેહબૂબા ઓ મેહબૂબા
મૂળ શોલે ફિલ્મમાં હેલને મેહબૂબા ઓ મેહબૂબા... ગીત ઉપર શાનદાર બેલી ડાન્સ કર્યો હતો.












Click it and Unblock the Notifications
