Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Happy Birthday : સાડત્રીસે સિડક્ટિવ મલ્લિકા શેરાવત

મુંબઈ, 24 ઑક્ટોબર : બૉલીવુડમાં સેક્સ બૉમ્બ નામે ચર્ચિત હસીન બાળા મલ્લિકા શેરાવત આજે 37 વર્ષના થઈ ગયાં. રીયલ લાઇફમાં રીમા લાંબા નામ ધરાવતાં મલ્લિકા શેરાવતે ખ્વાહિશ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. પ્રથમ જ ફિલ્મમાં તેમણે 17 ચુંબન તથા કંડોમની બિંદાસ્ત વાતો કરી સૌના દિલમાં હચલચલ પેદા કરી નાંખી હતી. ખ્વાહિશ પછી આવી મર્ડર કે જેમાં મલ્લિકાના હુશ્નને જોઈ સૌના પરસેવા છુટી ગયા. ફિલ્મ હિટ રહી અને સૌના મોઢેથી તેમના વિશે એક જ વાત નિકળી બિંદાસ્ત સેક્સ બૉમ્બ.

ક્યારેક જલેબી બાઈ, તો ક્યારેક હિસ્સ બની લોકોના દિલોને ગળગળિયા કરનાર મલ્લિકા શેરાવતને આજકાલ એક હિટ ફિલ્મની દરકાર છે. એમ તો બૉલીવુડના એક સેક્સી હસીના આજકાલ લાઇફ ઓકે પર પ્રસારિત થતા ધ બૅચલરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકા શો દ્વારા પોતાના માટે જીવનસાથીની શોધમાં વ્યસ્ત છે. ટેલીવિઝન પર પ્રાપ્ત હકારાત્મક પ્રતિસાદથી ઉત્સાહિત મલ્લિકા શેરાવત રીયલ લાઇફમાં એક વાર લગ્નનો આનંદ માણી ચુક્યાં છે અને એક બાળકના માતા પણ બની ચુક્યાં છે, પરંતુ આ આનંદ તેમના માટે લાંબો ન ટકી શક્યો અને છુટાછેડા થઈ ગયાં.

મલ્લિકા શેરાવતે પ્રથમ લગ્નમાં ભંગાણ થયા બાદ પણ હાર માની નથી અને બિંદાસ્ત બાળા તરીકે લોકોના હૃદયમાં રાજ કરતા રહ્યાં. તેઓ આજકાલ કે સી બોકાડિયાની ડર્ટી પૉલિટિક્સ ફિલ્મમાં પણ કામ કરી રહ્યાં છે કે જે ભંવરી દેવી મર્ડર કેસ પર આધારિત છે.

જુઓ મલ્લિકા શેરાવત વિશે વધુ વિગતો તસવીરો સાથે :

હૉટ છે મલ્લિકા

હૉટ છે મલ્લિકા

મલ્લિકાનો હૉટ અંદાજ જોઈ સૌ ઘેલા થઈ જાય. તેનો દૃષ્ટાંત છે મલ્લિકાનો ટીવી રિયલિટી શો કે જે લાઇફ ઓકે પર પ્રસારિત થઈ રહ્યો છે.

ધ બૅચલરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકા

ધ બૅચલરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકા

મલ્લિકા શેરાવત ધ બૅચલરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકા વડે પોતાના માટે જીવનસાથીની શોધ કરી રહ્યાં છે. શોના હોસ્ટ રોહિત રૉય છે.

મોદીને લાઇન મારતાં મલ્લિકા

મોદીને લાઇન મારતાં મલ્લિકા

શોના પ્રમોશન દરમિયાન મલ્લિકાએ પોતાના માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મોસ્ટ એલિજિબલ બૅચલર ગણાવ્યા હતાં.

કરણ ઘેલા મલ્લિકા

કરણ ઘેલા મલ્લિકા

જોકે શોના લૉન્ચિંગ પ્રસંગે મલ્લિકાએ પોતાના માટે કરણ જૌહરને પરફેક્ટ ગણાવ્યા હતાં.

જન્મ દિવસ મુબારક

જન્મ દિવસ મુબારક

મલ્લિકાના જન્મ દિવસે વનઇન્ડિયા પરિવાર પણ તેમને શુભેચ્છાઓ પાઠવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X