ઇશકઝાદી પરિણીતી ચોપરા હવે કરશે દિલનો શિકાર
મુંબઈ, 10 જાન્યુઆરી : સમજી તો ગયાં જ હશો આપ કે અમે કોની વાત કરી રહ્યાં છીએ. અમે વાત કરીએ છીએ અભિનેત્રી પરિણીતી ચોપરાની કે જેમણે તાજેતરમાં જ કિલ દિલ નામની ફિલ્મન સાઇન કરી છે. ફિલ્મમાં તેમના હીરો તેમની પ્રથમ ફિલ્મના કો-સ્ટાર રણવીર સિંહ છે. ફિલ્મમાં પરિણીતી ચોપરાનું પાત્ર ખૂબ ગ્લૅમરસ છે.

અત્યાર સુધીની ફિલ્મોમાં સલવાર-કુર્તા પહેરી નજરે પડનાર પરિણીતી ચોપરા આ ફિલ્મમાં ગોઠણથી ઉપરના જ કપડાંમાં નજરે પડનાર છે. ફિલ્મ શાદ અલીની છે. ફિલ્મ અંગે પરિણીતી ચોપરાએ જણાવ્યું કે તેમને લાગે છે કે આ ફિલ્મ બાદ લોકો તેમને હૉટ કહેવા લાગશે. તેઓ પોતાની ઈમેજ બદલવા માંગતા હતાં. તેથી તેમણે આ ફિલ્મ સાઇન કરી. તેમને લાગે છે કે ફિલ્મ તેમની સકેસ્સની સીડી બનશે. જોકે પરિણીતી ચોપરાએ ફિલ્મની વાર્તા અંગે કોઈ ખુલાસો ન કર્યો. તેમનું કહેવું છે કે હમણા તેઓ આ અંગે વધુ ખુલાસો નહીં કરી શકે.
લૅડીઝ વર્સિસ રિકી બહેલ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પોતાનું કૅરિયર શરૂ કરનાર પરિણીતી ચોપરાએ ઇશકઝાદે ફિલ્મમાં બહેતરીન કામ કર્યુ હતું. લોકોએ તેમને ખૂબ પસંદ કર્યા છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પિતરાઈ બહેન પરિણીતીને લોકો પ્રિયંકાના જ ઉત્તરાધિકારી કહે છે. જોઇએ કે લોકોની ભવિષ્યવાણીઓ કેટલી સાચી પડે છે. હાલ તો લોકો પરિણીતીના ગ્લૅમરસ રોલનો ઇંતેજાર કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
