• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hot Pics: ઉર્વશી રૌતેલાની લેટેસ્ટ હોટ તસવીરો

By Shachi
|

બોલિવૂડમાં માત્ર ત્રણ ફિલ્મ જૂની ઉર્વશી રૌતેલાને ચર્ચામાં રહેતાં પરફેક્ટલી આવડે છે. મિસ દિવા-2015 બનેલી ઉત્તરાખંડની આ બ્યૂટીના ખાતામાં હજુ એક પણ હિટ ફિલ્મ જમા થઇ નથી. આમ છતાં આ અભિનેત્રી કોઇ ને કોઇ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે.

સલમાન ખાન, કરણ જોહરથી માંડીને રણબીર કપૂર, હૃતિક રોશન જેવા એક્ટર્સ સાથે અવારનવાર તેનું નામ સમાચારમાં જોવા મળે છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને તે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર એકાન્ટ પર અવનવા ફોટો અને વિડીયો શેર કરતી રહે છે. છેલ્લા થોડા દિવસોમાં પોતાની ફિલ્મ સિવાય કયા-કયા કારણોસર આ હોટ એક્ટ્રેસ ચર્ચાનું કેન્દ્ર બની એ અમે તમને જણાવીશું અહીં..

અદાનો તડકો

અદાનો તડકો

કામણગારી અદાના તડકા સાથે સ્ટાઇલીશ લૂક આપતી ઉર્વશીએ ભલે કોઇ પણ હિટ ફિલ્મ ના આપી હોય પણ તેના દિવાનાઓનું લિસ્ટ તેની ફિલ્મોના લિસ્ટ કરતા ઘણું લાંબુ છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની પણ ટંકશાળ લાગી છે.

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

કાતિલ અદાઓની વાત હોય કે બ્યૂટીફૂલ દેખાવાની, બોલિવૂડમાં કેવી રીતે પોતાની એક અલગ ઇમેજ ઊભી કરવી તે આ નવી ઉભરતી અભિનેત્રીએ શીખી લીધું છે. ના માનવામાં આવતું હોય તો આ ફોટો જ જોઇ લો....

નવી બોલ્ડ સ્ટાર

નવી બોલ્ડ સ્ટાર

લાંબા સમયથી બોલીવૂડમાં કોઇ બોલ્ડ અને બ્યૂટીફૂલ અભિનેત્રીની જગ્યા ખાલી છે. લાગે છે કે ઉર્વશી આ જ જગ્યાને ભરવાની કોશિષ કરી રહી છે. અને તેથી પણ વિશેષ તેને કેમેરા સામે હોટ કેમ દેખાવવું તે સારી રીતે આવડે છે. અને કદાચ આ જ કારણ છે કે જ્યાં જુઓ ત્યાં તેની જ ચર્ચા થાય છે.

સલમાન ખાન

સલમાન ખાન

ઉર્વશીના કોન્ટ્રોવર્સિના ખાતામાં સૌથી પહેલું નામ છે બોલિવૂડના સુલતાન સલમાન ખાનનું. ગ્રેટ ગ્રાન્ડ મસ્તીનો સેટ હોય, સલમાનની બર્થ ડે પાર્ટી હોય કે સલમાન-લૂલિયાનું બ્રેકઅપ; દરેક જગ્યાએ એક નામ કોમન છે, ઉર્વશી રૌતેલા! ઘણા તો એમ પણ કહે છે કે ઉર્વશી સલમાનની નવી ગર્લફ્રેન્ડ છે. ગ્રેટ ગ્રાન્ડ મસ્તીના સેટ પરના ઉર્વશી અને સલમાનના અનેક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી ઉર્વશી અવારનવાર ગેલેક્સી એપાર્ટમેન્ટની મુલાકાતો પણ લેતી રહે છે.

ઇશ્કિયા

ઇશ્કિયા

વળી સલમાન-લૂલિયાના બ્રેકઅપની ખબરોને કારણે પણ સલમાન-ઉર્વશી અંગેની અફવાઓએ જોર પકડ્યું હતું. આ ઉપરાંત સલમાન ખાનની 50મી બર્થ ડેના સેલિબ્રેશનમાં પણ ઉર્વશીને આમંત્રણ મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઉર્વશી પોતાને સલમાનની ડાઇ-હાર્ડ ફેન ગણાવે છે. જો કે બની શકે કે સલમાન ખાન માત્ર ઉર્વશીને બોલિવૂડમાં તેનો પગ જમાવવા માટે મદદ કરતો હોય. કારણ ગમે તે હોય, પરંતુ સલમાન સાથેની આ અવારનવારની મુલાકાતોથી ઉર્વશીને તો ફાયદો જ થયો છે.

કરણ જોહર અને રણબીર કપૂર

કરણ જોહર અને રણબીર કપૂર

કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' મુશ્કિલમાં હતી, એ દરમિયાન પોતાના એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, 'કરણ જોહર અમેઝિંગ ડિરેક્ટર છે અને તેમની સાથે કામ કરવું એ મારું સપનું છે.' આ સાથે જ તેણે આ ફિલ્મ અને રણબીર કપૂરની એક્ટિંગના પણ ખૂબ વખાણ કર્યા હતા. ત્યાર બાદ કરણ જોહરની એક પાર્ટીમાં ઉર્વશી રૌતેલા રણબીર કપૂર સાથે ક્વોલિટિ ટાઇમ ટાઇમ સ્પેન્ડ કરતી પણ જોવા મળી હતી.

હૃતિક રોશન

હૃતિક રોશન

હૃતિક રોશનની આવનાર ફિલ્મ કાબિલમાં ઉર્વશી 'સારા ઝમાના' ગીત ઉપર ઠુમકા લગાવતી નજરે પડશે. આ આઇટમ સોન્ગમાં તેની સાથે રોહિત રોય પણ જોવા મળશે, આ સોન્ગના શૂટિંગનો હોટ ફોટો ઉર્વશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે જ તેણે હૃતિક રોશન સાથેનો એક સેલ્ફી પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેના કેપ્શનમાં તેણે હૃતિક રોશનનો આભાર માન્યો હતો.

ઉર્વશી લોકોની ફેન છે કે લોકો ઉર્વશીના ફેન છે?

ઉર્વશી લોકોની ફેન છે કે લોકો ઉર્વશીના ફેન છે?

બોલિવૂડમાં અનેક હોટ અને ગ્લેમરસ અભિનેત્રીઓ આવી અને ગઇ, પણ બોલિવૂડમાં માત્ર ગ્લેમરના જોરે લાંબા ટાઇમ સુધી ટકી રહેવું એટલું સરળ નથી. ત્યારે કોઇ પણ હિટ ફિલ્મો વગર ઉર્વશીએ જે બોલબાલા મેળવી છે તે જોઇને લાગે છે કે આ છોકરી, બોલિવૂડમાં લાંબી મંજિલ કાપશે.

English summary
See hot photos of Urvashi Rautela. Urvashi Rautela with Salman Khan and Hritik Roshan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X