ફ્લૉપ પૂનમે આયટમ સૉંગ માટે 5 કરોડ રુપિયા લીધા
મુંબઈ, 27 નવેમ્બર : સાંભળતા આંચકો લાગ્યો ને? અમને પણ લાગ્યો હતો, પરંતુ જે માહિતી મળે છે, તે એ જ છે કે નશાની ફ્લૉપ હીરોઇન પૂનમ પાન્ડેએ ફિલ્મોમાં આયટમ સૉંગ કરવા માટે પૂરા પાંચ કરોડ રુપિયાની માંગ કરી હતી કે જેનો નિર્માતા-દિગ્દર્શકોએ સ્વીકાર કર્યો અને પૂનમ પાસે પાંચ કરોડમાં પોતાની ફિલ્મમાં એક હૉટ આયટમ સૉંગ કરાવી પણ લીધુ છે.

પૂનમે પોતાના વખાણ કરતા એમ પણ લખ્યું છે કે તેમને ફિલ્મના આયટમ સૉંગ માટે ફિલ્મની હીરોઇન કરતા વધુ પૈસા અપાયા છે કે જે દર્શાવે છે કે લોકો વચ્ચે તેમની કેટલી ડિમાંડ છે. હાલ તો પૂનમની વાતોમાં કેટલી સચ્ચાઈ છે, તે તો તેઓ જ જાણે, પણ પૂનમે નથી કન્નડ ફિલ્મનું નામ ટ્વીટ કર્યું કે નથી જણાવ્યું પાંચ કરોડ આપનાર નિર્માતા-દિગ્દર્શકો અંગે. પૂનમ પાન્ડે તાજેતરમાં જ નશા ફિલ્મમાં આવ્યા હતાં. આ તેમની પહેલી બૉલીવુડ ફિલ્મ હતી કે જે ફ્લૉપ રહી હતી.












Click it and Unblock the Notifications
