આ છે બૉલીવુડના કિલર લુક ધરાવતાં Top 10 હૉટેસ્ટ બૅચલર્સ...

મુંબઈ, 9 ઑક્ટોબર : બૉલીવુડ અભિેતાઓ સુપર હૉટ છે, પરંતુ હૃતિક રોશન, અક્ષય કુમાર, જ્હૉન અબ્રાહમ અને શાહરુખ ખાન જેવા મોટાભાગના એક્ટર્સ પરણી ચુક્યા છે. જોકે થોડાક સુપર હૉટ એક્ટર્સ હજીય એવા છે કે જેઓ એવરગ્રીન બૅચલર ઑફ બૉલીવુડ છે. તેમાં સૌથી ટોચે સલમાન ખાન છે.

તાજેતરના સમયમાં ઘણા બધા હૉટ બૉડી ધરાવતા નવા-નવા અભિનેતાઓએ બૉલીવુડમાં એન્ટ્રી મારી છે. આયુષ્માન ખુરાના, અલી ઝફર તથા ફવાદ ખાન જેવા કેટલાક સ્ટાર્સે લગ્ન પછી બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ છે, તો ઘણા બધા એવા એક્ટર્સ પણ છે કે જેઓ હાલમાં બૉલીવુડના સુપર હૉટ અભિનેતા છે અને કુંવારા પણ છે.

સ્વાભાવિક રીતે જ બૉલીવુડ દબંગ સલમાન ખાન સૌથી જૂના બૅચલર છે. તે સલમાન ખાન જ છે કે જેમણે બૉલીવુડમાં કિલર બૉડી, સિક્સ પૅક ઍબ્સ જેવા ટ્રેંડ શરૂ કર્યા હતાં. પછીના ઘણા અભિનેતાઓ સલમાનના પગલે ચાલ્યા છે.

ચાલો તસવીરો સાથે જોઇએ Top 10 હૉટેસ્ટ બૅચલર્સ ઑફ બૉલીવુડ :

સલમાન ખાન

સલમાન ખાન

બૉલીવુડમાં હાલમાં સૌથી જૂના બૅચલર છે સલમાન ખાન અને તેમના લગ્ન કરવાના હાલ કોઈ અણસાર જણાતા નથી. જોકે તેમના અફૅરની લાંબી યાદી છે કે જેમાં ઐશ્વર્યા રાય, સોમી અલીથી લઈ કૅટરીના કૈફ અને લુલિયા વેંટર સુધીની પ્રેમિકાઓનો સમાવેશ થાય છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂર સલમાનના એક્સ ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફના ચક્કરમાં છે. રણબીર હૉટેસ્ટ બૅચલર્સની યાદીમાં બીજા નંબરે છે. રણબીરના સુપર ક્યૂટ લુક્સ અને એક્ટિંગ સ્કિલ્સ તથા પ્લેબૉય પરસોનાના કારણે કૅટરીનાએ તેમને હુક્ડ, બુક્ડ અને કુક્ડ કર્યા છે. રણબીર હાલમાં રૉય તથા જગ્ગા જાસૂસ જેવી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા

ફિલ્મી પૃષ્ઠભૂમિ ન ધરાવતા હોવા છતાં સિદ્ધાર્થ મલ્હોત્રા બૉલીવુડમાં સારી ઓળખ સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. કિલર બૉડી સાથે કિલર લુક્સ ધરાવતાં સિદ્ધાર્થનું પરફૉર્મન્સ એક વિલનમાં લાજવાબ રહ્યું. ત્રણ ફિલ્મોની સફળતા સાથે સિદ્ધાર્થ હાલમાં અક્ષય કુમાર સાથે એક હૉલીવુડ ફ્લિકની રીમેકમાં કામ કરી રહ્યા છે.

અર્જુન કપૂર

અર્જુન કપૂર

આ વાત નિર્વિવાદ છે કે અર્જુન કપૂર ગુડ લુકિંગ છે, પરંતુ તેમનો રફ લુક તેમને હૉટ બનાવે છે કે જેની પાછળ યુવતીઓ ક્રૅઝી થાય છે. અર્જુને કિલર બૉડી મેળવવા માટે સઘન મહેનત કરી છે અને એટલે જ આ યાદીમાં તેમનું ચોથુ સ્થાન રહ્યુ છે.

વરુણ ધવન

વરુણ ધવન

વરુણ ધવનની ઉંચાઈ બહુ વધારે નથી, પણ તેઓ સારો લુક ધરાવે છે અને સાથે એનવિએબલ બૉડી પણ. તેઓ સુપર ક્યૂટ અને ડાન્સિંગ સ્કિલમાં હૅન્ડસમ છે. તેમનું ડાન્સિંગ સ્કિલ આપણને એબીસીડી 2માં જોવા પણ મળશે કે જેમાં પહેલી વખત તેમના હીરોઇન શ્રદ્ધા કપૂર હશે. તેમની પાછળ પણ ઘણી યુવતીઓ દીવાની છે. આમ વરુણ ધવન હૉટેસ્ટ બૅચલર્સ લિસ્ટમાં પાંચમા સ્થાને છે.

રણવીર સિંહ

રણવીર સિંહ

રામલીલામાં લોકો રણવીર સિંહની કિલર બૉડી જોઈ ચુક્યા છે એટલે તેના વિશે કંઈ કહેવાની જરૂર નથી. હાલમાં તેઓ દીપિકા પાદુકોણે સાથે અફૅરના કારણે ખૂબ જ ચર્ચામાં છે.

આદિત્ય રૉય કપૂર

આદિત્ય રૉય કપૂર

આદિત્ય રૉય કપૂર એક સ્ટાર હતા કે જ્યારે તેઓ એક ટેલીવિઝન ચૅનલમાં એક વીડિયો જૉકી તરીકે કામ કરતા હતાં. તેમના કર્લી હૅરની યુવતીઓ દીવાની હતી, પરંતુ આશિકી 2 બાદ આદિત્યે નવો લુક ધર્યો અને યુવતીઓ તેમની ઉપર આફરીન છે. આદિત્ય ટોન્સ સિક્સ પૅક બૉડી નથી ધરાવતાં, પરંતુ તેમની પાસે ટૅલેંટ, હાઇટ, લુક્સ સહિત ઘણી બાબતો છે કે જે તેમને સુપર હૉટ બનાવે છે.

શાહિદ કપૂર

શાહિદ કપૂર

હૈદરે સાબિત કરી આપ્યું કે શાહિદ કપૂર માત્ર ચૉકલેટ બૉડી લુક જ નથી ધરાવતાં, પરંતુ તેમની અંદર એક્ટિંગના ગુણ ભરપૂર છે. તેમનું ડાન્સિંગ સ્કિલ્સ પણ લોકો જોઈ જ ચુક્યા છે. તેઓ એક સમયે કરીના કપૂરના બૉયફ્રેન્ડ હતાં, પરંતુ આજે તેઓ સિંગલ અને સુપર હૉટ એક્ટર છે.

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત

ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથે ટેલીવિઝન ડેબ્યુ કરનાર સુશાંત સિંહ રાજપૂત તે સમયે એક લોકલ હીરો હતાં, પરંતુ કાઇ પો છે દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કર્યા બાદ તેમનું નામ આખા ભારતમાં રોશન થઈ ગયું. સુશાંત આ યાદીમાં નવમા સ્થાને છે, પરંતુ આશા રાખીએ કે તેઓ ટુંકમાં જ ટોચના સ્થાને પહોંચી જશે.

રણદીપ હુડા

રણદીપ હુડા

રણદીપ હુડાએ એક હીરો કરતા એક વિલન તરીકે સારી નામના મેળવી છે, પરંતુ તેઓ ગુડ લુકિંગ અને હૉટ ગૂન છે અને યુવતીઓ તેમની પાછળ ઘેલી છે. તેઓ સુપર ટૅલેંટેડ છે અને તેમનુ બેસ્ટ વૉઇસ યુવતીઓને ક્રૅઝી બનાવે છે. તેઓ 30 વર્ષના થઈ ચુક્યા છે અને હાલ સિંલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X