કૅટ-હૃતિક, દીપિકા-અર્જુન, આલિયા-વરુણ... 2014ના Hottest Liplocks!

લિપલૉક સીન્સ હવે બૉલીવુડ ફિલ્મોમાં એકદમ સામાન્ય બાબત બની ગઈ છે. વેલ-સેટલ્ડ અભિનેત્રીઓ જ નહીં, પણ નવોદિત અભિનેત્રીઓ પણ લિપલૉક સીન્સ કરતા ખચકાતી નથી અને તેમાં સૌથી ઉત્તમ દાખલો મહેશ ભટ્ટની દીકરી આલિયા ભટ્ટ જ હોઈ શકે, તેમાં શંકા નથી.

પોતાની પહેલી જ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરથી લઈ છેલ્લે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા સુધીની ચાર જ ફિલ્મો કરનાર આલિયાએ તમામ ફિલ્મોમાં લિપલૉક સીન્સ આપ્યાં છે.

વર્ષ 2014ની વાત કરીએ, તો આલિયા ભટ્ટ જ નહીં, પણ સુરવીન ચાવલા જેવી નવોદિત અભિનેત્રીએ પણ લિપલૉક સીન્સ આપવામાં કોઈ કચાસ બાકી નથી રાખી, તો વાત જ્યારે સન્ની લિયોન અંગે થાય, તો પૂછવું જ શું રહ્યું. તેમણે પણ રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં મન મૂકીને લિપલૉક સીન્સ આપ્યા છે. તેવી જ રીતે શ્રદ્ધા કપૂર હોય કે પરિણીતી ચોપરા હોય, તમામ અભિનેત્રીઓ પોતાની ફિલ્મોમાં લિપલૉક સીન્સ આપતા ખચકાતી નથી.

ચાલો હાલ તો આપને બતાવીએ 2014ના હૉટેસ્ટ લિપલૉક સીન્સ :

2 સ્ટેટ્સ-આલિયા-અર્જુન

2 સ્ટેટ્સ-આલિયા-અર્જુન

ચેતન ભગતની નવલકથા પર આધારિત ફિલ્મ 2 સ્ટેટ્સમાં આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર વચ્ચે લિપલૉક સીન જ નહીં, પણ અનેક બોલ્ડ દૃશ્યો પણ હતાં.

ફાઇંડિંગ ફૅની-અર્જુન-દીપિકા

ફાઇંડિંગ ફૅની-અર્જુન-દીપિકા

ફાઇંડિંગ ફૅની ફિલ્મમાં દીપિકા પાદુકોણે અને અર્જુન કપૂરનું લિપલૉક સીન.

બૅંગ બૅંગ-હૃતિક-કૅટ

બૅંગ બૅંગ-હૃતિક-કૅટ

ઝિંદગી ના મિલેગી દોબારાનું હૉટ અને હિટ લિપલૉક સીન ફરી એક વાર બૅંગ બૅંગમાં જોવા મળ્યું. હૃતિક રોશન અને કૅટરીના કૈફની કેમેસ્ટ્રી બધાને ગમે જ છે.

હેટ સ્ટોરી 2-જય-સુરવીન

હેટ સ્ટોરી 2-જય-સુરવીન

હેટ સ્ટોરીની સિક્વલ હેટ સ્ટોરી 2 વધુ બોલ્ડ અને હૉટ ફિલ્મ હતી કે જેમાં નવોદિત કલાકારો જય ભાનુશાળી તેમજ સુરવીન ચાવલાએ મન મૂકીને લિપલૉક સીન્સ આપ્યા હતાં.

એક વિલન-સિદ્ધાર્થ-શ્રદ્ધા

એક વિલન-સિદ્ધાર્થ-શ્રદ્ધા

આશિકી 2 ફૅમ શ્રદ્ધા કપૂર પણ હવે લિપલૉકમાં પાવરઘા થતા જાય છે, તો સિદ્ધાર્થ મલ્હોત્રાને પણ અનુભવ થતો જાય છે. એક વિલન ફિલ્મના આ લિપલૉક સીનમાં કંઇક આવું જ લાગે છે.

હસી તો ફસી-પરિણીતી-સિદ્ધાર્થ

હસી તો ફસી-પરિણીતી-સિદ્ધાર્થ

શુદ્ધ દેસી રોમાંસ બાદ પરિણીતી ચોપરાએ હસી તો ફસીમાં પણ લિપલૉક સીન આપવામાં કોઈ ખચકાટ ન અનુભવ્યો. કદાચ સિદ્ધાર્થ મલ્હોત્રાને પરસેવો વળી ગયો હશે.

રાગિણી એમએમએસ 2-સન્ની લિયોન

રાગિણી એમએમએસ 2-સન્ની લિયોન

એકતા કપૂર નિર્મિત ફિલ્મ રાગિણી એમએમએસ 2 પોતાની બોલ્ડનેસ માટે કુખ્યાત રહી. જે ફિલ્મમાં સન્ની લિયોન હોય, ત્યાં અશ્લીલતાની તમામ હદો પાર થઈ જાય. તેમાં લિપલૉક સીન કોઈ મોટી બાબત ન ગણી શકાય.

હેટ સ્ટોરી 2-જય-સુરવીન

હેટ સ્ટોરી 2-જય-સુરવીન

હેટ સ્ટોરી 2માં જય ભાનુશાળી તેમજ સુરવીન ચાવલાનું વધુ એક લિપલૉક સીન્સ.

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા-વરુણ-આલિયા

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા-વરુણ-આલિયા

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર તથા હાઈવે બાદ 2 સ્ટેટ્સ અને તે પછી હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં પણ આલિયા ભટ્ટે વરુણ ધવન સાથે લિપલૉક સીન કરવામાં ખૂબ છૂટછાટ લીધી હતી.

હૈદર-શાહિદ-શ્રદ્ધા

હૈદર-શાહિદ-શ્રદ્ધા

શ્રદ્ધા કપૂરની આ વર્ષની સતત બીજી હિટ ફિલ્મ હૈદરમાં પણ તેમણે શાહિદ કપૂર સાથે આ હૉટ લિપલૉક સીન આપ્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X