For Quick Alerts
For Daily Alerts

કરીના કપૂર પછી આ એક્ટ્રેસની થશે મમ્મી ક્લબમાં એન્ટ્રી
ફિલ્મ એક્ટ્રેસ લિઝા હેડન જલ્દી જ મમ્મી બનવાની છે. તેણે આ ગુડ ન્યૂઝ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
ગત વર્ષે ઓક્ટોબરમાં લગ્ન કરનાર લિઝા હેડન જલ્દી જ મમ્મી બનશે. તેણે આ ગૂડ ન્યૂઝ ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
લિઝાએ પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર બેબી બમ્પ સાથેનો એક સુંદર ફોટો પોતાના ફેન્સ સાથે શેર કર્યો છે અને લખ્યું છે, 'વિનમ્ર શરૂઆત'.
નોંધનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી લિઝાની પ્રેગનન્સીની ખબરો આવી રહી છે. સોશિયલ મીડિયા પર આ તસવીર પોસ્ટ કરી લિઝાએ એ ખબર પાકી કરી દીધી છે.
અહીં વાંચો - બોલ્ડ, ગ્લોમરસ લિઝા હેડનની લગ્ન પહેલાની લાઇફ હતી વાઇલ્ડ અને ફની
ઓક્ટોબર, 2016માં જ લિઝાએ પોતાના બોયફ્રેન્ડ ડિનો લલવાની સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં માત્ર તેમના નજીકના મિત્રો અને રિલેટિવ્સને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

લિઝા છેલ્લે કરણ જોહરની બહુચર્ચિત ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'માં જોવા મળી હતી. હાલ તે એક શોર્ટ ફિલ્મ 'ધ ટ્રિપ'ના શૂટિંગમાં વ્યસ્ત છે.
Comments
English summary
Houseful 3 actress Lisa Haydon is pregnant!