For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રુતિ શું, પ્રીતિ પણ માને છે કે મુંબઈ સલામત નથી!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 22 નવેમ્બર : કમલ હસનના પુત્રી અને અભિનેત્રી શ્રુતિ હસન ઉપર તાજેતરમાં જ હુમલો થયો. જોકે એક ફૅનની ઘેલછાની દૃષ્ટિએ જોઇએ, તો આ એક સામાન્ય બનાવ ગણાય, પરંતુ હુમલા તરીકે જોઇએ, તો એક અભિનેત્રી જેવી હસ્તીની સલામતી પણ જો જોખમમાં મુકાઈ શકતી હોય, તો પછી સામાન્ય મહિલાઓનું શું?

મુંબઈ જેવી માયાનગરીમાં બૉલીવુડ હસ્તીઓની ભરમાર છે અને તેવામાં શ્રુતિ હસન ઉપર હુમલો થવાની ઘટનાથી સેલિબ્રિટીઓ પોતાની જાતને અસલામત ગણે તો ખોટુ નથી. બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા પણ માને છે કે ફિલ્મ નગરી મુંબઈમાં મહિલાઓનું સતત ઉત્પીડન થાય છે અથવા તેઓ પોતાની સલામતી અંગે આશંકિત રહે છે. વીતેલા વર્ષોની સરખામણીએ વર્ષ 2013માં અહીં દુષ્કર્મ તેમજ છેડછાડના કેસો વધ્યા છે. તેથી તેઓ દરેક સ્થળે હવે અસાલમતી અનુભવે છે.

આવો તસવીરો સાથે જોઇએ બૉલીવુડ હસ્તીઓના અભિપ્રાય :

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટા

‘આપણે તે ભય અને અનિશ્ચિતતાના માહોલને દૂર કરવા માટે ઉપચારાત્મક સમાધાનો શોધવા પડશે કે જેનો મહિલાઓએ સામનો કરવો પડે છે. નહિંતર આપણએ વધુ આત્મકેન્દ્રિત થઈ જઇશું.'

સોફી ચૌધરી

સોફી ચૌધરી

‘જ્યારે હું પોતાના માતા સાથે લંડનથી મુંબઈ આવી, તો અમે તેને યુવતીઓ માટે વિશ્વના સલામત શહેરોમાંનું એક પામ્યુ હતું, પણ હવે એવું નથી રહ્યું. જો તમે એકલ યુવતી છો, તો અહીં તમને સતત પોતાની ચોકીદારી કરવી પડશે.'

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર

‘શું હું મુંબઈમાં સલામત અનુભવુ છું. હા કે ના? હા, એટલા માટે, કારણ કે અહીં દિવસે કે રાત્રે કોઈ પણ સમયે બહાર નિકળવું સરળ છે. અને ના એટલા માટે, કારણ કે મુંબઈમાં મારી સાથે અનેક વખત છેડ।છાડ થઈ ચુકી છે. મુંબઈ પણ દેશના અન્ય રાજ્યો જેટલું જ અસલામત છે.'

રીચા ચડ્ઢા

રીચા ચડ્ઢા

‘મારે સ્વીકારવું પડશે કે અહીં હું કાયમ સલામત અનુભવતી નથી, પરંતુ શું હું કોઈ બીજા શહેરમાં સલામત છું?'

અમૃતા રાવ

અમૃતા રાવ

‘આ શહેર નોકરિયાત મહિલાઓ માટે કદાપિ સલામત નથી. જ્યારે હું શૂટિંગ પર હોઉ છું, ત્યારે પોતાની જાતને અજાણ્યા અને વણઇચ્છિત લોકોથી બચાવવા માટે અંગરક્ષકો રાખવા પડે છે.'

મિનીષા લાંબા

મિનીષા લાંબા

‘આ ગુંચવણભર્યો પ્રશ્ન છે. હું મુંબઈમાં દેશના બીજા શહેરો જેટલી જ સલામતી અનુભવુ છું.'

તનીષા ચૅટર્જી

તનીષા ચૅટર્જી

‘હું છેલ્લા પાંચ વર્ષોની સરખામણીએ હવે ઓછી સલામતી અનુભવુ છું.'

શિલ્પા શુક્લા

શિલ્પા શુક્લા

‘હું જ્યારે અને જ્યાં પણ હોઉં, પોતાની જાતને સલામત અનુભવુ છું.'

ટાપસી પન્નૂ

ટાપસી પન્નૂ

‘મને મુંબઈમાં ભય નથી લાગતો.'

English summary
Bollywood celeberities like Preity Zinta and Swara Bhaskar are of the opinion that women face uncertainty and fear, they are harassed all the time and that the entertainment capital of India, which has reportedly recorded a sharp rise in rape and molestation cases in 2013 as compared to the previous year, is no more safe for them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X