• search

Don't Worry : હૉરર ફિલ્મો જોતા ભય લાગે છે? આ રહી Tips!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 7 નવેમ્બર : હૉલીવુડ હોય કે બૉલીવુડ, હૉરર ફિલ્મોનો ક્રેઝ દરેક જગ્યાએ છે. હૉરર અને કૉમેડી આ બે એવા ઝોન છે કે જેની ઉપર બનેલી ફિલ્મો બૉક્સ ઑફિસે કાયમ સારૂ કલેક્શન કરતી હોય છે, પરંતુ સામાન્ય રીતે જોવામાં આવે છે કે કેટલાક લોકો, તેમાં પણ ખાસ છોકરીઓ હૉરર ફિલ્મો જોવાનો શોખ તો ધરાવે છે, પણ ફિલ્મ દરમિયાન ઘણા સીન્સ વખતે હાથો વડે આંખો બંધ કરી લે છે કે પછી પોતાની બૅગ પાછળ પોતાનુ મોઢુ છુપાવી દે છે.

  કેટલાક એવા પણ હોય છે કે જેઓ હૉરર ફિલ્મોને કૉમેડી ફિલ્મની જેમ જુએ છે. હસતા રહે છે અને મજાક કરતા રહે છે. આવુ કરનારાઓના પગલે કેટલીક વખત આજુબાજુ વાળાને ડિસ્ટર્બ પણ થાય છે. તો બીજી બાજુ કેટલાક લોકો ભયભીત થતા હોય છે. તેમને મનોમન એમ લાગે છે કે બાકીના લોકો તો મજા લઈ રહ્યા છે અને આપણે વગર કારણે જ ડરી-ડરીને પોતાની મજા બગાડી રહ્યા છીએ.

  જો હૉરર ફિલ્મ જોતા આપને પણ ભય લાગતો હોય, તો થિયેટર જતા પહેલા આ ટિપ્સ વાંચી જાઓ :

  હનુમાન ચાલીસ સાથે જાઓ

  હનુમાન ચાલીસ સાથે જાઓ

  સાંભળીને કદાચ આપને હસવું આવશે, પણ સાચુ છે. હનુમાન ચાલીસા હંમેશા માણસની અંદર એક તાકત અને હિમ્મત પેદા કરે છે. હૉરર ફિલ્મો જોતી વખતે જો પોતાની બૅગમાં હનુમાન ચાલીસ રાખશો, તો કદાચ આનાથી આપને થોડીક હિમ્મત મળશે.

  બૉયફ્રેન્ડ સાથે જાઓ

  બૉયફ્રેન્ડ સાથે જાઓ

  હૉરર ફિલ્મો દરમિયાન ભયના કારણે આજુ-બાજુ હાથ પડી જાય છે. તેથી બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે જાઓ, જેથી ફિલ્મ દરમિયાન ડર લાગે, તો તેનો હાથ પકડી હિમ્મત મળે.

  એક્ટર્સની રોમ-કૉમ ફિલ્મો યાદ કરો

  એક્ટર્સની રોમ-કૉમ ફિલ્મો યાદ કરો

  અનેક વખત હૉરર ફિલ્મોના એક્ટર્સ નવા હોય છે, પણ જો કોઈ જાણીતો ચહેરો હોય, તો એવુ વિચારો કે તે ભૂત કઈ રીતે હોઈ શકે, તે તો નૉર્મલ માણસ છે. આપણી જેમ. તેમની રોમાંટિક કે કૉમેડી ફિલ્મોને યાદ કરો.

  માત્ર ફિલ્મ છે

  માત્ર ફિલ્મ છે

  વારંવાર વિચારો કે તમે ફિલ્મ જોવા ગયા છે. ત્રણ કલાકની ફિલ્મમાં બધુ બનાવાયુ છે. કંઈ પણ સાચુ નથી.

  ચૅટ કરો

  ચૅટ કરો

  વચ્ચે-વચ્ચે પોતાનું ધ્યાન આમ-તેમ કરવા માટે મોબાઇલ પર ચૅપ પણ કરી શકો છો.

  કંઇક ખાતા-પીતા રહો

  કંઇક ખાતા-પીતા રહો

  કહે છે કે ખાતા-પીતા રહેવાથી ભય ઓછો થાય છે. આ ટિપ્સ પણ અજમાવી જોજો.

  ઇંટરવલમાં મસ્તી કરો

  ઇંટરવલમાં મસ્તી કરો

  ઇંટરવલ દરમિયાન ફિલ્મની વાતો ન કરો. તે દરમિયાન હસી-મજાક કરી વાતાવરણ હળવુ બનાવો કે જેથી સેકેંડ હાફની ફિલ્મ ફ્રેશ માઇંડ સાથે જોઈ શકાય.

  આમ પણ કરો

  આમ પણ કરો

  સૌથી કારગત યુક્તિ છે કે છોકરાઓ હૉરર ફિલ્મ જોતી વખતે સેક્સી અને હૉટ એક્ટ્રેસ પર ધ્યાન આપે, જ્યારે છોકરીઓએ હૉટ એક્ટરો પર ધ્યાન આપવું જોઇએ.

  ખામીઓ શોધો

  ખામીઓ શોધો

  સામાન્યતઃ હૉરર ફિલ્મોમાં ક્યાંકને ક્યાંક ખામીઓ તો હોય જ છે. ક્યારેક સીનમાં કંઇક બતાવાય છે, તો પછીના સીનમાં કંઇક એવુ કે જે પહેલાના સીન સાથે લિંક જ ન થતું હોય. તો આવી ભૂલો પર ધ્યાન આપો કે જેથી ભયથી મન હટશે અને મજાની માનસિક એક્સરસાઇઝ થઈ જશે.

  સ્મિત ફરકાવો

  સ્મિત ફરકાવો

  જ્યારે પણ તમે મુશ્કેલીમાં હોવ, તો લોકો એમ જ કહે છે ને કે પરેશાન નહીં થાવ, બસ જલ્દીથી આ સમય વીતી જશે. કંઇક એવા જ વિચાર સાથે હૉરર ફિલ્મ જુઓ. સ્મિત ફરકાવો અને ભયને પોતાની ઉપર હાવી ન થવા દો.

  English summary
  Horror movies always attracts viewers to cinema hall. Though people get scared every time they watch Horror movie still they like the experience. Here are the tips how to watch horror movies and enjoy them.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more