Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુઝાનને 380 કરોડ આપી છુટો થયો ક્રિશ : જુઓ બૉલીવુડ સેલિબ્રિટીઓના મોંઘેરા છુટાછેડાં...

મુંબઈ, 30 જુલાઈ : હૃતિક-સુઝાનની પ્રણય-કથાની લોકો સોગંધો લેતા હતાં. બંનેને ચાર્મિંગ તથા મેડ ફૉર ઈચ-અધર કહેવાતા હતાં, પણ પછી ખબર નહીં શું થયું કે બંનેના રસ્તા જુદા પડી ગયાં. સુઝાન-હૃતિકના છુટાછેડાના સમાચાર વર્ષ 2013ના સૌથી મોટા બૉલીવુડ ન્યુઝ બન્યાં, તો બીજી બાજુ હૃતિક-સુઝાન વર્ષ 2014માં છુટાછેડા લઈ બૉલીવુડના સૌથી મોંઘા ડાયવૉર્સી કપલ પણ બની ગયાં છે.

મળતી માહિતી મુજબ હૃતિક રોશન અને સુઝન વચ્ચે 380 કરોડના છુટાછેડા થયા છે કે ભારતના અત્યાર સુધીના સૌથી મોંઘા છુટાછેડા છે. કહે છે કે સુઝાને તો હૃતિક રોશન પાસે ખાધા-ખોરાકી ખર્ચ તરીકે 400 કરોડની માંગણી કરી હતી, પણ વકીલોના દખલ-દલીલ બાદ આ કેસ 380 કરોડમાં પત્યો.

ચાલો હાલ તો આપને બતાવીએ દેશના મોંઘા છુટાછેડાઓ :

હૃતિક-સુઝાન

હૃતિક-સુઝાન

હૃતિક રોશન અને સુઝાન કાયદેસર છુટા પડી ગયાં છે. સુઝાને હૃતિક પાસે ખાધા-ખોરાકી પેટે 400 કરોડની માંગણી કરી હતી, પરંતુ વકીલોના દખલ બાદ આ કેસ 380 કરોડમાં પતી ગયો.

પ્રભુ દેવા-રામલાથ

પ્રભુ દેવા-રામલાથ

પ્રભુ દેવાના પત્ની રામલાથે છુટાછેડા લેતી વખતે પ્રભુનું બૅંક બૅલેંસ સાફ થઈ ગયુ હતું. રામલાથે વિલાઝ સહિત 20-25 કરોડ રુપિયા પ્રભુ પાસેથી પ્રાપ્ત કર્યાં. તેમણે 2 મોંઘીદાટ કારો પણ લીધી. આટલુ ઘણુ નહોતું. પ્રભુએ 10 લાખ રુપિયા પણ એક વન-ટાઇમ એલિમૉની તરીકે ચુકવ્યા હતાં.

સંજય-રિહા

સંજય-રિહા

સંજય દત્તે રિહા પિલ્લૈથી છુટાછેડા લેતી વખતે તેમના તમામ ખર્ચ ભોગવવાની તૈયારી બતાવી. સંજયે વધારામાં 8 કરોડ રુપિયા અને એક મોંઘી કાર પણ રિહાને આપવી પડી હતી.

કરિશ્મા-સંજય

કરિશ્મા-સંજય

કરિશ્મા કપૂરે અત્યાર સુધી સંજય કપૂરના ડાયવૉર્સ પર સાઇન નથી કરી. જોકે સંજયે ડાયવૉર્સ માટે કરિશ્માને 7 કરોડ રુપિયા ચુકવવાની તૈયારી બતાવી છે.

સૈફ-અમૃતા

સૈફ-અમૃતા

જ્યારે સૈફ અલી ખાન અને અમૃતા સિંહે ડાયવૉર્સ ફાઇલ કર્યું, ત્યારે કહે છે કે સૈફને પોતાની દોલતમાંથી અડધી દોલત અમૃતાને આપી દેવા માટે કહેવાયુ હતું.

આદિત્ય-પાયલ

આદિત્ય-પાયલ

આદિત્ય ચોપરાએ બાળપણની મિત્ર પાયલ ખન્ના સાથે લગ્ન કર્યા હતાં. જોકે બંનેના છુટાછેડાની વાત બહાર નહોતી આવી. દરમિયાન લાંબા સમય બાદ જાણ થઈ કે પાયલે ખાધા-ખોરાકી પેટે યશ ચોપરાના પુત્ર આદિત્ય પાસે મોટી માંગણીઓ મૂકી હતી કે જેનો ખુલાસો થયો નથી. કહે છે કે આદિત્ય-પાયલ વચ્ચેનુ ડાયવૉર્સ બૉલીવુડનુ સૌથી મોંઘુ ડાયવૉર્સ હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X