હૃતિક સતત બીજા વર્ષે બન્યા એશિયાના સૌથી સેક્સી મૅન

મુંબઈ, 14 ડિસેમ્બર : બૉલીવુડના હૅન્ડસમ હીરો હૃતિક રોશનને સતત બીજા વર્ષે એશિયાના સેક્સી પુરુષના ખિતાબથી નવાજવામાં આવ્યાં છે. લંડનની એક સાપ્તાહિક મૅગેઝીન દ્વારા કરાયેલ ઑનલાઇન સર્વેક્ષણમાં આ ખુલાસો થયો છે. આ સર્વેમાં એશિયા, યુરોપ, આફ્રિકા તથા દક્ષિણ અમેરિકાના લોકોએ ભાગ લીધો. આ લિસ્ટમાં બીજા નંબરે પાકિસ્તાની ગાયક અને અભિનેતા અલી જાફર, ત્રીજા સ્થાને સલમાન ખાન, ચોથા સ્થાને શાહિદ કપૂર, પાંચમા સ્થાને સિદ્ધાર્થ મલ્હોત્રા, છઠા સ્થાને કુશાલ ટંડન, સાતમા સ્થાને શાહરુખ ખાન, આઠમા સ્થાન જ્હૉન અબ્રાહમ તથા નવમા સ્થાને રણબીર કપૂર છે.

Hritik Roshan

હૃતિક રોશનને ગત વર્ષે પણ આ ખિતાબ મળ્યો હતો. આ ફેંસલો વિશ્વમાં ફેલાયેલ જુદાં-જુદાં એજ ગ્રુપના ફૅન્સે સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર વોટ વડે કર્યો છે. સૂત્રોએ જણાવ્યા મુજબ તો હૃતિકમાં વિજેતા બનવાના અનેક ગુણો છે. તેમનામાં એક અલગ જ અપીલ છે કે જેના પગલે તેઓ સૌથી આગળ રહ્યાં. હૃતિક પોતાના ફેસ અને પર્સનાલિટી દ્વારા હૉલીવુડના કોઈ પણ એક્ટર કે પર્સનાલિટીને માત આપી શકે છે.

હૃતિકને આ ખિતાબ આપવા પાછળનું કારણ પણ છે કે હૃતિકને અનેક લોકો ગ્રીક ગૉડ તરીકે જ સંબોધે છે. એટલું જ નહીં, લંડન ખાતે આવેલ મૅડમ તુષાદ સંગ્રહાલય (મ્યુઝિયમ)માં તેમની મીણની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. આનાથી હૃતિકની લોકપ્રિયતા આંકી શકાય છે. પોતાની આ સફળતા અંગે હૃતિક ખૂબ ખુશ છે, પરંતુ તેમણે જણાવ્યું કે તેમને થોડીક શરમ પણ અનુભવાઈ રહી છે, કારણ કે તેમને લોકો સેક્સી કહી રહ્યાં છે અને આ વાત તેમના માટે સુંદર આશ્ચર્ય કરતાં ઓછી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X