Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઋતિક રોશનની ગર્લફ્રેન્ડને સલવાર સૂટમાં જોઈ લોકોએ કહ્યુ, 'છી', સબા આઝાદે આ રીતે ઝાટક્યા

સબાનો ડ્રેસ ચર્ચાનો વિષય બની ગયો અને તે પોતાના આઉટફિટ માટે સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલ થવા લાગી.

મુંબઈઃ ઋતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ હાલમાં ઋચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નમાં છવાઈ ગયા હતા. આ લગ્નમાં ઋતિક રોશન અને સબા પણ સામેલ થયા હતા. આ દરમિયાન સબાનો ડ્રેસ ચર્ચાનો વિષય બની ગયો અને તે પોતાના આઉટફિટ માટે સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલ થવા લાગી. જો કે હવે સબાએ પોતાની રીતે આ ટ્રોલર્સને જવાબ આપ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના અમુક ફોટા પણ શેર કર્યા છે.

રિસેપ્શનમાં સબાએ પહેર્યો આવો ડ્રેસ

રિસેપ્શનમાં સબાએ પહેર્યો આવો ડ્રેસ

અલી ફઝલ અને ઋચા ચઢ્ઢાના લગ્નમાં ઋતિક અને સબા ખૂબ છવાયા હતા. જો કે, સબા ઈન્ડિયન અટાયરમાં અલી અને ઋચા ચઢ્ઢાના રિસેપ્શનમાં પહોંચી હતી. એવામાં શ્રુતિ નામની એક યુઝરે તેના લુકને લઈને ભદ્દી કમેન્ટ કરી. યુઝરે કહ્યુ કે તમે 'છી' લાગી રહ્યા હતા. જે પણ સમજો હવે.

સબાએ ટ્રોલર્સને ઝાટક્યા

સબાએ ટ્રોલર્સને ઝાટક્યા

સબાએ શ્રુતિ નામની આ યુઝરના કમેન્ટનો સ્ક્રીનશૉટ લઈને પોતાની સ્ટોરીમાં શેર કર્યો. સબાએ લખ્યુ - આ શ્રુતિ છે, જે પોતાના પ્રેમને પ્રેમ કરે છે પરંતુ પોતાની નફરત માટે મને ફોલો પણ કરે છે. આમના જેવા ઘણા લોકો છે. શ્રુતિ જેવા ના બનશો. મને અનફૉલો કરવા માટે ફ્રી ફીલ કરો. શ્રુતિને હજુ સુધી બ્લૉક બટન નથી મળ્યુ.

સબાએ શેર કર્યો ફોટો

સબાએ શેર કર્યો ફોટો

અલી અને ઋચાના રિસેપ્શનના ઘણા દિવસો પછી સબાએ પાર્ટીના પોતાના અમુક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા. પાર્ટીમાં એણે જે ડ્રેસ પહેર્યો હતો તેના ફોટા પણ શેર કર્યા. સબા લખે છે કે હું બહુ ઓછા પ્રસંગોએ જ સારી રીતે કપડા પહેરુ છુ. સબાએ કહ્યુ કે તમે મારા માટે શું વિચારો છો, તેની મને જરાય પરવા નથી. તેણે ઋચા ચઢ્ઢા અને અલી ફઝલનો પણ આભાર માન્યો.

ઋચા ચઢ્ઢાએ કરી કમેન્ટ

ઋચા ચઢ્ઢાએ કરી કમેન્ટ

સબાની આ પોસ્ટ પર ઋચા ચઢ્ઢાએ પણ કમેન્ટ કરીને કહ્યુ કે પ્રેમ હંમેશા જીતે છે. દરેક વસ્તુમાં સમય લાગે છે. અમારી સાથે જોડાવા માટે આભાર, તમે બહુ સરસ લાગી રહ્યા હતા. ઋતિકને પણ પ્રેમ.

ઋતિક અને સબાએ પહેર્યો આવો ડ્રેસ

ઋતિક અને સબાએ પહેર્યો આવો ડ્રેસ

તમને જણાવી દઈએ કે ઋચા અને અલીના લગ્નમાં સબાએ લીલા રંગનો કૂર્તો પહેર્યો હતો. વળી, ઋતિકે ક્રેસ્પ બ્લેક કલરનો સૂટ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. બંનેએ કેમેરાને પોઝ પણ આપ્યા. આ પહેલા કપલ પહેલી વાર કરણ જોહરના બર્થડે બેશમાં સાથે દેખાયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X