Pics : હૃતિક-સુઝાનના અણબનાવના કારણ અનેક, હકીકતથી વધુ અફવાઓ!

મુંબઈ, 16 એપ્રિલ : હૃતિક રોશન તથા સુઝાન રોશન બૉલીવુડની તેવી જોડીઓમાંની છે કે જે લોકો માટે આદર્શ કપલની કૅટેગરીમાં આવે છે, પરંતુ ગત વર્ષે એક-બીજાથી અલગ થવાનો નિર્ણય કર્યા બાદ બંનેના ફૅન્સ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતાં અને સાથે નિરાશ પણ થયા હતાં. કોઈને પણ વિશ્વાસ નહોતો કે સુઝાન તથા હૃતિક આમ જુદા થવાનો નિર્ણય કરશે. ગત વર્ષે 13મી ડિસેમ્બરના રોજ હૃતિકે પોતાના સ્ટેટમેંટ વડે લોકોને માહિતી આપી કે તેઓ અને સુઝાન જુદા થઈ રહ્યાં છે. હૃતિકે પોતાના સ્ટેટમેંટમાં એમ પણ લખ્યું કે આ નિર્ણય તેમનો નહીં, પણ સુઝાનનો છે. પછી હૃતિક રોશન ઘણા દિવસો સુધી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના માધ્યમથી લોકોને કહેતા રહ્યાં કે જો સુઝાન તેમના વગર ખુશ છે, તો તેઓ તેમને ફ્રી કરી દેવા માંગે છે.

હૃતિકના નિવેદન મુજબ - સુઝાને આ નિર્ણય કર્યો છે કે તેઓ મારાથી જુદા થવા માંગે છે અને અમારા 17 વર્ષ જૂના સંબંધને ખતમ કરવા માંગે છે. આ અમારા અને અમારા પરિવાર માટે એક મુશ્કેલીભર્યો સમય છે. હૃતિકના આ નિવેદન બાદ જ સુઝાને પણ નિવેદન આપ્યું હતું - અમે બે જુદી-જુદી વ્યક્તિઓ છીએ અને એક-બીજાનું સન્માન કરીએ છીએ. હમે બે બાળકોના માતા-પિતા છે અને તેમના પ્રત્યે અમારી કેટલીક જવાબદારીઓ છે કે જેને કોઈ બદલી નથી શકતું. અમને ખુશી થશે, જો આવા સમયે અમને એકલા છોડી દેવામાં આવે.

હૃતિક રોશન અને સુઝાન તો જુદા થઈ ગયાં, પણ તેની પાછળનું કારણ શું હતું? આ અંગે આજે પણ લોકો તરેહ-તરેહની વાતો કરતા રહે છે. આવો જોઇએ કે કયા-કયા કારણો રહ્યાં હૃતિક-સુઝાનના સંબંધો તુટવા પાછળ :

હૃતિક-સુઝાનના લગ્ન

હૃતિક-સુઝાનના લગ્ન

હૃતિક રોશન અને સુઝાન ખાન 12 વર્ષની વયથી એક-બીજાને પ્રેમ કરતા હતાં. 20મી ડિસેમ્બર, 2000ના રોજ સુઝાન અને હૃતિકે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. બંનેના પરિજનો પણ આ લગ્ન માટે તૈયાર હતાં. સરવાળે બધુ પરફેક્ટ હતું.

સરખું ટૅટૂ

સરખું ટૅટૂ

ટૅટૂ આજકાલ પ્રેમની નિશાની ગણાય છે. હૃતિક-સુઝાને પણ થોડાક વર્ષ અગાઉ જ પોતાના હાથોમાં એક જેવા ટૅટૂ કોતરાવ્યું. જોકે હૃતિકથી જુદા થયાબાદ સુઝાને તે જ ટૅટૂની આગળ પણ એક ટૅટૂ કોતરાવી લીધું અને એક ખૂબ જ આકર્ષક કોટેશન કોતરાવ્યું.

બે બાળકો

બે બાળકો

હૃતિક અને સુઝાનના બે બાળકો છે કે જેઓ પોતાના પપ્પા હૃતિકથી બહુ ક્લોઝ છે. હૃતિક પોતાના બાળકો વગર ક્યારેય નથી રહી શકતાં. જોકે છુટાછેડા બાદ બાળકો સુઝાન પાસે જ છે.

છુટાછેડા

છુટાછેડા

હૃતિક અને સુઝાને ગત વર્ષે જુદા થવાના નિર્ણયની જાહેરાત કરી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતાં.

હૃતિક-કૅટનો રોમાંસ

હૃતિક-કૅટનો રોમાંસ

આ સંબંધ વણસવા પાછળ જે કારણો ગણાવાય છે, તેમાં એક છે ઝિંદગી ના મિલેગી દોબારાના સેટ પર હૃતિક-કૅટરીના કૈફની વધેલી નિકટતાઓ. કહે છે કે આના કારણે જ સુઝાન હૃતિકને છોડી જતા રહ્યાં.

સુઝાન-અર્જુનની નિકટતાઓ

સુઝાન-અર્જુનની નિકટતાઓ

આ છુટાછેડા પાછળ એક કારણ એ પણ જણાવાયું કે સુઝાન અને અર્જુન રામપાલ બહુ નિકટના મિત્રો છે. બંને વચ્ચે અફૅરની અટકળો પણ સામે આવી હતી.

અફવાઓથી પરેશાન હૃતિક

અફવાઓથી પરેશાન હૃતિક

હૃતિકે પોતાના ટ્વિટર ઍકાઉંટ પર ટ્વીટ કર્યું - આપ મારા વિશે અફવાઓ ફેલાવી મને પ્રભાવિત નહીં કરી શકો. આ અફવાઓ મારા કવચને અથડાવી પરત ફરી જશે. આ કવચ લોખંડી છે અને તેને સત્ય કહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X