Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હૃતિક થયાં 39ના, સુઝાને ખાસ બનાવ્યો જન્મ દિવસ

મુંબઈ, 10 જાન્યુઆરી : બૉલીવુડના બૅંકબેલ એક્ટર હૃતિક રોશનનો આજે 39મો જન્મ દિવસ છે. તેમણે પોતાના બૉલીવુડ કૅરિયરના પણ 12 વર્ષ પૂર્ણ કર્યાં છે. હૃતિકનો તેવા એક્ટરોમાં સમાવેશ થાય છે કે જેમણે પોતાની પ્રથમ જ ફિલ્મ સાથે લોકોને ઘેલું લગાડી દીધું. તેમની પ્રથમ ફિલ્મ કહો ના પ્યાર હૈ બૉક્સ ઑફિસ પર એટલી સફળ રહી કે લોકો આશ્ચર્યચકિત રહી ગયાં.

Hritik Roshan

હૃતિક રોશનના પિત રાકેશ રોશન પણ બૉલીવુડના જાણીતાં એક્ટર છે, પરંતુ જેટલી સફળતા હૃતિકને પ્રથમ જ ફિલ્મથી મળી, તેટલી તેમના પિતાને નહોતી મળી. જોકે હૃતિકને બૉલીવુડમાં લાવવાનો શ્રેય તો તેમના પિતા રાકેશ રોશનને જ અપાય છે. રાકેશ રોશને હૃતિકને પોતાની પ્રથમ ફિલ્મ કહો ના પ્યાર હૈમાં લૉન્ચ કર્યાં અને સાથે જ અમીષા પટેલને પણ. તે ફિલ્મ દ્વારા હૃતિકનું કૅરિયર બુલંદીએ પહોંચી ગયું.

કહો ના પ્યાર હૈ ફિલ્મ બાદ મિશન કશ્મીર તથા ફિઝા ફિલ્મોમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી, પરંતુ કહો ના પ્યાર હૈ જેવી સફળતા તેમને મળી નહીં. પછી તેમા પિતા રાકેશ રોશન દ્વારા બનાવવામાં આવેલ કોઈ મિલ ગયા ફિલ્મે ફરી એક વાર હૃતિકનો ભાગ્ય ચમકાવી દીધો અને હૃતિક ફરી એક વાર બૉલીવુડના ટૉપના એક્ટરોમાં શામેલ થઈ ગયાં. હૃતિક રોશનના સિક્સ પૅકે યુવતીઓને ઘેલું લગાડ્યું. બૉલીવુડમાં તેમની બૉડી સૌથી શ્રેષ્ઠ ગણાવા લાગી. યુવતીઓ તેમની પાછળ ઘેલી બની જતી, પરંતુ હૃતિકે પોતાના બાળપણના મિત્ર અને પ્રેમિકા સુઝાન સાથે સને 2000માં લગ્ન કરી અનેક યુવતીઓના દિલ તોડ્યાં.

સુઝાન રોશને હૃતિકના 39મા જન્મ દિવસને ખાસ બનાવવા માટે જન્મ દિવસની પાર્ટી એક યાચમાં યોજી. આ પાર્ટીમાં પ્રીતિ ઝિંટા, ચંકી પાન્ડે, અર્જુન રામપાલ તથા તેમના પત્ની હાજર હતાં. આ પાર્ટીમાં હૃતિકના નજીકના મિત્રો જ હતાં. પાર્ટી દરમિયાન હૃતિક રોશનના ચહેરાનો ગ્લો જોવા લાયક હતો. તેમને જોઈને લાગતું જ નહોતું કે તેમણે પોતાના જીવનના 39 તબક્કા ઓળંગી લીધાં છે. વનઇન્ડિયા તરફથી પણ હૃતિક રોશનને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X