એચટી મોસ્ટ સ્ટાઇલીશ એવોર્ડ 2018માં છવાયા બોલીવૂડ સ્ટાર

Written By:
Subscribe to Oneindia News

નવા વર્ષની શરૂઆતની સાથે જ બોલીવૂડ સ્ટાર્સને તેમની ફિલ્મો, કામને લઇને અનેક એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડમાં બોલીવૂડના સ્ટાર્સ રેડ કાર્પેટ પર ચાર ચાંદ લગાવી દે છે. એચટી મોસ્ટ સ્ટાઇલીશ એવોર્ડ 2018માં બોલીવૂડના અનેક સ્ટાર્સ એક્ટ્રેસ અને કપલે હાજરી આપી હતી. આ એવોર્ડમાં સૌએ પોતાની સુંદરતા અને સ્ટાઇલથી લોકોને આકર્ષિત કરવાનો એક પણ મોકો નહોતો છોડ્યો. તો ચાલો એક નજક કરીએ આ એવોર્ડની ખાસ ચહેલ પહેલ પર.....

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન

આરાધ્યાના જન્મ બાદ ફિલ્મોમાં ફરી કમબેક કરીને ઐશ્વર્યાએ પોતાની એક્ટ્રસની કારકિર્દીને હવે ધીરે ધીરે આગળ વધારી રહી છે. તેની સ્ટાઇલ અને ફેશન સેન્સની ટક્કર કોઇ લઇ શકે તેવુ નથી. એચટી મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડ 2018માં તેમને 'ટાઇમલેસ દિવા એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ સમયે તેણે ખુબ જ સુંદર રોયલ બ્લૂ ડ્રેસ પર સિલ્વર રંગનો પેચવર્ક વાળો સુંદર લોન્ગ પાર્ટી ડ્રેસ પહેર્યો હતો.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

ફિલ્મ પદ્માવતના વિવાદ વચ્ચે પણ અનેક વખત દીપિકા પારંપરિક અવતારમાં જોવા મળી હતી. એચટી મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડમાં પણ તે રોયલ પીંચ રંગની સાડીમાં આવી હતી. તેણે બનારસી સાડી સાથે મેચ થાય તેવી સુંદર જ્વેલરી પણ પહેરી હતી.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂર અને ફેશન હંમેશા એકબીજાના સમાનાર્થી જ રહ્યા છે. સોનમની ફેશન અને સ્ટાઇલને બોલીવૂડની કોઇ પણ એક્ટ્રેસ માત આપી શકે તેમ નથી. એચટી મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડમાં સોનમ યલો રંગના સુંદર પાર્ટી ફ્રોક પહેર્યું હતું. તેનો આ અવતાર જોઇને તમે પણ તેને બોલીવૂડની ફેશન ક્લીન જ કહેશો.

શાહિદ-મીરા અને પરિણીતી ચોપરા

શાહિદ-મીરા અને પરિણીતી ચોપરા

બોલીવૂડના પરફેક્ટ કપલ તરીકે જાણીતા શાહિદ કપૂર અને મીરા રાજપૂતે પણ આ એવોર્ડમાં હાજરી આપી હતી. જેમાં શાહિદે લાઇટ બ્લુ કોર્ટ પહેર્યો હતો. તો મીરા રાજપૂતે પણ રોયલ વાઇટમાં સુંદર લાગી રહી હતી. તો બીજી તરફ પરિણીતી ચોપડા એકદમ ક્યૂટ લાગી રહી હતી. પરિણીતીએ સિલ્વર ફ્લાવર ડિઝાઇનના પેચવર્ક વાળો સુંદર ડ્રેસ પહેર્યો હતો.

English summary
HT most stylish awards 2018 see pics. Read more on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.