યોગનો આનંદ માણી રહ્યાં છે ગૅંગ્સ ઑફ વાસેપુર ગર્લ
મુંબઈ, 4 સપ્ટેમ્બર : ગૅંગ્સ ઑફ વાસેપુર ગર્લ હુમા કુરૈશી આજકાલ નિયમિત રીતે યોગાભ્યાસ કરી રહ્યાં છે. જોકે શરુઆતમાં તેમને યોગને ટેવ બનાવવામાં થોડીક મુશ્કેલી જરૂર થઈ, પરંતુ હવે તેઓ નિયમિત રીતે યોગાભ્યાસ કરે છે.

હુમા કુરૈશીએ ટ્વિટર પર લખ્યું - આજકાલ યોગ અભ્યાસનો આનંદ લઈ રહી છું. શરુઆતમાં સવારે વહેલા ઉઠી યોગ કરવો મુશ્કેલ લાગતો હતો, પરંતુ એક વાર આપ સવારે ઉઠવાની આદત નાંખી લો, તો પરિણામ વહેલા મળવા લાગે છે.
ગૅંગ્સ ઑફ વાસેપુર તથા લવ શવ તે ચિકન ખુરાના જેવી ફિલ્મોના કારણે ચર્ચામાં આવેલા બૉલીવુડ અભિનેત્રી હુમા કુરૈશી છેલ્લે ડી ડે ફિલ્મમાં દેખાયા હતાં. તેમની આગામી ફિલ્મ ડેઢ ઇશ્કિયા છે કે જેમાં તેઓ માધુરી દીક્ષિત સાથે દેખાશે.












Click it and Unblock the Notifications
