હવે હુમાએ પણ કહ્યુ કે સમલૈંગિકોને છે 'ઇશ્કની ઇજાજત'

આ કવિતાને એલજીબીટી કોમ્યૂનિટી માટે કાર્ય કરનાર હમસફર ટ્રસ્ટના સભ્યોએ હુમાને આ કોમ્યૂનિટીનું સમર્થન કરવાનો પ્રસ્તાવ આપ્યો અને હુમાએ તાત્કાલિક હા કહી દિધું. હુમાનું કહેવું છે કે પ્રત્યેક વ્યક્તિને પોતાના જીવનસાથી પસંદ કરવાનો અધિકાર મળવો જોઇએ અને જ્યારે કુદરત કોઇની સાથે ભેદભાવ કરતી નથી તો દરેકને ઇશ્કની પરવાનગી મળવી જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં અભિનેત્રી સેલિના જેટલીએ પણ સમલૈંગિકોના હકની વાત કહી હતી જેના માટે તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ સેલિનાએ કહ્યું હતું કે તે લાંબા સમયથી સમલૈંગિકોના હકની લડાઇ લડી રહી છે જેના લીધે તેમને અને તેમના જુડવા બાળકોને જાનથી મારવાની ધમકીઓ મળી રહી છે.
પરંતુ તે ડરનારાઓમાંથી નથી અને પોતાના અને પોતાના બાળકોની જાનની ચિંતા કર્યા વિના તે બાઇ-સેક્સુઅલ લોકોના અધિકારો માટે લડતી રહેશે. સેલિનાએ આવી નિવેદનબાજી ત્યારે કરી જ્યારે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં સંયુક્ત રાષ્ટ્ર્ના સ્વતંત્ર અને સમાન અભિયાનનો પ્રચાર કરવા માટે આવી હતી.












Click it and Unblock the Notifications
