• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OMG : 25 કિલોનો લહેંગો પહેરી આલિયાએ પોતાની જાતને કહી ‘કઢંગી’!!!

|

મુંબઈ, 21 જુલાઈ : માત્ર ચાર જ ફિલ્મો વડે લોકોના દિલોમાં જગ્યા બનાવી લેનાર આલિયા ભટ્ટનું કહેવું છે કે તેઓ ખૂબ જ અવ્યવસ્થિત-કઢંગા-અણઘડ પ્રકારની વ્યક્તિ છે. શ્રી રાજ મહલ જ્વૅલર્સ ઇન્ડિયા કોટ્યોર વીક એટલે કે આઈસીડબ્લ્યુમાં જાણીતા ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના શોમાં 20 કિલો કરતા વધુ વજનદાર લહેંગો પહેરી રૅમ્પ પર ઉતરનાર આલિયાએ જણાવ્યું - મેં ક્યારેય વિચાર્યુ નહોતું કે હું ક્યારેક રૅમ્પ પર ચાલીશ અને તે પણ મનીષ મલ્હોત્રાના ફૅશન શોમાં.

જોકે રૅમ્પ પર આલિયા ભટ્ટ ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતા હતાં. આલિયાએ જણાવ્યું - હું અંદરોઅંદર ખૂબ જ નર્વસ હતી, કારણ કે હું થોડીક અવ્યવસ્થિત છું. આલિયાએ શો બાદ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું - હું બહુ ગભરાઈ જાઉ છું. હું એક ખૂબ જ અવ્યવસ્થિત માણસ છું. હું ઊભા-ઊભા પડી જાઉ છું. તેવામાં લગભગ 25 કિલોના કપડાં, ઉંચી એડીના સેંડલ પહેરવાં, સારૂ દેખાવું, પોઝ આપવું અને લોકોને તાળીઓ વગાડતા જોઈ સ્મિત ફરકાવવુ... મારા ખ્યાલથી આ બધુ બેચેન કરી જનારુ છે, પણ મારા મત મુજબ આ બે મિનિટ સર્વશ્રેષ્ઠ છે.

આલિયાએ તે સમય પણ યાદ કર્યો કે જ્યારે તેઓ મનીષા મલ્હોત્રાના શો માટે દર્શક દીર્ઘામાં બેઠા હતાં. આલિયાએ કહ્યું - હું બે વરસ અગાઉ અહીં હતી અને કૅટરના કૈફ રૅમ્પ ઉપર ચાલી રહ્યા હતાં. હું કરણ જૌહર સાથે દર્શકો વચ્ચે બેઠી હતી અને વિચારી રહી હતી કે લોકો કઈ રીતે ચાલે છે?

નોંધનીય છે કે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર જેવી હિટ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર આલિયા ભટ્ટે તે પછી સતત ત્રણ સફળ ફિલ્મો હાઈવે, 2 સ્ટેટ્સ અને હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા આપી છે.

ચાલો તસવીરોમાં જોઇએ આઈસીડબ્લ્યુમાં રૅમ્પ પર કોણ-કોણ ચાલ્યું?

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા આલિયા ભટ્ટ ખૂબ જ પ્રેટ્ટી દેખાતા હતાં. તેઓ મનીષા મલ્હોત્રા માટે શો સ્ટૉપર બન્યા હતાં. આલિયાએ પહેરેલ કપડાં 25 કિલોના હતાં.

આદિત્ય રૉય કપૂર

આદિત્ય રૉય કપૂર

આદિત્ય રૉય કપૂરે પણ મનીષા મલ્હોત્રા માટે રૅમ્પ વૉક કર્યુ હતું.

કંગના રાણાવત

કંગના રાણાવત

ક્વીન કંગના રાણાવતે અનુજ મોદી માટે રૅમ્પ વૉક કર્યુ હતું.

લીઝા હૅડન

લીઝા હૅડન

ક્વીનમાં કંગના સાથે કામ કરનાર ધ ડસ્કી બ્યુટી લીઝા હૅડન મોનીષા જયસિંગ માટે શોસ્ટૉપર બન્યા હતાં.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

ધ હૉટ મમ્મા મલાઇકા અરોરા ખાને ગોર્જિયસ રૂપ ધર્યો હતો અને રીના ઢાકા માટે શોસ્ટૉપર બન્યા હતાં.

નિમ્રત કૌર

નિમ્રત કૌર

ધ લંચબૉક્સ એક્ટ્રેસ નિમ્રત કૌર સુંદર દુલ્હન દેખાય છે. તેઓએ પણ રીના ઢાકા માટે રૅમ્પ વૉક કર્યુ હતું.

રાણી મુખર્જી

રાણી મુખર્જી

નવોઢા અને ચોપરા ખાનદાનના વહુ રાણી મુખર્જી ઓપનિંગ સેરેમનીમાં પોતાના ફૅવરિટ ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીને ટેકો આપવા પહોંચ્યા હતાં.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

એક વિલન એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે ગૌરવ ગુપ્તા માટે રૅમ્પ વૉક કર્યુ હતું.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બિપાશા બાસુએ ફિનાલેમાં દેસી વહુનો અવતાર ધર્યો હતો.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

આઈસીડબ્લ્યુમાં ચિત્રાંગદા સિંહે પણ પોતાના જલવા પાથર્યા હતાં.

English summary
Alia Bhatt put up a confident front while walking a three-ramp set-up in a lehenga as heavy as over 20 kg, for ace designer Manish Malhotra's show at the Shree Raj Mahal Jewellers India Couture Week. She said she was nervous as she's usually clumsy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more