“નેશનલ એવોર્ડ ન મળવાનું મને કોઇ દુઃખ નથી..”
આલિયા ભટ્ટે કહ્યું કે, તેને ઉડતા પંજાબ માટે નેશનલ એવોર્ડ ન મળવાનું કોઇ દુઃખ નથી.
આ વર્ષે તમામ એવોર્ડ ફંક્શન્સમાં બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડ પર આલિયા ભટ્ટ નો કબજો રહ્યો હતો. ફિલ્મ ઉડતા પંજાબ માં તેની શાનદાર એક્ટિંગ માટે દર્શકો, ક્રિટિક્સ અને તમામ જૂરીના સભ્યોએ કરણ જોહરની આ સ્ટૂડન્ટને વિનર જાહેર કરી હતી. લોકોને લાગી રહ્યું હતું કે, આ વર્ષે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ પણ આલિયા ભટ્ટને ફાળે જશે. જો કે, બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ આલિયા ભટ્ટની જગ્યાએ મલાયમ અભિનેત્રીને ફાળે ગયો છે.

આલિયા ભટ્ટને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે ખૂબ સ્વસ્થતા સાથે આ સવાલનો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું, પ્લીઝ.. મને નેશનલ એવોર્ડ ન મળવાનું બિલકુલ દુઃખ નથી. લોકોને ઉડતા પંજાબ ફિલ્મ પસંદ આવી હતી અને હજુ તો મારી પાસે ઘણો સમય છે. માટે મને ખરાબ નથી લાગ્યું અને તમે પણ આ વાતે નિરાશ ન થાઓ.
ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટને હાલમાં જ લોકમત એવોર્ડ એનાયત થયો છે અને આ વાતે તે અત્યંત ખુશ છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ કરશે, તો તેણે હસતા-હસતા જવાબ આપ્યો કે, રણબીર કપૂર પણ અહીં જ છે. તમે એમને જ પૂછી લો કે તે દત્ત બાયોપિકનું શૂટિંગ ક્યારે પૂરું કરવાના છે. એ પછી જ અમે ડ્રેગન પર કામ શરૂ કરીશું.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ડ્રેગનનું શૂટિંગ દત્ત બાયોપિક બાદ શરૂ થશે. આ ફિલ્મના ડાયરેક્ટર છે, અયાન મુખર્જી. અયાને જ આ ફિલ્મ લખી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
