For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે કંઈપણ કર્યું એ સુશાંત સિંહ રાજપૂત માટે કર્યુંઃ રિયા ચક્રવર્તી

જે કંઈપણ કર્યું એ સુશાંત સિંહ રાજપૂત માટે કર્યુંઃ રિયા ચક્રવર્તી

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેત્રી રિયા ચક્રવર્તી ફરી એકવાર નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના સવાલોનો સામનો કરી ઘરે જવામાં સફળ રહી. સોમવારે રિયા ચક્રવર્તીની 8 કલાક લાંબી મેરેથોન પૂછપરછ થઈ. આ દરમ્યાન મામલામાં પહેલેથી ધરપકડ થયેલ શૉવિક ચક્રવર્તી, સૈમ્યુઅલ મિરાંડા સાથે રિયાનો આમનો સામનો કરાવવામાં આવ્યો. રિયાએ રવિવારે પૂછપરછમાં પણ ખુદ ડ્રગ્સ લેવાથી ઈનકાર કર્યો હતો. સોમવારે પણ તે પોતાના જૂના નિવેદન પર ટકી રહી અને ખુદ ડ્રગ્સ લેતી હોવાની વાત કબૂલી નથી. જો કે ડ્રિંક્સ અને સ્મોકિંગની વાત કબૂલી લીધી છે. રિયાનું કહેવું છે કે તેણે જે કંઈપણ કર્યું સુશાંત સિંહ રાજપૂત માટે કર્યું છે.

રિયા ચક્રવર્તીની પૂછપરછ

રિયા ચક્રવર્તીની પૂછપરછ

રિયા ચક્રવર્તી સવારે 9.30 વાગ્યે બલ્લાર્ડ એસ્ટેટ સ્થિત એજન્સીના કાર્યાલયે પહોંચી હતી અને સાંજે છ વાગ્યેથી નીકળી. રિયા પોલીસકર્મીઓ સાથે હતી અને તેની પાસે એક બેગ પણ હતી. આ મામલે રિયાથી રવિવારે એનસીબીએ પહેલીવાર છ કલાકની પૂછપરછ કરી હતી. અધિકારીઓએ કહ્યું કે તેમને મંગળવારે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

અધિકારીએ કહ્યું- રિયા સહયોગી આપી રહી છે

અધિકારીએ કહ્યું- રિયા સહયોગી આપી રહી છે

એનસીબીના ઉપ મહાનિદેશક મુથા અશોક જૈને પૂછપરછ બાદ સંવાદદાતાઓને કહ્યું કે, "તે કાલે આવી હતી, આજે પણ આવી. બધા જ દિવસે અમે તેને સવાલો પૂછ્યા, વાતો કરી. માટે એમ ના કહી શકું કે એ સહયોગ નથી કરી રહી. તે કાલે પણ આવશે. અમને તેનો સહયોગ મળી રહ્યો છે." તેમણે કહ્યું કે એજન્સી પ્રોફેશનલ રીતે તપાસ કરી રહી છે અને આ મામલે પ્રાપ્ત નિષ્કર્ષો વિશે અદાલતને વિસ્તારથી અવગત કરાવવામાં આવશે.

અત્યાર સુધી 9 લોકોની ધરપકડ

અત્યાર સુધી 9 લોકોની ધરપકડ

રિયા એક તરફ ખુદ આરોપોથી ઘેરાયેલી છે, સીબીઆઈથી લઈ ઈડીના સવાલોના જવાબ આપ્યા બાદ હવે એનસીબીનો સામનો કરી રહી છે પરંતુ તેના તેવર આક્રમક બન્યા છે. રિયાએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ અને દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડૉક્ટર તરુણ કુમાર વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં બંને પર ફેક પ્રિસ્ક્રિપ્શન અને ટેલી મેડિસીન પ્રેક્ટિસ ગાઈડલાઈનના ઉલ્લંઘનની ફરિયાદ કરી છે. ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા કેસમાં NCB અત્યાર સુધી 9 લોકોની ધરપકડ કરી ચૂકી છે જેમાં રિયાના ભાઈ શૉવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડા પણ સામેલ છે.

COVID 19: કંગના રણૌત, બહેન રંગોલી અને પીએનો કોરોના ટેસ્ટ થયો, આજે રિપોર્ટ આવી શકેCOVID 19: કંગના રણૌત, બહેન રંગોલી અને પીએનો કોરોના ટેસ્ટ થયો, આજે રિપોર્ટ આવી શકે

English summary
I did every thing for sushant singh says riya chakraborty
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X