‘બિકિની અને ચુમ્મા-ચાટી દ્વારા હિટ નથી થતી ફિલ્મો’
ભોપાલ, 7 માર્ચ : આપ વિચારતાં હશો કે આવું અમે કહી રહ્યાં છીએ, પણ અમે નથી કહેતાં. આ વાત કહે છે અજય દેવગણ. ભોપાલમાં સત્યાગ્રહ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત અજય દેવગણે જણાવ્યું - ઓછાં કપડાં અને બોલ્ડ દૃશ્યોના કારણે ફિલ્મો નથી ચાલતી. ફિલ્મો ચાલે છે સારી વાર્તા અને ઉમ્દા અભિનય દ્વારા.

પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહના શુટિંગમાં વ્યસ્ત અજય દેવગણે અહીં મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું - જે લોકો વિચારે છે કે અશ્લીલ અને બોલ્ડ દૃશ્યો જોવા માટે જ લોકો થિયેટરોમાં જાય છે, તો તેમની વિચારસરણી ખોટી છે. આ એક ભ્રમ છે કે જે દૂર થવું ખૂબ જરૂરી છે.
અજય દેવગણે જણાવ્યું કે તેઓ કોઈ પણ એ કાર્ડ ધરાવતી ફિલ્મમાં કામ કરવાં નથી માંગતાં. તેમની ઇચ્છા છે કે તેમની ફિલ્મને પરિવારના તમામ સભ્યો સાથે બેસી જોઇ શકે, નહીં કે અલગ-અલગ.
અજય દેવગણની છેલ્લી ફિલ્મોની સફલતાએ પુરવાર પણ કર્યું છે કે સ્વસ્થ મનોરંજનમાં લોકો વિશ્વાસ ધરાવે છે. હાલ અજય પ્રકાશ ઝાની સત્યાગ્રહ ફિલ્મમાં વ્યસ્ત છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને કરીના કપૂર પણ છે, તો હિમ્મતવાલા ફિલ્મ અંગે પણ અજય ચર્ચામાં છે. સાજિદ ખાન દિગ્દર્શિત ફિલ્મ હિમ્મતવાલામાં તમન્ના ભાટિયા પણ છે.












Click it and Unblock the Notifications
