સુશાંત સિંહ રાજપૂતનો વીડિયો વાયરલ- "દોસ્ત હોવાનો દેખાડો કરતા, મારો ફોને નહોતા ઉપાડતા"
સુશાંત સિંહ રાજપૂતનો વીડિયો વાયરલ- "દોસ્ત હોવાનો દેખાડો કરતા, મારો ફોને નહોતા ઉપાડતા"
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી બૉલીવુડમાં નેપોટિઝ્મ અને ભેદભાવનો મુદ્દો ફરીથી ગરમાઇ ચૂક્યો છે. આ કેસમાં હાલ પોલીસની તપાસ ચાલી રહી છે. પરંતુ લોકો આ કેસને બૉલીવુડમાં ફેલાયેલ નેપોટિઝ્મ સાથે પણ જોડી રહ્યા છે. માત્ર બાહરી લોકો જ નહિ, બલકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પણ કેટલાક લોકોનું માનવું છે કે બૉલીવુડે સુશાંત સાથે પક્ષપાત કર્યો છે.
એવામાં સુશાંતનો એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જ્યાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ઈન્ડસ્ટ્રીમાં તેમના માત્ર બે જ મિત્રો છે. બાકી બધા દોસ્ત હોવાનો માત્ર દેખાડો કરે છે. પરંતુ કોલ કરો તો ફોન પણ નથી ઉઠાવતા.

વીડિયોમાં કર્યો ખુલાસો
એમએસ ધોની ફિલ્મની રિલીઝ સમયે લેવાયેલા ઇન્ટર્વ્યૂમાં સુશાંત સિંહ આગળ કહે છે કે એવું નથી કે તે લોકોને પસંદ નથી કરતા. તેઓ લોકોને પસંદ કરે છે, પરંતુ કેટલીયવાર તેમને મારી વાતો દિલચસ્પ નથી લાગતી. પહેલી વાત તો એ કે તેઓ મને પસંદ કરવાનો દેખાડો કરે છે, પરંતુ પછી મારો ફોન પણ રિસીવ નથી કરતા.

સોશિયલ મીડિયા પર વાયરલ
સુશાંતના ફેન્સ આ વીડિયોને #JusticeForSushantSinghRajput હેશટેગ સાથે ટ્વીટ કરી રહ્યા છે. આ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યો છે. તેને શેર કરતા ફેન્સે લખ્યું- 'તેમનું દર્દ મહેસૂસ કરો. મને નથી લાગતું કે હાલમાં અન્ય કોઇ સેલિબ્રિટીના મોતે દેશને આટલો પ્રભાવિત કર્યો હોય, જેટલો સુશાંતના મોતે કર્યો. તમારી આંખો ખોલો અને જુઓ આ ઇન્ડસ્ટ્રી કેટલી ઝેરીલી છે.'

ટીવી એક્ટ્રેસ આદિતિ ભાટિયાએ સવાલ ઉઠાવ્યા
આ વીડિયોને ટીવી એક્ટ્રેસ આદિતિ ભાટિયાએ પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી કેટલાક સવાલ ઉઠાવ્યા છે. જે લોકો સોશિયલ મીડિયામાં મેંટલ હેલ્થને લઇ જ્ઞાન આપી રહ્યા છે પરં જ્યારે રિયલ લાઇફમાં કોઇ મદદ માટે અપ્રોચ કરે છે તો તેમને ધુત્કારી મૂકે છે તેવા લોકોને આદિતિએ આડેહાથ લીધા.

કરણ જોહર- સલમાન ખાન પર નિશાનો
ખાસ કરીને લોકોના નિશાના પર કરણ જોહર અને સલમાન ખાન છે. અફવા છે કે આ બંનેના કારણે સુશાંતના હાથમાંથી કેટલીય ફિલ્મો છૂટી ગઇ હતી. હવે સોશિયલ મીડિયા પર લોકો સલમાન ખાન અને કરણ જોહર પર નિશાનો સાધી રહ્યા છે.

ડિપ્રેશનમાં હતા સુશાંત
રિપોર્ટ્સ મુજબ તે પાછલા છ મહિનાથી ડિપ્રેશનમાં હતો. કેટલાક સુશાંતના લથડિયાં ખાતા કરિયરને આત્મહત્યાનું કારણ માની રહ્યા છે, તો કેટલાકનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં પક્ષપાતને લઇ તેઓ ડિપ્રેશનમાં હતા. હાલમાં જ સુશાંતના હાથમાંથી કેટલીય ફિલ્મો છૂટી ગઇ હતી.

આ સુસાઇડ નહિ, આ પ્લાન્ડ મર્ડર છે
કંગનાએ કહ્યું, "આ આત્મહત્યા નથી આ પ્લાન્ડ મર્ડર હતું. સુશાંતની ભૂલ એટલી જ કે બૉલીવુડના લોકોના કહેવા પર તે માની ગયો કે તું વર્થલેસ છો. તેણે પોતાની માની ના સાંભળી. આપણે એ ચૂંટવાનું છે કે ઇતિહાસ કોણ લખશે..."

સુશાંત સિંહ રાજપૂતનું નિધન
14 જૂને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પતાના મુંબઇ આવાસ પર ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. લોકો સાથે પૂછપરછ ચાલુ છે.
Please don't miss. Carefully Listen what did Sushant Singh Rajput say about his friends in Bollywood. 😭😭😭💔💔#JusticeForSushantSinghRajput #BoycottKaranJoharGang #bollywoodnepotism #SonamKapoor #KaranJoharIsBULLY #SalmanKhan #BoycottFakeStars #Nepotism pic.twitter.com/aoFpo79Ue5
— Pushpendra Kulshreshtha (@iArmySupporter) June 16, 2020












Click it and Unblock the Notifications
