LUS In Pics : ‘હું તો તોતડો અને કદરૂપો હતો’

મુંબઈ, 8 જુલાઈ : બૉલીવુડ ફિલ્મ એક દૂજે કે લિયે યાદ છે? જરૂર યાદ હશે કમલ હસન અને રતિ અગ્નિહોત્રીની આ ફિલ્મ કોણ ભૂલી શકે. આપ વિચારતાં હશો કે અમે આ ફિલ્મને કેમ યાદ કરી રહ્યાં છે. આ ફિલ્મને એટલા યાદ આવી ગઈ, કારણ કે રતિ અગ્નિહોત્રીને આ જ ફિલ્મ દ્વારા ઓળખ મળી અને હવે તેમના પુત્ર તનુજ વીરવાણી પણ બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે.

નવોદિત અભિનેતા તનુજ વીરવાણી રતિ અગ્નિહોત્રીના પુત્ર છે અને ટુંકમાં જ લવ યૂ સોણિયો ફિલ્મમાં નજરે પડનાર છે. તનુજે ક્યારેય વિચાર્યું જ નહોતું કે તેઓ અભિનેતા બની શકશે, કારણ કે તેઓ ખૂબ જ જાડા, ખરાબ ત્વચા ધરાવતાં હતાં. ઉપરાંત તેઓ તોતળા પણ હતાં. એવામાં તેમના માટે અભિનયનું સ્વપ્ન જોવું મુશ્કેલ હતું. તેઓ લેખક કે દિગ્દર્શક બનવાના સ્વપ્ન જોતા હતાં.

લવ યૂ સોણિયો ફિલ્મનું શનિવારે મ્યુઝિક લૉન્ચ થયું. આ ફિલ્મમાં તનુજ સાથે નવોદિત અભિનેત્રી નેહા હિંગે છે. હર્ષ જૈન, બીના મહેતા અને જોઈ રાજન નિર્મિત ફિલ્મનું દિગ્દર્શન જોઈ રાજને કર્યું છે. ફિલ્મ આગામી 26મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે.

આવો તસવીરો સાથે જાણીએ તનુજ વીરવાણીએ વધુમાં શું કહ્યું :

બહુ જાડો અને તોતળો હતો

બહુ જાડો અને તોતળો હતો

તનુજ વીરવાણીએ જણાવ્યું - હું ક્યારેય અભિનય ક્ષેત્રે આવવા નહોતો માંગતો. હું બહુ જાડો હતો. મારી ત્વચા ખરાબ હતી અને દાંતમાં બ્રૅસિઝ લાગેલા હતાં. મને હકલાવવાની પણ આદત હતી.

પડદા પાછળ રહેવાનો ઇરાદો

પડદા પાછળ રહેવાનો ઇરાદો

તનુજ વીરવાણી કદરૂપા હોવાના કારણે એક લેખક અને દિગ્દર્શક તરીકે કાયમ પડદા પાછળ રહેવા માંગતા હતાં, પરંતુ એક દિવસ તેમણે પોતાનો ઇરાદો બદલ્યો અને અભિનય ક્ષેત્રે ઝંપલાવી દીધું.

કૅમેરા સામે આવવાનો નિર્ણય

કૅમેરા સામે આવવાનો નિર્ણય

તનુજે જણાવ્યું - હું એક સવારે ઉઠ્યો અને પોતાને કૅમેરા સામે લાવવાનો નિર્ણય કર્યો. મેં તે વખતે પોતાના માતાને પણ જણાવ્યું નહોતું. આ મારો પોતાનો નિર્ણય હતો. હકીકતમાં એક ફિલ્મની પસંદગી કર્યા બાદ મને પૈસા મળ્યા હતાં. હું માતા પાસે ગયો અને જણાવ્યું કે હું અભિનેતા બની રહ્યો છું. મેં ચેક તેમને આપ્યો અને તેઓ સમજ્યાં કે હું તેમની સાથે મજાક કરુ છું.

26મી જુલાઈએ રિલીઝ

26મી જુલાઈએ રિલીઝ

જોઈ રાજન દિગ્દર્શિત લવ યૂ સોણિયો ફિલ્મ 26મી જુલાઈના રોજ રિલીઝ થશે. તેમાં તનુજના નાયિકા 2010ના મિસ ઇન્ડિયા નેહા હિંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X