Pics : ‘પોલીસનો તાલિબાની વ્યવહાર, મને યૂપીની સમજી હેરાન કરાઈ’!
મુંબઈ, 7 મે : સામાન્ય રીતે વિવાદોમાં રહેનાર મૉડેલ-સહ-અભિનેત્રી પૂનમ પાન્ડેએ મુંબઈ પોલીસ ઉપર આરોપોની ઝડી વરસાવી છે. પૂનમનું કહેવું છે - મને ઉત્તર પ્રદેશની ગણવામાં આવી અને એટલા માટે જ હેરાન કરવામાં આવી. મારી સરનેમ પાન્ડે જ પોલીસને ખૂંચી અને એટલા માટે જ મારી સાથે તાલિબાન જેવો વ્યવહાર કરવામાં આવ્યો.
પૂનમ પાન્ડેની તાજેતરમાં જ પોલીસે અશ્લીલ ચેનચાળાના આરોપસર ધરપકડ કરી હતી. પૂનમ પાન્ડે આ બાબતથી ખૂબ જ ગુસ્સામાં છે અને તેમનું કહેવું છે કે કારણ કે તેઓની અટક પાન્ડે છે, એટલે જ પોલીસે પાન્ડે અટક સાંભળતા જ પોતાનો વ્યવહાર બદલી નાંખ્યો. પૂનમનો એ પણ આરોપ છે કે પોલીસ વાળા મારી ઓળખ ખુલતા જ પ્રસિદ્ધિ પામવા માટે રઘવાયા બની ગયા હતાં.
ચાલો તસવીરો સાથે જાણીએ પૂનમ પાન્ડેના દિલની વ્યથા :

પૂનમની ધરપકડ
વિવાદોમાં રહેતા મૉડેલ પૂનમ પાન્ડેની તાજેતરમાં જ પોલીસે ધરપકડ કરી હતી અને કારમાં પુરુષ સાથે કથિત રીતે ખોટો વ્યવહાર કરવા અંગે પૂછપરછ કરી હતી.

અટક જ બની મુશ્કેલી
પૂનમનું કહેવું છે કે તેમની અટક જ તેમની છબીની વિરુદ્ધ થઈ ગઈ. આ બનાવ શનિવાર રાત્રે મીરા રોડ ખાતે તેમના ઘર નજીક બન્યો અને તેમની સાથે તેમનો ભાઈ પણ હતો.

તાલિબાનથી બદતર
પૂનમે જણાવ્યું - આ તાલિબન કરતા પણ બદતર છે. જ્યારે પોલીસે મારી પૂછપરછ કરી, ત્યારે રાતના સાડા દસ વાગતા હતાં. હું મારા પોતાના ભાઈ આદિત્ય પાન્ડે સાથે હતી. હું નથી દારૂ પીતી હતી કે નથી કોઈ ખોટો વ્યવહાર કરી રહી હતી.

નામ જાણતા જ વ્યવહાર બદલાયો
પૂનમે જણાવ્યું - પોલીસે જ્યાં સુધી મારૂ નામ નહોતુ સાંભળ્યું, ત્યાં સુધી સામાન્ય વ્યવહાર કર્યો. જે ક્ષણે મેં કહ્યું કે હું પૂનમ પાન્ડે છું, તેમનો વ્યવહાર બદલાઈ ગયો.

પ્રસિદ્ધિનો નુસ્ખો
પૂનમે જણાવ્યું - પોલીસને લાગ્યું કે હું પૂનમ પાન્ડે છું, તેઓ પોતાના જીવનમાં કંઇક રોમાંચક બનાવી સકે છે અને તેઓ આઠ મિનિટમાં પ્રસિદ્ધ થઈ ગયાં. અચાનક આ બધુ ટીવી ચૅનલો પર આવી ગયું.

મને યૂપી વાળી સમજી
પૂનમ પાન્ડેને લાગે છે કે કદાચ તેમની અટકના કારણે આવું થયું. તેમણે જણાવ્યું - કદાચ સ્થાનિક કાનૂન વ્યવસ્થાને લાગે છે કે હું ઉત્તર પ્રદેશથી છું, કારણ કે મારી અટક પાન્ડે છે.

હું મુંબઈની છું
પૂનમે જણાવ્યું - પરંતુ હું મુંબઈમાં જ પેદા થઈ અને ઉછરી છું. અને જો આવુ ન પણ હોત, તોય પોલીસને મારા વ્યવહાર અંગે સવાલ કરવાનો શો હક છે?

પૂરા કપડામાં હતી
પૂનમે જણાવ્યું - હું પૂરા કપડામાં હતી. શનિવારના બનાવથી પૂનમનો પરિવાર સદમામાં છે.

ભાઈને આઘાત
પૂનમે જણાવ્યું - મારા ભાઈને આઘાત લાગ્યું. મારા માતા-પિતા મને દોષ આપે છે, પણ આમાં મારી ભૂલ ક્યાં હતી?
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
