Video: મીડિયાને જોઈ ઈબ્રાહિમ અલી ખાનને લાગ્યો ઝટકો, ગુસ્સામાં સ્ટારકિડે કહ્યુ - મીડિયા મારા મોઢામાં ઘૂસી ગઈ
Ibrahim Ali Khan Troll: બૉલિવુડમાં હાલમાં દરેક જગ્યાએ ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીના અફેરની ચર્ચા છે. ફરી એકવાર બંને શનિવારે મોડી રાત્રે એક મૂવી ડેટ પર જોવા મળ્યા હતા. જોકે આ દરમિયાન બંને ફિલ્મ જોવા માટે અલગ-અલગ પહોંચ્યા હતા.
આ દરમિયાન ઈબ્રાહિમ અલી ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે ફિલ્મ જોઈને થિયેટરમાંથી બહાર આવે છે. આ દરમિયાન તે કોઈની સાથે ફોન પર વાત કરે છે અને કહે છે, 'મીડિયા પણ અહીં આવી ગયું છે અને મીડિયા મારા મોંમાં ઘૂસી ગયું છે.'

આ દરમિયાન ઈબ્રાહિમ અલી ખાન પોતાના હાથમાં રુમર્ડ ગર્લફ્રેન્ડ પલક તિવારીની જેકેટ પકડેલો જોવા મળ્યો હતો. વીડિયોમાં ઈબ્રાહિમ અલી ખાનનું આ વલણ જોઈને પાપારાઝી કહે છે કે એવું કંઈ નથી. પાપારાઝી તેને પૂછે છે કે બાર્બી જોઈને આવ્યા, કેવી છે મૂવી. તે આ અંગે વધુ પ્રતિક્રિયા આપતો નથી. આ પછી ઈબ્રાહિમ ત્યાંથી પોતાની કારમાં જતો રહે છે.
ઈબ્રાહિમ અલી ખાનનું આ વર્તન જોઈને ચાહકો ગુસ્સે થઈ ગયા. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું, તમે તેને કેમ ફોલો કરતા રહો છો, શું કોઈ સ્ટેટસ છે તેનુ? લોકો બાપના નામે જ જાણે છે તેને.
વળી, અન્ય એક યુઝરે લખ્યું, 'એકવાર ઘૂસી જ જાઓ, પછી જ તે સમજી શકશે.' એકે લખ્યું, 'મીડિયા તેની નજીક કેમ જાય છે, આટલો એટીટ્યુટ બતાવી રહ્યો છે. મીડિયા આની પાસે જાય છે જ શું કામ. બીજી તરફ, કેટલાક યુઝર્સે પાપારાઝીને ઝાટકીને કહ્યુ કે તેઓ અપમાનિત થવા માટે જ આવા લોકોને કવર કરે છે.












Click it and Unblock the Notifications
