IC 814 : કાંધાર હાઈજેકમાં સામેલ આંતકીઓના સાચા નામ શું હતા? જાણો કેમ વિવાદ થઈ રહ્યો છે?

હાલમાં જ નેટફ્લિક્સ પર રિલિઝ થયેલી વેબ સિરીઝ IC 814 ને લઈને વિવાદ થઈ રહ્યો છે. તત્કાલિન એનડીએ સરકારની સૌથી મોટી નાકામીને લઈને બીજેપી હંગામો મચાવી રહી છે.

IC 814: The Kandahar Hijack Story માં ડિસેમ્બર 1999માં ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ 814ના હાઈજેક પર આધારિત છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે અનુભવ સિન્હા દ્વારા નિર્મિત આ વેબ સિરીઝમાં કથિત અપહરણકર્તાઓના નામ બદલીને હિન્દુ કરવામાં આવ્યા છે.

IC 814

Netflix પર રિલીઝ થયેલી IC 814: ધ કંદહાર હાઇજેક ભારતીય એરલાઇન્સની ફ્લાઇટ IC 814ના હાઇજેકની કહાની છે.

નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ જતી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટને પાંચ આતંકવાદીઓએ હાઈજેક કરી હતી. પ્લેનને હાઇજેક કરવામાં આવ્યું અને ઘણી જગ્યાએ લેન્ડ કરવાની ફરજ પડી હતી. આખરે અફઘાનિસ્તાનના કંધારમાં પ્લેનને રોકી દેવામાં આવ્યું હતું. જે તાલિબાનના નિયંત્રણમાં હતું.

આ સિરીઝમાં અપહરણકર્તાઓને ચીફ, ડોક્ટર, બર્ગર, ભોલા અને શંકર તરીકે ઓળખાવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ એ હકીકત પર નિરાશા વ્યક્ત કરી કે અપહરણકર્તાઓને ભોલા અને શંકરનું નામ આપવામાં આવ્યું છે. હકિકતમાં તે મુસ્લિમ હતા.

6 જાન્યુઆરી, 2000ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ હાઇજેકમાં સામેલ અપહરણકર્તાઓના નામ આ પ્રમાણે હતા.

  • ઇબ્રાહીમ અથર, બહાવલપુર
  • શાહિત અખ્તર સઈદ, ગુલશન ઈકબાલ, કરાચી
  • સન્ની અહેમદ કાઝી, ડિફેન્સ એરિયા, કરાચી
  • મિસ્ટ ઝહૂર ઈબ્રાહીમ, અખ્તર કોલોની, કરાચી
  • શાકીર, સુક્કુર શહેર

વિદેશ મંત્રાલયે ખુલાસો કર્યો હતો કે અપહરણકર્તાઓએ અપહરણ કરાયેલા વિમાનમાં સવાર મુસાફરોના કોડ નામો રાખ્યા હતા. જે ચીફ, ડોક્ટર, બર્ગર, ભોલા અને શંકર હતા. આ એવા નામ હતા જેનાથી અપહરણકર્તાઓ એકબીજાને બોલાવતા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X