Kiss સામે વાંધો નથી, પણ Bikini? ના બાબા ના...
મુંબઈ, 28 જુલાઈ : પુનઃ એક વાર એક પાકિસ્તાની અભિનેત્રી બૉલીવુડમાં દસ્તક આપવા તૈયાર છે. નામ છે હુમૈમા મલિક. તેમની એન્ટ્રી થવા જઈ રહી છે બૉલીવુડના સીરિયલ કિસર ઇમરાન હાશમી સાથે. હુમૈમાની આ પહેલી ફિલ્મનં નામ રાજા નટવરલાલ છે કે જેમાં હુમૈમાએ કિસિંગ સીન્સ આપ્યાં છે.
યૂટીવી મોશન પિક્ચર્સ બૅનર હેઠળ તથા કુણાલ દેશમુખના દિગ્દર્શન હેઠળ નિર્મિત રાજા નટવરલાલ ફિલ્મમાં ઇમરાન હાશમી અને હુમૈમા મલિકા ઉપરાંત કે કે મેનન અને પરેશ રાવલ પણ છે. ઇમરાન હાશમીને પોતાના ડામાડોળ કૅરિયરના દોરમાં રાજા નટવરલાલ પાસે ઘણી આશાઓ છે, તો હુમૈમાના બૉલીવુડ કૅરિયરની દિશા પણ રાજા નટવરલાલ નક્કી કરશે.
ચાલો તસવીરો સાથે જાણીએ શું કહે છે હુમૈમા મલિક :

રાજા નટવરલાલમાં કિસિંગ સીન્સ
હુમૈમા મલિકે પોતાની પ્રથમ જ ફિલ્મ રાજા નટવરલાલ ભરપૂર કિસિંગ સીન્સ આપ્યાં છે.

પણ બિકિની નહીં
હુમૈમા કહે છે કે ફિલ્મોમાં કિસિંગ સીન્સ આપવામાં તેમને વાંધો નથી, પણ બિકિની પહેરવા સામે સખત વાંધો છે.

કદાચ હું નહીં પહેરી શકું
હુમૈમાએ જણાવ્યું - મને નથી લાગતું કે હું બિકિની પહેરી શકીશ. મને સાચે જ એવુ નથી લાગતું.

જરૂર શું છે?
હુમૈમાએ જણાવ્યું - જ્યારે હું સારી અભિનેત્રી છું, ત્યારે બિકિની પહેરવાની શું જરૂર છે?

અશ્લીલતા નથી
હુમૈમાએ જણાવ્યું - રાજા નટવરલાલમાં ભારે અશ્લીલતા નથી. દરેક રૂમાની દૃશ્યો યથાર્થ છે અને તેમને સંવેદનશીલ રીતે ફિલ્માવાયાં છે.

ઇમરાનના ફૅન્સ પાકમાં પણ
હુમૈમાએ જણાવ્યું - પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં ઇમરાન હાશમી અને સલમાન ખાના ફૅન્સ છે. બંનેની ફિલ્મો પાકમાં પણ સારી ચાલે છે.

ઇમરાન પાકિસ્તાની
હુમૈમાએ જણાવ્યું - પાકિસ્તાનમાં ઘણા લોકોને લાગે છે કે ઇમરાન પાકિસ્તાની છે. તેથી મને વિશ્વાસ છે કે પાકમાં રાજા નટવરલાલને શાનદાર શરુઆત મળશે.

ઑગસ્ટમાં રિલીઝ
હુમૈમા મલિકની પહેલી ફિલ્મ રાજા નટવરલાલ આગામી 29મી ઑગસ્ટે રિલીઝ થવાની છે.












Click it and Unblock the Notifications
