Just Think : અગર ગીત કી ટ્રેન ન છૂટતી, તો કૈસે બનતી જબ વી મેટ...

મુંબઈ, 29 ઑક્ટોબર : દરેક ફિલ્મની વાર્તામાં કેટલાક ટ્વિસ્ટ્સ એવા હોય છે કે જે લોકોને એકદમ બાંધી લે છે. ક્યારેક-ક્યારેક લોકો વાર્તા સાથે જોડાઈ જાય છે, તો ક્યારેક તેમાં ખોવાઈ જાય છે, પણ જો આ ટ્વિસ્ટને જ ટ્વિસ્ટ કરી દેવામાં આવે તો? કેવી બને વાર્તા?

ઇમ્તિયાઝ અલી જબ વી મેટ ફિલ્મની વાર્તા લખતી વખતે માત્ર કરીના કપૂર અંગે વિચાર્યું અને વિચાર્યુ પણ એવું કે કરીનાએ રેકૉર્ડ બનાવી દીધો, પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે જબ વી મેટમાં જો ગીત (કરીના કપૂર)ની ટ્રેન મિસ જ ન થાત તો? જરા વિચારી જુઓ આમ કે આવું થાત, તો શું થાત?

ચાલો સ્લાઇડર સાથે જોઇએ વાર્તાની બૅન્ડ વાગડનાર ટ્વિસ્ટ્સ :

પહેલા જ સીનમાં મિસ થઈ ગીતની ટ્રેન

પહેલા જ સીનમાં મિસ થઈ ગીતની ટ્રેન

ટ્રેન પાછળ ભાગતી ગીતને જોઈ એક યુવાને તેનો હાથ પકડી ટ્રેનની અંદર ખેંચી લીધી, પણ ધારી લો કે ત્યાં કોઈ યુવતી હો, તો તે આવું કોઈ સ્ટંટ કરત ખરી? ગીત ટ્રેનમાં બેસતી નહીં, આદિ (શાહિદ કપૂર)ને મળતી નહીં અને આમ જબ વી મેટ ફિલ્મ પણ બની હોતી. એટલે કે કહાનીની બૅન્ડ!

ટીટીએ શાહિદની ટિકિટ ન કાપી

ટીટીએ શાહિદની ટિકિટ ન કાપી

વગર ટિકિટે યાત્રા કરવી ગુનો છે, પણ આમ છતાં આપણા હીરો ટિકિટ વગર મુસાફરી કરી રહ્યા હતાં. હવે માની લ્યો કે કોઈ બહુ પ્રામાણિક ટીટી હોત અને કરીનાની બક-બક ઇગ્નૉર કરી કન્વિંસ ન થયો હોત, તો શાહિદે આગામી સ્ટેશને ઉતરી પરત ઘરે જવા માટે રિક્શા પકડી લીધી હોત. એટલે કે કહાનીની બૅન્ડ!

પાણીવાળો પ્રામાણિક હોત તો?

પાણીવાળો પ્રામાણિક હોત તો?

પાણીવાળા પાસે ચિલ્લર હોત અને પ્રામાણિકતાથી પરત કરી દેત, તો ન ગીત ઝગડો કરત, ન ટ્રેન મિસ થાત, ન સામાન જતો અને ન ગીત પહોંચતી. ન હોત રતલામની સુંદર શેરીઓ અને ન હોત ગીત તથા આદિત્ય કશ્યપની મુલાકાત. એટલે કે કહાનીની બૅન્ડ!

હોટેલમાં રેડ દરમિયાન ઝડપાઈ જાત ગીત

હોટેલમાં રેડ દરમિયાન ઝડપાઈ જાત ગીત

ગીત અને આદિત્ય હોટેલ ડિસેંટમાં રોકાણ કરે છે અને ત્યાં પોલીસની રેડ પડે છે. જોકે બંને ભાગી નિકળે છે, પણ જો રઆ રેડમાં બંને ઝડપાઈ ગયા હોત, તો થોડુકં ફૅમિલી સિયાપા થાત. કાં તો ગીતના હાથ-પગ તોડી ઘરે બેસાડી દેવાત કાં તો બંનેના લગ્ન કરી દેવાતા. આ કેસમાં તો વાર્તાનો ધ એન્ડ!

અંશુમાન ન ફગાવત ગીતનો પ્રેમ

અંશુમાન ન ફગાવત ગીતનો પ્રેમ

જો અંશુમાન ગીતનો પ્રેમ ન ફગાવત, તો બંને લગ્ન કરી પહાડીઓ પર ગીતના સપનાનું ઘર બનાવી કુમાર ગૌરવ વિજેયતા પંડીતની જેમ દેખો મૈંને દેખા હૈ યે ઇક સપના... ગીત ગાઈ રહ્યા હોત. અને આ તો કહાનીની નક્કી બૅન્ડ વાગી જાત.

મંજીત ગીતને માફ કરત

મંજીત ગીતને માફ કરત

જો મંજીત ગીતને માફ કરી દેત, તો બંનેના લગ્નમાં શાહિદ નગાડો વગાડી મૌજા હી મૌજા નાચત. હા, દિગ્દર્શક ધારત તો શાહિદને લૉલીપૉપ થમાવી દેત ગીતની બહેન તરીકે. અને આમ તો ફુલટૂ વાર્તાની બૅન્ડ વાગી જાત.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X