• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics-Trailer : યુવાન છો? તો ચૂકશો નહીં ‘ધ લાઇટ વિવેકાનંદ’

|

ગાંધીનગર (કન્હૈયા કોષ્ટી) : બદલાતા પરિવેશમાં ફિલ્મો હવે જાણે માત્ર યુવાનોની આસપાસ જ રહી ગઈ છે. ફિલ્મ જોનાર દર્શકોમાં 80 ટકા યુવાન વર્ગ જ હોય છે. એટલું જ નહીં પણ નિર્માતા-દિગ્દર્શકો પણ હવે કોઈ પણ ફિલ્મ બનાવતાં પહેલા યુવાન વર્ગને ધ્યાનમાં રાખે છે. એટલે જ તો આજે ભાગ મિલ્ખા ભાગ, રાંઝણા, આશિકી 2 જેવી ફિલ્મો હિટ થાય છે.

એવું નથી કે ફિલ્મો હવે તમામ વર્ગના લોકો માટે બનત નથી, પરંતુ એ બાબત એકદમ સાચી છે કે કોઈ પણ ફિલ્મના કેન્દ્રમાં હવે યુવા વર્ગ જ હોય છે. ફિલ્મનો વિષય ભલે ક્રાઇમ પર આધારિત હોય કે પ્રેમ પર, સામાજિક હોય કે આર્થિક, પરંતુ કેન્દ્રમાં યુવા વર્ગ જ હોય છે. આ જ શ્રેણીમાં વધુ એક ફિલ્મ આવી રહી છે કે જેનો વિષય કદાચ લોકો માટે રસપ્રદ ન હોય, પણ જે કોઈ પોતાની જાતને યુવાન ગણાવતો હોય, તેણે આ ફિલ્મ જરૂર જોવી જોઇએ. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ આ ફિલ્મ જોયા બાદ પ્રભાવિત થયાં અને તેમણે પણ યુવાનોને આ ફિલ્મ જોવાનું આહ્વાન કર્યું.

હા જી. આ ફિલ્મ છે ભારતીય સ્વાભિમાનને સમગ્ર વિશ્વમાં પ્રગટાવનાર સ્વામી વિવેકાનંદ ઉપર. ટ્રાયકલર પ્રોડક્શન્સ પ્રા. લિ.ના બૅનર હેઠળ જે મિશ્રા નિર્મિત તથા ઉત્પલ સિન્હા દિગ્દર્શિત આ ફિલ્મનું નામ છે ધ લાઇટ સ્વામી વિવેકાનંદ. રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદ વિશે અહીં લખવાનો કોઈ ઇરાદો નથી, કારણ કે તેમના વિશે ઘણું બધું અગાઉ લખાઈ ગયું છે. આમ છતાં ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મ ઘણું બધું કહેવામાં સમર્થ છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો અને જોઇએ ટ્રેલર પણ :

દીપ ભટ્ટાચાર્ય બન્યાં વિવેકાનંદ

દીપ ભટ્ટાચાર્ય બન્યાં વિવેકાનંદ

ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મમાં દીપ ભટ્ટાચાર્ય સ્વામી વિવેકાનંદનો રોલ કરી રહ્યાં છે. ઉપરાંત ગાર્ગી રૉય ચૌધરી, પ્રેમાંકુર ચટ્ટોપાધ્યાય, કર્ટની સ્ટિફન્સ, બિસ્વજીત ચક્રવર્તી, પિયાલી મિત્રા, અર્ચિતા સાહૂ તથા સયક ચક્રવર્તી પણ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે.

યુવાનો માટે પડકાર છે

યુવાનો માટે પડકાર છે

આજના યુવાનો ફિલ્મો જોવા પ્રત્યે હંમેશા આકર્ષાય છે. તેમાંય ફિલ્મોનો આધાર જો પ્રેમ અને સેક્સ તથા અંગ પ્રદર્શન હોય, તો યુવાનો ખાસ આકર્ષાય છે, પરંતુ ધ લાઇટ સ્વામી વિવેકાનંદ આજના યુવાનો માટે પડકાર છે. આ ફિલ્મ આજના યુવાનોને પડકાર ફેંકે છે કે જો તેઓ સાચે જ યુવાન છે અને ભારતીય યુવાન છે, તો તેઓએ આ ફિલ્મ એક વાર જરૂર જોવી જોઇએ.

ભારતની ઓળખ બતાવશે

ભારતની ઓળખ બતાવશે

ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મ આજના એ યુવાનો માટે પણ ખાસ છે કે જેઓ માત્ર અને માત્ર પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલા છે. જે યુવાનો માટે આજે ભારતીય સંસ્કૃતિ માત્ર ધતિંગ છે. જે યુવાનો ભારતીય અધ્યાત્મ અને ભારતીય શાસ્ત્રોને માત્ર ઉપદેશકારક તરીકે માને છે. આવા યુવાનોએ પણ એક વાર ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મ જરૂર જોવી જોઇએ.

અનેક ભ્રાંતિઓ તોડશે

અનેક ભ્રાંતિઓ તોડશે

આ ફિલ્મ આજના યુવાનોની ભારતીય અધ્યાત્મ, ભારતીય સંસ્કૃતિ તથા ભારતીય મૂલ્યો પ્રત્યેની અનેક ભ્રાંતિઓને તોડશે. ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મ આજના સમયમાં ભારતીય અધ્યાત્મની શક્તિની ઓળખ કરાવશે, તો બીજી બાજુ સમસ્યાઓ અને શંકાઓથી ઘેરાયેલા આજના યુવાનોને એક સુંદર, શાંત અને સ્થિર જીવનશૈલી માટે પ્રેરણા પણ પૂરી પાડશે.

મોદીએ પણ કર્યું આહ્વાન

મોદીએ પણ કર્યું આહ્વાન

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે ગઈકાલે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું અને મોદીએ પણ યુવા વર્ગનું આહ્વાન કર્યું કે તે ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મ જરૂર જુએ.

જુઓ જરા ટ્રેલર

ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મનું ટ્રેલર જારી થઈ ગયું છે. ટ્રેલર જ એટલું બધું દમદાર છે કે તેના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ ખૂબ જ અસાધારણ હશે.

English summary
If You Are Young, you should must watch The Light Swami Vivekananda Movie. Gujarat Chief Minsiter Narendra Modi also said that through this film the youth can get inspired a lot and urged youngsters to go and enjoy the film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more