આઇફામાં બર્ફીનો સપાટો, 14 ઍવૉર્ડ્સ મેળવ્યાં
મુંબઈ, 8 જુલાઈ : બૉલીવુડ સ્ટાર્સ માટે આઇફા ઍવૉર્ડ્સ બહુ મહત્વ ધરાવે છે. તેથી જ ફિલ્મી સ્ટાર્સ ઘણા દિવસ અગાઉથી જ આ શોનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરે છે. દર વખતની જેમ આ વર્ષે પણ આઇફા ઍવૉર્ડ્સ બૉલીવુડ માટે ખાસ રહ્યો. મકાઉની ધરતી ઉપર ફિલ્મી સ્ટાર્સ નાચ્યાં જ નહિં, પણ પુરસ્કારોથી પણ નવાજાયાં.
આપને જાણીને આશ્ચર્ય પણ થશે અને ખુશી પણ, કારણ કે બર્ફી ફિલ્મે આઇફામાં સપાટો બોલાવતાં 14 ઍવૉર્ડ્સ પોતાના નામે કર્યાં. બર્ફી માટે ઍવૉર્ડ ગ્રહણ કરતાંકરતાં અનુરાગ બાસુ તથા રણબીર કપૂર થાકી ગયા અને તાળીઓ વગાડતા-વગાડતા દર્શકો, પરંતુ દરેકના દિલમાંથી બસ એક જ વાત નિકળતી હતી કે અનુરાગની આ ફિલ્મ ઍવૉર્ડ પામવાની સાચે જ હકદાર છે. બર્ફીએ ગત વખતની ફિલ્મ વિકી ડૉનરનો રેકૉર્ડ તોડી નાંખ્યો. વિકી ડૉનરને 7 ઍવૉર્ડમળ્યા હતાં અને બર્ફીને 14.

નોંધનીય છે કે 2012ની સુપરહિટ ફિલ્મ બર્ફી એક રોમાંટિક-કૉમેડી ફિલ્મ છે. રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા તેમજ ઇલિયાના ડિસૂઝા અભિનીત બર્ફીમાં હીરો બોલી-સાંભળી નથી શકતો. તેના જીવનમાં બે મહિલાઓ આવે છે. એકને હીરો પ્રેમ કરે છે, પણ તે તેની સાથે લગ્ન નથી કરતી, કારણ કે તે શારીરિક સ્વસ્થ નથી, તો બીજી સ્ત્રી કે જે તેને પ્રેમ કરે છે, તે ઑટિઝ્મથી પીડાય છે.
આઇફા ઍવૉર્ડ્સમાં બર્ફીને બેસ્ટ ફિલ્મ, અનુરાગ બાસુને બર્ફી માટે બેસ્ટ ડાયરેક્ટર, રણબીર કપૂરને બેસ્ટ એક્ટર, અનુરાગ બાસુ તથા તાની બાસુને બેસ્ટ સ્ટોરી રાઇટર, પ્રીતમને બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર, પ્રીતમને બેસ્ટ બૅકગ્રાઉન્ડ સ્કોર, રવિ વર્મનને બેસ્ટ સિનેમેટૉગ્રાફી, અકી નરૂલા તથા શીફૈલિનાને બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇનર, ઉદય શેરઅલીને બેસ્ટ મેક-અપ, રજત પોદ્દારને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન, અનુરાગ બાસુ તથા તાની બાસુને બેસ્ટ સ્ક્રીન પ્લે, દેવાજીતને બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ, એરિક પિલ્લૈ-ફીચર સાઉન્ડ ઑફ બૉમ્બેને બેસ્ટ સાઉન્ડ રેકૉર્ડિંગ અને શહજાત કોય્યારીને બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન ઍવૉર્ડ મળ્યો.












Click it and Unblock the Notifications
