For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IIFA 2015 જાણો કોને કયો એવોર્ડ મળ્યો

|
Google Oneindia Gujarati News

ફાઇનલી, જે એવોર્ડની કાગડોળે રાહ જોવાઇ રહી હતી તેવા આઇફા 2015ના એવોર્ડનું આયોજન રવિવારે, કુઆલાલંપુરમાં કરવામાં આવ્યું.

જ્યાં બોલીવૂડની તમામ નાની-મોટી હસ્તીઓ અને સેલેબ્રિટીઓ હાજર રહી. આ એવોર્ડ ફંકશનમાં જ્યાં દિપીકા પાદુકોણને "વુમન ઓફ ધ યર"ના ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ત્યાં જ જાણીતા ડાયરેક્ટર સુભાષ ધાઇને પણ "આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યૂશન" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

વધુમાં રિતેષ દેશમુખની ફિલ્મ લાઇ ભારીને શ્રેષ્ઠ રિઝનલ ફિલ્મથી સન્માનિત કરવામાં આવી. ત્યારે આ એવોર્ડ ફંકશનમાં કઇ ફિલ્મે બાજી મારી તથા કોને કયો એવોર્ડ મળ્યો તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

બેસ્ટ ડેબ્યૂ ફિમેલ

બેસ્ટ ડેબ્યૂ ફિમેલ

હિરોપંતીની હિરોઇન ક્રિર્તી સેનનને મળ્યો આઇફામાં બેસ્ટ ડેબ્યૂ ફિમેલનો એવોર્ડ

બેસ્ટ ડેબ્યૂ મેલ

બેસ્ટ ડેબ્યૂ મેલ

બેસ્ટ ડેબ્યૂ મેલનો એવોર્ડ હેન્ડસમ હંક ટાઇગર શ્રોફને મળ્યો.

બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર

બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર

મેરી કોમના ડાયરેક્ટર ઉમંગ કુમારને બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો.

બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર

બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર

શંકર-અહેસાન-લોયને 2 સ્ટેટ ફિલ્મ માટે બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો.

બેસ્ટ પ્લેબેક સિંગર મેલ

બેસ્ટ પ્લેબેક સિંગર મેલ

અંકિત તિવારીને એક થા વિલિન ફિલ્મના ગલિયા સોંગ માટે બેસ્ટ પ્લેબેક સિંગર મેલનો એવોર્ડ મળ્યો.

બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલ

બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલ

રાગિની MMS 2 ના બેબી ડોલ ગીત માટે કનિકા કપૂરને બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલનો એવોર્ડ મળ્યો.

કોમિક રોલ

કોમિક રોલ

તુ મેરા હિરો ફિલ્મ માટે વરુણ ધવનને બેસ્ટ કોમિક રોલનો એવોર્ડ મળ્યો

નેગેટિવ રોલ

નેગેટિવ રોલ

હૈદર ફિલ્મ માટે કે કે મેનનને બેસ્ટ નેગેરિટ રોલનો એવોર્ડ મળ્યો.

સપોર્ટિંગ રોલ મેલ

સપોર્ટિંગ રોલ મેલ

એક થા વિલન ફિલ્મ માટે રિતેશ દેશમુખને બેસ્ટ સપોર્ટિંગ રોલનો એવોર્ડ મળ્યો.

સપોર્ટિંગ રોલ ફિમેલ

સપોર્ટિંગ રોલ ફિમેલ

હૈદર ફિલ્મ માટે તબ્બુને બેસ્ટ સપોર્ટિંગ રોલ ફિમેલનો એવોર્ડ મળ્યો.

બેસ્ટ સ્ટોરી

બેસ્ટ સ્ટોરી

ક્વીન ફિલ્મને મળ્યો બેસ્ટ સ્ટોરીનો એવોર્ડ. આ માટે વિકાસ અને ચૈતાલી પરમાર મળ્યો એવોર્ડ.

બેસ્ટ ડાયરેક્ટર

બેસ્ટ ડાયરેક્ટર

પી.કે ફિલ્મ માટે રાજકુમાર હિરાનીને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો.

બેસ્ટ હિરો

બેસ્ટ હિરો

હૈદર ફિલ્મ માટે શાહિદ કપૂરને બેસ્ટ પર્ફોર્મન્સ ઇન લીડીંગ રોલ મેલનો એવોર્ડ મળ્યો.

બેસ્ટ હિરોઇન

બેસ્ટ હિરોઇન

ક્વીન માટે કંગના રાણાવતને બેસ્ટ પર્ફોર્મન્સ ઇન લીડીંગ રોલ ફિમેલનો એવોર્ડ મળ્યો છે.

English summary
The much awaited IIFA 2015 Awards have been announced and we have got hold of the complete list of winners.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X