IIFA Award 2019: કોને મળ્યો બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ અવૉર્ડ, જુઓ વિનર્સની લિસ્ટ
બુધવારની રાતે માયાનગરીમાં આઈફા અવૉર્ડ્ઝ 2019 નાઈટનું આયોજન કરવામાં આવ્યુ. અહીં છે વિજેતાઓની આખી યાદી
બુધવારની રાતે માયાનગરીમાં આઈફા અવૉર્ડ્ઝ 2019 નાઈટનું આયોજન કરવામાં આવ્યુ જેમાં ફિલ્મી અને ટીવીની દુનિયાના જાણીતા ચહેરા શામેલ થયા જેમણે આ સુંદર અવૉર્ડ નાઈટને પોતાની ઉપસ્થિતિથી વધુ રંગીન બનાવી દીધુ. ચમકતી આ સાંજ જેટલી સ્ટાર્સ માટે ચર્ચામાં રહી એટલી જ અવૉર્ડ વિજેતાઓ માટે પણ રહી.

આ વર્ષે આઈફા અવૉર્ડ્ઝને 20 વર્ષ પૂરા થયા...
આ વર્ષે આઈફા અવૉર્ડ્ઝને 20 વર્ષ પૂરા થયા અને આ વખતે મનોરંજન જગતનુ સૌથી મોટુ અવૉર્ડ ફંક્શન ઘણા સમય બાદ મુંબઈમાં આયોજિત થયુ, જેના કારણે આ વખતે સેલિબ્રેશન ડબલ થઈ ગયુ. સિતારાથી સજેલી આ સાંજમાં ઘણા સ્ટાર્સના ધમાકેદાર ડાંસ પર્ફોર્મન્સે પણ જબરદસ્ત માહોલ બનાવી દીધો. વળી, અભિનેતા રણબીર સિંહને ‘પદ્માવત' માટે અને આલિયા ભટ્ટને ફિલ્મ ‘રાજી' માટે બેસ્ટ એક્ટ્રેસનો આઈફા અવૉર્ડ મળ્યો.

અહીં છે વિજેતાઓની આખી યાદી
બેસ્ટ ફિલ્મ - રાજી
બેસ્ટ એક્ટ્રેસ - આલિયા ભટ્ટ (રાજી)
બેસ્ટ એક્ટર - રણવીર સિંહ (પદ્માવત)
બેસ્ટ ડાયરેક્ટર - શ્રીરામ રાઘવન (અંધાધુન)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ - અદિતિ રાવ હૈદરી (પદ્માવત)

સિતારોથી સજી મહેફીલ
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર - વિકી કૌશલ (સંજૂ)
બેસ્ટ મ્યુઝિક આલ્બમ - સોનુ કે ટીટુ કી સ્વીટી
બેસ્ટ સ્ટોરી - શ્રીરામ રાઘવન, પૂજા લાઢા સૂરતી, અરિજિત બિસ્વાસ, યોગેશ ચંદેકર, હેમંત રાવ (અંધાધુન)
બેસ્ટ લિરિક્સ - અમિતાભ ભટ્ટાચાર્ય (ધડક)

મુંબઈમાં કાલે રાતે દેખાયા... તારેં જમીં પર...
બેસ્ટ સિંગર - અરિજિત સિંહ (એ વતન, રાજી)
બેસ્ટ સિંગર - હર્ષદીપ કૌર, વિભા સરાફ (એ વતન, રાજી)
બેસ્ટ ડેબ્યુ એક્ટર - ઈશાન ખટ્ટર (ધડક)
બેસ્ટ એક્ટ્રેસ - સારા અલી ખાન (કેદારનાથ)
|
આઈફા સ્પેશિયલ અવૉર્ડ
20 વર્ષોમાં બેસ્ટ એક્ટર - રણબીર કપૂરને બરફી માટે આઈફાનો સ્પેશિયલ અવૉર્ડ મળ્યો. આ અવૉર્ડ હતો છેલ્લા 20 વર્ષોના બેસ્ટ એક્ટરનો.
20 વર્ષોમાં બેસ્ટ એક્ટ્રેસ - દીપિકા પાદુકોણને ચેન્નઈ એક્સપ્રેસ માટે છેલ્લા 20 વર્ષોમાં બેસ્ટ એક્ટ્રેસ માટે આઈફાનો સ્પેશિયલ અવૉર્ડ આપવામાં આવ્યો.
20 વર્ષોની બેસ્ટ - ફિલ્મ રાકેશ રોશનની ઋતિક રોશન અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ કહોના પ્યાર હેને છેલ્લા 20 વર્ષોની બેસ્ટ ફિલ્મનો અવૉર્ડ આપવામાં આવ્યો.
20 વર્ષોમાં બેસ્ટ ડાયરેક્ટર - રાજકુમાર હિરાને છેલ્લા 20 વર્ષોમાં બેસ્ટ ડાયરેક્ટરનો અવૉર્ડ આપવામાં આવ્યો.
20 વર્ષોમાં બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર - પ્રીતમને છેલ્લા 20 વર્ષોમાં બેસ્ટ મ્યુઝિક આપવા માટે આઈફાનો સ્પેશિયલ અવૉર્ડ મળ્યો.
20 વર્ષોમાં બેસ્ટ ડાંસ ડાયરેક્ટર - સરોજ ખાનને હિંદી સિનેમામાં પોતાના ખાસ યોગદાન માટે શ્રેષ્ઠ ઉપલબ્ધિના સમ્માનથી નવાઝવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
