Pics : ‘હાઈવે’ ઉપર 20મો જન્મ દિવસ ઉજવતાં આલિયા

મુંબઈ, 15 માર્ચ : આલિયા ભટ્ટ આજે 20 વરસના થઈ ગયાં. સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર આલિયા ભટ્ટે આજે પોતાનો 20મો જન્મ દિવસ હાઈવે ઉપર ઉજવ્યો છે. જોકે રખે ચૂકતાં... આ કોઈ જાહેર હાઈવે નથી, પણ ઇમ્તિયાઝ અલીની આવનાર ફિલ્મ હાઈવેની વાત છે. આલિયાએ ફિલ્મના સેટ ઉપર પોતાનો 20મો જન્મ દિવસ કેક કાપીને ઉજવ્યો.

જાણીતા નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટ અને સોની રાઝદાનના પુત્રી આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ, 1993ના રોજ મુંબઈ ખાતે થયો હતો. આલિયાએ પોતાના કૅરિયરની શરુઆત પોતાના હોમ પ્રોડક્શન એટલે કે ભટ્ટ કૅમ્પ સાથે ન કરતાં કરણ જૌહરની એસઓટીવાય સાથે કરી અને તેઓ પ્રથમ જ ફિલ્મ દ્વારા સફળતા પામ્યાં.

આલિયાને પોતાના 20મા જન્મ દિવસે ઇમ્તિયાઝ અલી દ્વારા હાઈવે ફિલ્મની ગિફ્ટ મળી છે. આલિયાએ જોકે તાજેતરમાં જ મર્ડર સિરીઝમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમને મર્ડર સિરીઝ તો હાલ નથી મળી, પણ હાઈવે જરૂર મળી છે. રણદીપ હુડા તેમના હીરો છે અને ફિલ્મમાં ઑસ્કાર વિજેતા એ. આર. રહેમાન પણ છે.

ઇમ્તિયાઝે પોતાની ફિલ્મ અંગે જણાવ્યું કે હાઈવે ફિલ્મ એક એવી વાર્તા પર આધારિત છે કે જે લોકોના હૃદયમાં વર્ષો સુધી જળવાઈ રહેશે. હાઈવે ફિલ્મ એક એવી દુનિયા દર્શાવશે કે જેમાં આપ પગલું રાખવાનો ઇંતેજાર નહીં કરી શકતાં. રૉકસ્ટાર બાદ પ્રથમ વાર ઇમ્તિયાઝ અને રહેમાનની જોડી પુનઃ નજરે પડશે.

તેમણે જણાવ્યું - મેં આ સફરે નિકળવા માટે રહેમાન સરનો સાથ માંગ્યો અને તેમણે હા કહી દીધી. મને લાગે છે કે આ ફિલ્મને રહેમાનની જરૂરિયાત અગાઉ કરતા વધુ હતી. ફિલ્મમાં આલિયા અને રણદીપ જેવી આઇડિયલ જોડી છે.

પોતાના 20મા જન્મ દિવસે હાઈવે ફિલ્મની ગિફ્ટ મેળવી આલિયા ભટ્ટ પણ ખૂબ ખુશ લાગે છે. એટલે જ તો તેમણે જન્મ દિવસનું કેક પણ હાઈવે ઉપર જ કાપ્યું અને જન્મ દિવસની ઉજવણી કરી.

આવો તસવીરોમાં જોઇએ આલિયા ભટ્ટ.

આલિયાએ હાઈવે ઉપર ઉજવ્યો જન્મ દિવસ

આલિયાએ હાઈવે ઉપર ઉજવ્યો જન્મ દિવસ

આલિયા ભટ્ટે આજે પોતાનો 20મો જન્મ દિવસ તેમને મળેલ નવી ફિલ્મ હાઈવેના સેટ ઉપર કેક કાપીને ઉજવ્યો.

રણદીપ, ઇમ્તિયાઝ, આલિયા

રણદીપ, ઇમ્તિયાઝ, આલિયા

હાઈવે ફિલ્મના એક દૃશ્યમાં રણદીપ હુડા, ઇમ્તિયાઝ અલી અને આલિયા ભટ્ટ.

રણદીપ, આલિયા, ઇમ્તિયાઝ

રણદીપ, આલિયા, ઇમ્તિયાઝ

હાઈવે ફિલ્મના દૃશ્યમાં રણદીપ હુડા, આલિયા ભટ્ટ, ઇમ્તિયાઝ અલી.

પારદર્શી ડ્રેસ દ્વારા બન્યા આકર્ષણના કેન્દ્ર

પારદર્શી ડ્રેસ દ્વારા બન્યા આકર્ષણના કેન્દ્ર

આલિયા ભટ્ટ તાજેતરમાં મર્ડર ફિલ્મની એક ઈવેન્ટમાં પારદર્શી ડ્રેસ પહેરી આવ્યાં અને લોકોના આકર્ષણના કેન્દ્ર બન્યાં.

તરુણી આલિયા

તરુણી આલિયા

તરુણી આલિયા ભટ્ટ.

પરિવાર સાથે આલિયા

પરિવાર સાથે આલિયા

બહેન પૂજા અને પપ્પા મહેશ ભટ્ટ સાથે આલિયા.

નાનકડી આલિયા

નાનકડી આલિયા

નાનકડી આલિયા ભટ્ટ. સલમાન સાથે પણ નાનકડી આલિયા ભટ્ટની આ રૅર તસવીર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X