સંજય દત્તે પત્રકારોને આપી ગંદી ગાળો, જુઓ વીડિયો
સંજય દત્તે પત્રકારોને આપી ગંદી ગાળો, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ ખુશીઓના તહેવાર દિવાળી પર સામાન્યથી લઈને ખાસ લોકો પોત-પોતાની રીતે સેલિબ્રેશન કરતા હોય છે, ફિલ્મી સ્ટાર્સે પણ આ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી હતી, બૉલીવુડમાં કેટલાય સ્ટાર્સે પોતાના ઘરે દિવાળીની પાર્ટી પણ રાખી હતી, પરંતુ આ દરમિયાન કંઈક એવું થયું જે કદાચ નહોતું થવું જોઈતું. અહીં વાત થઈ રહી છે અભિનેતા સંજય દત્તની, જેમણે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં હિન્દી સિનેમાના કેટલાય નામી ચેહરા સામેલ થયા હતા.

સંજય દત્તે પત્રકારોને ગાળો ભાંડી
પરંતુ આ પાર્ટી દરમિયાન સંજય દત્તે પત્રકારો સાથે દુર્વ્યવહાર કર્યો, એમણે પાર્ટીને કવર કરવા આવેલ ફોટોગ્રાફર્સને ગંદી ગાળો ભાંડી હતી, આ સમયે સંજય દત્ત નશામાં હતો. સંજય દત્તની આ હરકતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, લોકોને સંજૂ બાબાથી આવી અપેક્ષા નહોતી, જેના પર લોકોએ વાંધો ઉઠાવ્યો છે.

પત્ની અને બાળકો સાથે આપ્યો પોઝ
જણાવી દઈએ કે સંજય દત્તના ઘરે દિવાળીની પાર્ટી હતી, જેમાં એમણે બ્લૂ રંગનો પારંપારિક પહેરવેશ પહેર્યો હતો, પહેલા સંજય દત્તે પોતાની પત્ની માન્યતા અને બે બાળકો ઈકરા-શહરાન સાથે ઘરના મુખ્ય દરવાજા પાસે પત્રકારોને પોઝ આપ્યો.

પહેલા દેખાયા નરમ બાદમાં થયા ગરમ
સંજય દત્તના કહેવા પર બંને બાળકોએ મીડિયા વાળાઓને ભોજન અને પાણી માટે પૂછ્યું પરંતુ આ બાદ જે થયું તે હેરાન કરી દે તેવું હતું, પોઝ આપ્યા બાદ સંજૂ પોતાના પરિવાર સાથે ઘરની અંદર ચાલ્યા ગયા અને થોડા સમય બાદ જ્યારે તેઓ બહાર આવ્યા તો એકદમ બદલાયેલા હતા.

દિવાળી પર સંજય દત્તે કરી આવી હરકત
એમને જોઈને લાગી રહ્યું હતું કે એમણે બહુ દારૂ પી રાખ્યો છે, તેઓ પોતાના મહેમાનોને રિસીવ કરવા માટે બહાર આવ્યા હતા, ઘરની સામે ઉભેલ સંજય દત્ત ફોટોગ્રાફર્સની વારંવાર તસવીરો પાડવાની હરકતથી ઈરિટેટ થતા જણાયા, વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલાં તેઓ ફોટા માટે ના પાડે છે, જે બાદ ફોટોગ્રાફર પોતાના કેમેરાની ફ્લેશ બંધ કરી દે છે.

સંજય દત્તની ગંદી ગાળો
જે બાદ સંજય દત્ત ત્યાં હાજર એક શખ્સને કેમેરા વાળાઓને ત્યાંથી જતા રહેવા માટે કહે છે પરંતુ જ્યારે ફોટોગ્રાફર્સ એમની વાત નથી માનતા તો સંજય દત્ત ભઢકી ઉઠે છે અને ફોટોગ્રાફર્સને ગંદી ગાળો ભાંડવા માંડે છે.
અભિનેતા સંજય દત્તનો મોટો ધમાકો
જણાવી દઈએ કે સંજય દત્તે જેલમાંથી આવ્યા બાદ કહ્યું હતું કે તે માત્ર પોતાના કામ પર જ ધ્યાન આપશે. અહેવાલ છે કે સુપરસ્ટાર હવે મરાઠી સિનેમામાં પણ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે પરંતુ તેઓ આ મરાઠી ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા તરીકે નહિ બલકે નિર્માતા તરીકે કામ કશે. તાજેતરમાં જ સંજય દત્તે તેલુગૂ ફિલ્મની રીમેકનું પણ પ્રોડક્શન વર્ક શરૂ કર્યું છે, જેનું નામ પ્રસ્થાનમ છે. આ ફિલ્મમાં સંજય દત્ત પણ જોવા મળશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
