• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક્સ સીન કરવાથી કે કપડાં ઉતારવાથી ફિલ્મ હિટ ન થાયઃ સલમાન ખાન

|
Google Oneindia Gujarati News

હાલ સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ લવયાત્રીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ દ્વારા સલમાન ખાન પોતાના જીજાજી એટલે કે અર્પિતાના પતિ આયુષ શર્માને એક નવી મોડલ વરીના હુસૈન સાથે લૉન્ચ કરી રહ્યો છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાન ખાને ફિલ્મના બૉલ્ડ સીન પર વાત કરતા કહ્યું કે કપડાં ઉતારીને કે પછી સેક્સ સીન આપીને ફિલ્મ હિટ ન કરી શકીએ.

આવા સીનની જરૂરત નથી હોતી

આવા સીનની જરૂરત નથી હોતી

વધુમાં સલમાન ખાને કહ્યું કે હું એમ નથી કહી રહ્યો કે હું એમ નથી કહી રહ્યો કે આવા સીન બધી ફિલ્મોને મદદ ન કરી શકે, પણ તેની જરૂરત નથી હોતી અને તે વધુ સમય સુધી ટકી પણ ન શકે. સલમાને કહ્યું કે મને યાદ છે મારી પહેલી ફિલ્મમાં સૂરજે મને ભાગ્યશ્રીને બામ લગાવવાનું કહ્યું હતું. એ સીન મેં આંખ બંધ કરીને કર્યો હતો.

સલમાન ખાને એક ઘટના વર્ણવી

સલમાન ખાને એક ઘટના વર્ણવી

વધુ એક ઘટના યાદ કરતા સલમાન જણાવે છે કે અમે બધા લોકો વીસીઆર પર બેસીને ફિલ્મો જોતા હતા. અંગ્રેજી ફિલ્મ હતી અને આખો પરિવાર સાથે બેસ્યો હતો, અને કોઈ સેક્સ સીન આવતો તો બધા શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જતા. સલમાન આગળ જણાવે છે કે આવી ફિલ્મોમાં કિસિંગ સીન દરમિયાન આખો પરિવાર આમ-તેમ જોઈને કંઈપણ વાતો કરવા લાગતા હતા પણ એ બધા જ જાણતા હતા કે તેઓ એટલું અજીબ વર્તન કેમ કરી રહ્યા છે.

આ માટે નથી કરતા ઓન સ્ક્રીન કિસ

આ માટે નથી કરતા ઓન સ્ક્રીન કિસ

એમને પૂછવામાં આવ્યું કે બધા ઓન સ્ક્રીન કિસ કરે છે તો તમે કેમ નહિ? શું તમને શરમ આવે છે? આ સવાલ પર સલમાન ખાને જવાબ આપતા કહ્યું કે શરમાવા જેવી કોઈ વાત નથી, બસ મને તેની જરૂરત નથી હોતી, જ્યારે કિસ કર્યા વિના જ આટલી સુંદર રીતે રોમાન્સ બતાવી શકીએ તો કિસની શું જરૂરત. જણાવી દઈએ કે બૉલીવુડમાં માત્ર સલમાન ખાન જ છે જેમણે અત્યાર સુધી કિસ ન કરવાનો રેકોર્ડ યથાવત રાખ્યો હોય. અહિં જુઓ બાકી એક્ટર્સની પહેલી ઓન સ્ક્રીન કિસ...

અજય દેવગણ

અજય દેવગણ

અજય દેવગણે આટાં વર્ષ સુધી ઓન સ્ક્રીન કિસ ન કરી પણ આખરે શિવાયમાં એમણે પણ પોતાની એક્ટ્રેસ સાથી કિસિંગ સીન આપવો જ પડ્યો.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાન પણ કેટલાય વર્ષો સુધી નો કિસિંગને ફોલો કરતા રહ્યા પરંતુ ફિલ્મ જબ તક હૈ જાનમાં તેમણે કેટરીના કેફ સાથે પહેલી વખત કિસિંગ સીન આપ્યો હતો. જો કે આ ફિલ્મ બાદ શાહરુખ ખાન બીજી વાર ક્યારેય આવો સીન આપતા જોવા નથી મળ્યા.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

શાહરુખ ખાને પોતાના કરિયરમાં પહેલી વાર કિસિંગ સીન વર્ષો બાદ આપ્યા પરંતુ અક્ષય કુમારે પોતાના કરિયરની શરૂઆતમાં જ ફિલ્મ સૌગંધમાં કિસિંગ સીન આપ્યો હતો.

આમિર ખાન

આમિર ખાન

આમિર ખાન ત્રણેય ખાનમાંના એક એવા સ્ટાર છે જેમને ક્યારેય કિસિંગ સીનથી વાંધો નથી આવ્યો. એમણે કયામત સે કયામની પહેલા હોલી ફિલ્મ કરી હતી જે કોમર્શિયલ ન હતી, આ ફિલ્મમાં એમણે એક્ટ્રેસ કિટુ ગિડવાની સાથે કિસિંગ સીન આપ્યો હતો.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન જ્યારે એંગ્રી યંગ મેન હતા તબ એમણે ક્યારેય કોઈપણ અભિનેત્રીને કિસ નહોતી કરી. પરંતુ ફિલ્મ બ્લેકમાં પહેલીવાર એમણે રાણી મુખરજીની સાથે કિસિંગ સીન આપ્યો. જો કે આ સીનનો કોઈપણ રોમેન્ટિંગ એન્ગલ ન હતો.

રિતિક રોશન

રિતિક રોશન

રિતિક રોશને પોતાની પહેલી ફિલ્મ કહોના પ્યાર હૈમાં અમીષા પટેલ સાથે કિસિંગ સીન આપ્યો હતો પરંતુ ધૂમ 2માં ઐશ્વર્યા સાથેની કિસિંગ સીનને લઈને ઋત્વિક ભારે ચર્ચામાં રહ્યો હતો.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂરે પોતાની પહેલી ફિલ્મ તો નહિ પણ પોતાની બીજી ફિલ્મ બચના એ હસીનોમાં બિપાશા બસુ અને દીપિકા પાદુકોણ સાથે કિસિંગ સીન આપ્યા હતા. જે બાદ રણબીરે કેટલીય ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા હતા. તમાશામાં પણ રણબીરનો દીપિકા સાથેનો કિસિંગ સીન હતો.

રણવીર સિંહ

રણવીર સિંહ

રણવીર સિંહ પણ એવા એક્ટર્સમાંના એક છે જેમણે પોતાની પહેલી ફિલ્મમાં કિસિંગ સીન આપ્યો હોય. ફિલ્મ બેંડ બાજા બારાતમાં રણવીર સિંહ અને અનુષ્કા શર્માનો કિસિંગ સીન હતો.

શાહિદ કપૂર

શાહિદ કપૂર

શાહિદ કપૂર પણ ફિલ્મ જબ વી મેટ પહેલા કિસિંગ સીન આપવામાં અસહજતા અનુભવી રહ્યા હતા. પરંતુ ફિલ્મ જબ વી મેટમાં તેમણે પહેલીવાર કરીના કપૂર સાથે કિસિંગ સીન આપ્યો હતો.

ઈઝરાયેલી મોડેલે ખોલી અનુપ જલોટાની પોલ, ડિનરમાં બોલાવી બળજબરીથી કરી કિસ ઈઝરાયેલી મોડેલે ખોલી અનુપ જલોટાની પોલ, ડિનરમાં બોલાવી બળજબરીથી કરી કિસ

English summary
Salman Khan is on a promotional spree for Ayush Sharma's launch vehicle Loveyatri. In one such interview, he opened up on sex scenes and skin show in cinema.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X