આંખો મટકાવીને ફેમશ થયેલી પ્રિયા પ્રકાશ વારિયરે ખાનગીમાં લગ્ન કરી લીધા છે? જાણો કેમ શરૂ થઈ અટકળો?
2019માં આંખો મટકાવીને રાતોરાત સ્ટાર બનેલી પ્રિયા પ્રકાશ વારિયર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ફરીથી ચર્ચામાં છે. હવે તેને ખાનગીમાં લગ્ન કરી લીધા હોવાની અટકળો શરૂ થઈ છે.
પ્રિયા પ્રકાશ વારિયર તેની આંખ મારવાની અનોખી અદાને કારણે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ પછી તે સતત લાઈમલાઈટમાં રહે છે. હવે ર પ્રિયા પ્રકાશે પોતાની લેટેસ્ટ તસવીરોથી ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે.

હાલમાં જ પ્રિયા પ્રકાશે તેની સિંદૂર સાથેની કેટલીક તસવીરો શેર કરી છે અને તે અત્યાર સુધીની તેની તસવીરોથી બિલકુલ અલગ લાગી રહી છે. આ તસવીરો આવતા જ અટકળો શરૂ થઈ છે.
પ્રિયા પ્રકાશને ફેન્સ વિંક ગર્લના નામથી પણ ઓળખે છે અને તેણી તેની સ્ટાઇલથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આ વખતે તેની તસવીરોએ લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. હવે તે પરિણીત મહિલા તરીકે જોવા મળી છે.
તેણીએ શેર કરેલા ફોટોમાં તે પરંપરાગત સાડીમાં જોવા મળી રહી છે. અહીં તેને કપાળમાં સિદુર પુરેલુ જોવા મળ્યુ છે. પરંપરાગત કસવુ સાડી પહેરીને પ્રિયા પાણી વચ્ચે પોઝ આપી રહી છે.
આ ફોટોમાં પ્રિયાએ ઈયરિંગ્સ, નેકલેસ અને કમર પટ્ટાથી પોતાને શણગારી છે. તેણીના કપાળ પર લાલ સિંદૂર અને બિંદી જોવા મળી રહી છે. પ્રિયાનો આ લુક જેટલો સિમ્પલ છે એટલો જ શાનદાર છે.
સોનેરી બોર્ડરવાળી સફેદ સાડી, લાલ લિપસ્ટિક અને વાળમાં સિંદૂર સાથે પ્રિયાનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો તેની સુંદર અને આકર્ષક આંખોના વખાણ કરી રહ્યા છે. આ ફોટો બાદ તેના લગ્નની અટકળો આગની જેમ ફેલાઈ છે.












Click it and Unblock the Notifications
