સુઝાનના કારણે હૃતિકને ઘરમાંથી હાંકી કાઢતાં રાકેશ!!!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 6 જાન્યુઆરી : હૃતિક રોશનની પર્સનલ લાઇફમાં હાલના દિવસોમાં ઘણુ બધુ બની ગયું. પહેલા ફિલ્મ બૅંગ બૅંગના શૂટિંગ દરમિયાન હૃતિકને ઈજા થવી, પછી હૃતિકની બ્રેન સર્જરી અને હવે સુઝાન સાથે છુટાછેડા. આ તમામ બનાવોના પગલે હૃતિકનું અંગત જીવન સાવ વિખેરાઈ ગયું છે. આવી મુશ્કેલ ઘડીમાં હૃતિકને સૌથી વધુ જરૂર પોતાના માતા-પિતાની છે.

hrithik-rakesh
આ તમામ પરિસ્થિતિઓમાં હૃતિક રોશન હજી પોતાની જાતને સાચવે, તે પહેલા વધુ એક ચોંકાવનાર સમાચાર આવે છે અને તે એ છે કે હૃતિકને તેમના પપ્પા રાકેશ રોશને ઘરમાંથી જુદા કરી દીધાં છે. સાંભળવા મળે છે કે હૃતિકના લવિંગ પપ્પા રાકેશ રોશન પોતાના વહુ સુઝાન જતા રહેતા અને હૃતિક સાથે થયેલ છુટાછેડાના પગલે બહુ નારાજ છે. તેઓ આ તમામ વાતો માટે હૃતિક રોશનને જવાબદાર ગણે છે અને તેથી તેમણે હૃતિકને ઘરથી અલગ કરવાનો નિર્ણય કર્યો છે.

કહે છે કે હૃતિક રોશન પણ વગર દલીલ કર્યે રાકેશની વાત માની ગયાં છે અને તેઓ બહુ જલ્દી બીજા કોઈક ઍપાર્ટમેંટમાં શિફ્ઠ થવાના છે. નોંધનીય છે કે પોતાના એકના એક પુત્ર હૃતિક રોશનને રીયલ લાઇફમાં પણ સુપર હીરો ગણતા રાકેશ રોશન પોતાની દીકરી સમાન વહુ સુઝાનને પણ બહુ ચાહતા હતાં, પરંતુ સુઝાન જતા રહેતાં બંને પૌત્રો પણ ઘર છોડી જતા રહ્યાં છે. તેથી રાકેશ રોશન બહુ ભાંગી પડ્યાં છે અને એટલે જ હૃતિકે પોતાનો તમામ ગુસ્સો હૃતિક રોશન ઉપર કાઢ્યો છે અને તેમને ઘરેથી નિકળી જવા કહ્યું છે.

English summary
According to the rumour mills, Hrithik Roshan was supposedly leaving his father Rakesh Roshan’s house and shifting to a new apartment.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.