For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: ગલી બૉય જોવા પહોંચેલા આલિયા ભટ્ટ-રણબીર કપૂર વચ્ચે થઈ લડાઈ

ગલી બૉય ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રણબીર અને આલિયા વચ્ચે કોઈ બાબતે લડાઈ થઈ હોવાનું જાણવા મળ્યુ છે.

|
Google Oneindia Gujarati News

આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બૉય રિલીઝ થઈ ચૂકી છે. રિલીઝના એક દિવસ પહેલા બોલિવુડ સ્ટાર્સ માટે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી જ્યાં આલિયા ભટ્ટના કથિત બૉયફ્રેન્ડ રણબીર કપૂર પણ પહોંચ્યા હતા. સ્ક્રીનિંગ ખતમ થયા બાદ રણબીર-આલિયા સાથે પાછા ફરી રહ્યા હતા. બંનેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં રણબીર કોઈ વાત પર આલિયાથી નારાજ જોવા મળી રહ્યા છે.

alia - ranbir

વાસ્તવમાં બંને સ્ટાર્સ સાથે જ કારમાં આવતા દેખાઈ રહ્યા છે પરંતુ રણબીરને આલિયા સાથે ચર્ચા કરતો જોઈ શકાય છે. બની શકે છે કે આ નાની મોટી ચકરાર હોય કારણકે જ્યાં રણબીરના એક્સપ્રેશનથી સ્પષ્ટ છે કે તે ખૂબ ગુસ્સામાં છે. વળી, આલિયા મજાકના મૂડમાં જોવા મળી રહી છે.

રણબીર-આલિયા બ્રહ્માસ્ત્રના સેટ પર સાથે આવ્યા અને બંનેના રોમાન્સના સમાચારો ઝડપથી ફેલાવા લાગ્યા. સમયે સમયે આલિયાએ આ અફવાઓને પાક્કી કરી છે. ત્યાં સુધી કે આલિયા રણબીરના મમ્મી-પપ્પા, નીતુ કપૂર અને ઋષિ કપૂર સાથે પણ જોવા મળી છે. પરંતુ ઘણા સમયથી એ અફવાઓ ચાલી રહી છે કે રણબીર-આલિયા વચ્ચે કઈ બરાબર નથી ચાલી રહ્યુ અને બંનેના સંબંધો નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. અહીં જુઓ વીડિયો ગલી બૉયથી પાછા ફરતા રણબીર અને આલિયા.

English summary
Is Ranbir Kapoor miffed with Alia Bhatt over something in Gully Boy screening, See the video here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X