પ્રેગ્નન્ટ છે ફરહાન અખ્તરની નવી દુલ્હન શિવાની દાંડેકર? ફોટોમાં જોવા મળ્યો બેબી બંપ!
બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે જ્યારથી લગ્ન કર્યા છે ત્યારથી એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું તેની પત્ની શિબાની દાંડેકર પ્રેગ્નન્ટ છે?
બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે જ્યારથી લગ્ન કર્યા છે ત્યારથી એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું તેની પત્ની શિબાની દાંડેકર પ્રેગ્નન્ટ છે? લગ્નના ફોટોમાં શિબાનીનો બેબી બમ્પ પણ દેખાઈ રહ્યો હતો અને હવે તાજેતરના ફોટોશૂટમાં પણ તેનું પેટ ફુલાયેલુ જોવા મળ્યુ હતું, જે પછી ફરી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અભિનેત્રી જલ્દી જ માતા બનવા જઈ રહી છે.


ફરહાન અને શિબાનીનું ફોટોશૂટ
અભિનેત્રી અને મોડલ શિબાની દાંડેકરે તાજેતરમાં જ તેના બોયફ્રેન્ડ ફરહાન અખ્તર સાથે લગ્ન કર્યા છે. બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સ અને એક્ટર-પ્રોડ્યુસર ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નની આ તસવીરો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. લગ્ન પછી આ કપલ લગ્નની ન જોયેલી તસવીરો શેર કરીને ચાહકો સાથે તેમના જીવનના સૌથી મોટા દિવસની યાદો શેર કરી રહ્યાં છે. તાજેતરમાં અભિનેત્રી અને મોડલ શિબાની દાંડેકરે સોશિયલ મીડિયા પર પ્રી-વેડિંગ બેશની કેટલીક ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસે ગોલ્ડન સિક્વિન વર્ક સાથે ખૂબ જ સુંદર શોર્ટ સ્કર્ટ ડ્રેસ પહેર્યો છે. તેમજ ફિલ્મ સ્ટાર ફરહાન અખ્તર સફેદ સૂટમાં ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો છે.

બેબી બમ્પ સ્પષ્ટ દેખાયો
આ લેટેસ્ટ ફોટોઝમાં ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર પરફેક્ટ કપલની જેમ પોઝ આપતા જોવા મળી રહ્યા છે. જો કે, આ તસવીરોમાં અભિનેત્રીનો પોઝ એવો છે કે ચાહકો તેની પ્રેગ્નન્સી વિશે અટકળો લગાવવા લાગ્યા છે. કેટલાક ઈન્ટરનેટ યુઝર્સે ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરની આ તસવીરો પર કોમેન્ટ કરી અને પૂછ્યું, 'શું તમે પ્રેગ્નેન્ટ છો?' તમે અહીં ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરની આ તસવીરો જોઈ શકો છો.
લાંબો સમય ડેટિંગ પછી લગ્ન કર્યા
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેમના લગ્નની ચાહકો પણ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જોકે, આ કપલે હંમેશા લગ્નના સમાચારોને નકારી કાઢ્યા હતા. થોડા સમય પહેલા ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ આ સ્ટાર કપલે ખૂબ જ નજીકના મિત્રો અને પરિવાર વચ્ચે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે ખ્રિસ્તી રિવાજો અને કોર્ટ મેરેજ દ્વારા એકબીજાને પતિ-પત્ની તરીકે સ્વીકાર્યા છે.












Click it and Unblock the Notifications
