What! ન્યુ કમર પર ફિદા સિદ્ધાર્થ, વિદ્યાના લગ્ન ભંગાણના આરે?
મુંબઈ, 6 મે : હૃતિક રોશન અને સુઝાનના જુદા પડવાના તથા છુટાછેડા લેવાના સમાચારો હજી તાજા જ છે, ત્યાં લગભગ ડોઢ વર્ષ જૂના વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રૉય કપૂરના લગ્ન અંગે એક ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સાંપડી રહ્યાં છે. જાણવા મળે છે કે વિદ્યા-સિદ્ધાર્થ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. કહેવામાં આવે છે કે યૂટીવી હૅડ મોશનના સીઈઓ સિદ્ધાર્થ રૉય કપૂર આજકાલ પોતાની ઑફિસની એક ન્યુ કમર ગર્લને પ્રમોટ કરવામાં વ્યસ્ત છે કે જેથી વિદ્યા બાલન પરેશાન છે.
વિદ્યા બાલન થોડાક સમય અગાઉ પોતાની ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સના પ્રમોશન માટે દેશની બહાર ગયા હતાં. તે જ દરમિયાન સિદ્ધાર્થ અને તેમની ન્યુ કમર ગર્લ વચ્ચે મૈત્રી થઈ અને તે મૈત્રી વધુ સઘન બની ગઈ કે જેથી વિદ્યા-સિદ્ધાર્થ વચ્ચે ઝગડાં શરૂ થઈ ગયાં છે. તેથી જ વિદ્યાએ ફિલ્મોમાંથી થોડાક સમય માટે બ્રેક લીધું છે અને પોતાની આવનાર ફિલ્મ બૉબી જાસૂસનું પ્રમોશનલ કાર્યક્રમ પણ ટાલી દીધું છે.
વિદ્યા બાલને ડિસેમ્બર-2012માં યૂટીવી મોશન હૅડના સીઈઓ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કર્યા હતાં.

ડિસેમ્બર-2012માં લગ્ન
વિદ્યા બાલને ડિસેમ્બર-2012માં યૂટીવી મોશન હૅડના સીઈઓ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કર્યા હતાં.

હવે ભંગાણના સમાચાર
ડોઢ વર્ષ જૂના આ લગ્નમાં હવે ભંગાણ પડવાના અણસાર વરતાય છે. કહે છે કે સિદ્ધાર્થ પોતાની ઑફિસની એક ન્યુ કમર ગર્લ પાછળ ઘેલા બન્યાં છે અને તેથી વિદ્યા બહુ પરેશાન છે.

આઇફા જવાનું ટાળ્યું
કદાચ આ જ કારણે વિદ્યા બાલન આઇફા ઍવૉર્ડ્સ જેવા લાંબાલચક કાર્યક્રમમાં પણ જોડાયા નહીં કે જેથી તેઓ પોતાનો સમય ઘર અને પતિને આપી શકે અને વિદ્યાની વ્યસ્તતાનો ફાયદો સિદ્ધાર્થ ન ઉપાડી જાય.

તાણમાં વિદ્યા
સાંભળવામાં તો એ પણ આવ્યું છે કે વિદ્યા બાલન પતિના આ લફરાથી તાણમાં છે અને તેથી જ હૉસ્પિટલના ચક્કરો પણ કાપી રહ્યાં છે.

ત્રીજા પત્ની છે વિદ્યા
જોકે આપની જાણ માટે જણાવી દઇએ કે વિદ્યા બાલન સિદ્ધાર્થ રૉય કપૂરના ત્રીજા પત્ની છે. સિદ્ધાર્થે પોતાની બાળપણની મિત્ર સાથે પ્રથમ લગ્ન કર્યા હતાં. પછી તેમણે એક ટીવી પ્રોડ્યુસર સાથે લગ્ન કર્યાં, પરંતુ બંને લગ્ન નિભાવી ન શક્યાં અને વિદ્યા બાલનને ત્રીજા પત્ની તરીકે પરણી લાવ્યાં.












Click it and Unblock the Notifications
