હાર્દિક પંડ્યા સાથે જોડાયેલા સવાલ પર ભડકી ઈશા ગુપ્તાઃ કોણે કહ્યુ તે મારો દોસ્ત છે?

હાર્દિકના નિવેદન વિશે કંઈ કહેવાની જગ્યાએ ઈશાએ કહ્યુ કે સૌથી પહેલા તો મહિલાઓએ પોતાને પુરુષ સાથે સરખાવવાનું બંધ કરી દેવુ જોઈએ.

હાલમાં જ ક્રિકેટર હાર્દિક પંડ્યા એક વિવાદિત નિવેદનના કારણે ખરાબ રીતે ઘેરાયેલ છે. કૉફી વિથ કરણમાં તેમના નિવેદનને મહિલા વિરોધી બતાવીને તેમને માત્ર ટ્વિટર પર જ ટ્રોલ ન કરાયા પરંતુ બીસીસીઆઈ દ્વારા તેમની મેચ પર તપાસ થવા સુધી પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યો છે. એવામાં લોકોનું ધ્યાન તેમની સાથે જોડાયેલા લોકો પર પણ જઈ રહ્યુ છે. આમાંથી એક બોલિવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા પણ છે. માનવામાં આવે છે કે ઈશા એક સમયે હાર્દિક સાથે રિલેશનમાં હતી.

હાર્દિક સાથે જોડાયેલા સવાલ પર ભડકી ઈશા ગુપ્તા

હાર્દિક સાથે જોડાયેલા સવાલ પર ભડકી ઈશા ગુપ્તા

મુંબઈમાં કોઈ કાર્યક્રમમાં પહોંચેલી ઈશાને જ્યારે પૂછવામાં આવ્યુ કે મહિલાઓ પર તમારા દોસ્ત હાર્દિક પંડ્યાની અભદ્ર ટિપ્પણી પર તમે કંઈ કહેવા ઈચ્છશો? આના પર ઈશા ખરાબ રીતે ભડકી ગઈ અને બોલી તમને કોણે કહ્યુ છે કે તે મારો દોસ્ત છે?

ઈશાએ મહિલાઓને ગણાવી પુરુષોથી શ્રેષ્ઠ

ઈશાએ મહિલાઓને ગણાવી પુરુષોથી શ્રેષ્ઠ

હાર્દિકના નિવેદન વિશે કંઈ કહેવાની જગ્યાએ ઈશાએ કહ્યુ કે સૌથી પહેલા તો મહિલાઓએ પોતાને પુરુષ સાથે સરખાવવાનું બંધ કરી દેવુ જોઈએ કારણકે તે તેમના કરતા દરેક રીતે સારા છે. હું કોઈને ખરાબ ફીલ કરાવવા નથી ઈચ્છતી પરંતુ તમે પુરુષો બાળકો કેમ પેદા નથી કરી લેતા? અમે મહિલાઓ પીરિયડ્સની પીડા સહન કરીએ છીએ, ઓફિસ જઈએ છીએ, ઘર સંભાળીએ છીએ. જ્યારે આ બધુ કરી શકશો તો તમે પુરુષો પણ સુપીરિયર થઈ જશો.

શું હતુ હાર્દિકનું વિવાદિત નિવેદન?

શું હતુ હાર્દિકનું વિવાદિત નિવેદન?

કૉફી વિથ કરણ પર પહોંચેલા હાર્દિક પંડ્યાએ ઘણુ ખુલીને પોતાના રિલેશન્સ પર વાત કરી અને મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરી. તેમણે એ પણ કહી દીધુ કે જ્યારે તેમણે પહેલી વાર પોતાની વર્જિનિટી લુઝ કરી હતી તો ઘરે આવીને પોતાના મા-બાપને જણાવ્યુ હતુ કે - હું આજે કરીને આવ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X