Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રેમ સોનીને ઇશ્ક ઇન પેરિસ સફળ થવાનો વિશ્વાસ

મુંબઈ, 18 મે : બૉલીવુડ ફિલ્મ દિગ્દર્શક પ્રેમ સોનીની ઇશ્ક ઇન પેરિસ ફિલ્મની રિલીઝિંગમાં ભલે વિલમ્બ થયુ હોય, પણ તેમને વિશ્વાસ છે કે ફિલ્મ પૈસા રિકવર કરી આપશે.

shkq-in-paris-promotion-prem-soni

તેમણે ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન જણાવ્યું - આ કોઈ મોટા બજેટની ફિલ્મ નથી. તેથી હું માનું છું કે અમને બહુ મોટો આર્થિક નુકસાન નહીં થાય. આ કોઈ ઓવર-બજેટ ફિલ્મ નથી અને હકારાત્મક પાસાઓ જોતાં મને વિશ્વાસ છે કે ફિલ્મ ચોક્કસ તેમાં વપરાયેલ નાણાં પાછા લાવશે.

નોંધનીય છે કે પ્રીતિ ઝિંટાની કમબૅક તરીકે ચર્ચાતી ઇશ્ક ઇન પેરિસ ફિલ્મ ગત વર્ષે નવેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ પ્રેમ સોનીને કૅંસરની બીમારીની જાણ થતાં રિલીઝ મે-2013 સુધી સ્થગિત કરાઈ હતી.

પ્રેમ સોનીએ જણાવ્યું કે તેઓ પ્રીતિ ઝિંટા પ્રત્યે આભાર વ્યક્ત કરે છે કે તેમણે તેમની સારવાર સુધી ફિલ્મની રિલીઝિંગ પાછી ઠેલવાનો જોખમ ઉપાડ્યો. તેમણે જણાવ્યું - હું પ્રીતિ ઝિંટાને સલામ કરૂ છું કે જેમણે કહ્યું હતું કે તેઓ મારા સાજા થવાની રાહ જોશે. તે બહુ સ્પષ્ટ હતાં અને તેઓ મારી તકલીફ સમજતા હતાં. પ્રીતિએ જણાવ્યુ હતું કે આપણે સાથે શરુઆત કરી હતી અને સાથે જ અંત પણ લાવીશું. હું સાચે જ તેમને જોતો રહી ગયો.

ઇશ્ક ઇન પેરિસ ફિલ્મ આગામી 24મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં રેહાન મલિક બૉલીવુડ કૅરિયર શરૂ કરી રહ્યાં છે, તો ઇસાબેલે અડજાણી પણ છે. ફિલ્મ સલમાન ખાન એક આયટમ નંબરમાં દેખાવાનાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X