‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’નો મહા એપિસોડ આજે રજુ થશે

આપ બરાબર વિચારો છે, કારણ કે હકીકતમાં આ બંને ફરીથી જુદાં થઈ શકે છે અને આ જુદાઈ જોવા મળશે 15મી સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે, જ્યારે આ સીરિયલનો મહા એપિસોડ રજુ થવાનો છે.
આ મહા એપિસોડ દરમિયાન દર્શકોને ઘણાં બધાં રોમેંટિક દૃશ્યો તો જોવા મળશે, પણ સાથે-સાથે આ દરમિયાન અરનવના દાદી અને ખુશી-પાયલના મમ્મી ગરિમાનો પણ આમનો-સામનો થશે. તેના પછી તો જે ધડાકો થશે, તેનું અનુમાન કરી શકાય છે. શક્ય છે કે ફરી એક વાર અરનવ-ખુશીનાં લગ્ન અટકી જાય, કારણ કે ખુશી-પાયલની મમ્મી ગરિમા જ અરનવના પિતાની પ્રેમિકા છે.
આ વાત જાણ્યાં બાદ અરનવ ગુસ્સાથી લાલચોળ થઈ જશે અને તેના પછી જે થશે તે આપ સમજી શકો છો. ફરી એક વાર ખુશી-અરનવ મળતાં-મળતાં રહી જશે.
તો પ્રેમ અને દર્દ દર્શાવતા આ શૉને જોનારાઓ માટે એટલો જ સંદેશો છે કે કહાનીનું રસપ્રદ પાસું મિસ ના કરતાં.












Click it and Unblock the Notifications
