For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sad News : મહાન તામિળ ફિલ્મમેકર બાલચંદરનું નિધન

|
Google Oneindia Gujarati News

ચેન્નઈ, 23 ડિસેમ્બર : તામિળ સિનેમામાં ફિલ્મ નિર્માણની નવી લહેર ઉપજાવનાર લોકપ્રિય અને જાણીતા તામિળ ફિલ્મ નિર્માતા કે બાલચંદરનું ગઈકાલે નિધન થઈ ગયું. તેઓ 84 વર્ષના હતાં. કમલ હસન, રજનીકાંત અને શ્રીદેવી જેવા કલાકારોની પ્રતિભા નિખારવામાં બાલચંદરે મહત્વની ભૂમિકા ભજવી હતી.

કે બાલચંદર છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતાં અને હૉસ્પિટલમાં દાખલ હતાં. બાલચંદરના મૅનેજરે જણાવ્યું કે તેમને ગત સમવારે કાવેરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર વિજેતા કે બાલચંદરે અરંગેતરમ, અવલ ઓરૂ થોડારકધાઈ, અપૂર્વ રાગનગલ (રજનીકાંત અને કમલ હસન અભિનીત), અવારગલ, એક દૂજે કે લિયે તથા આઈના જેવી ફિલ્મો બનાવી હતી.

મળતી માહિતી મુજબ કે બાલચંદરનું નિધન હૃદય રોગનો હુમલો થતા થયું. કેબીના નામે જાણીતા કૈલાસમ બાલચંદરે તામિળ ફિલ્મોમાં મહત્વના વિષયો ઉઠાવ્યા તથા ફિલ્મોમાં મહિલાઓ તથા દલિતોના હિતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

બાલચંદરે સરિતા, સુજાતા, મોહન, પ્રકાશ રાજ, કૉમેડિયન વિવેક તેમજ ચરિત્ર અભિનેતા નઝર જેવા નવા ચહેરાઓ સાથે પ્રયોગો કર્યાં. તેઓ પોતાના અભિનેતાઓ પાસે શ્રેષ્ઠ કામગીરી લેતા હતાં. તેમનું નિધન થતા તામિળ જ નહીં, પણ આખી સાઉથ ઇંડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર વ્યાપી ગઈ.

જુઓ તસવીરો :

નિધન

નિધન

તામિળ સિનેમામાં ફિલ્મ નિર્માણની નવી લહેર ઉપજાવનાર લોકપ્રિય અને જાણીતા તામિળ ફિલ્મ નિર્માતા કે બાલચંદરનું ગઈકાલે નિધન થઈ ગયું. તેઓ 84 વર્ષના હતાં.

કમલ-રજની સાથે

કમલ-રજની સાથે

કે બાલચંદરે કમલ હસન, રજનીકાંત અને શ્રીદેવી જેવા કલાકારોની પ્રતિભા નિખારવામાં બાલચંદરે મહત્વની ભૂમિકા ભજવી હતી.

બીમાર હતાં

બીમાર હતાં

કે બાલચંદર છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતાં અને હૉસ્પિટલમાં દાખલ હતાં. બાલચંદરના મૅનેજરે જણાવ્યું કે તેમને ગત સમવારે કાવેરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

રજનીની શ્રદ્ધાંજલિ

રજનીની શ્રદ્ધાંજલિ

કે બાલચંદરનું નિધન થતાં શોકગ્રસ્ત રજનીકાંત પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પવા પહોંચ્યા હતાં.

તામિળ સિનેમામાં શોક

તામિળ સિનેમામાં શોક

કે બાલચંદરનું નિધન થતાં તામિળ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.

English summary
Legendary director K Balachander passes away. A great loss to Tamil film industry. Read..
Read in English:
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X