For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં બૅન થઈ શકે છે જબ તક હૈ જાન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 ઑક્ટોબર : જબ તક હૈ જાન ફિલ્મ ઉપર રિલીઝિંગ અગાઉ જ મુશ્કેલીઓનો પહાડ તુટી પડ્યો છે. ફિલ્મ આવતા માસની 13મી તારીખે મોટા પડદે પહોંચવાની છે, પરંતુ તે પહેલાં જ ફિલ્મના દિગ્દર્શક યશ ચોપરા ફાની દુનિયાને અલવિદા કરી ગયાં, તો હવે બીજા નરસાં સમાચાર આવી રહ્યાં છે કે ફિલ્મની રીલિઝિંગ ઉપર પાકિસ્તાનમાં પણ બૅન લાગી શકે છે.

Shahrukh Khan

કહેવાય છે કે પાકિસ્તાન આ ફિલ્મને બૅન કરી શકે છે કારણ કે ફિલ્મમાં સૈનિક બનેલા શાહરુખ ખાન કાશ્મીરને પાકિસ્તાન પાસેથી છોડાવવા માટે યુદ્ધે ચડે છે. તેથી પાકિસ્તાનમાં આ ફિલ્મના પ્રોમો ઉપર પણ પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. જો એવું થાય તો ફિલ્મના બિઝનેસ ઉપર અસર પડી શકે છે.

આપને જણાવી દઇએ કે યશ ચોપરાની છેલ્લી દિગ્દર્શિત ફિલ્મ જબ તક હૈ જાનમાં શાહરુખ પહેલી વાર કૅટરીના કૈફ સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મમાં અનુષ્કા શર્મા પણ છે. ફિલ્મમાં સંગીત એ. આર. રહેમાનનું છે જ્યારે ગીતો ગુલઝાર દ્વારા લખાયાં છે.

English summary
Jab Tak Hai Jaan directed by Yash Chopra might be banned in Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X