• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેટરીના કૈફ અને જેકલીન ફર્નાન્ડીઝ, કોણ કરશે પીટી ઉષાની બાયોપિક

|
Google Oneindia Gujarati News

કેટલાક સમય પહેલા એવી ચર્ચા હતી કે રેવતી એસ શર્માએ કેટરીના કૈફને પીટી ઉષાની બાયોપિક માટે એપ્રોચ કર્યો છે, જેને કેટરીના કૈફ સ્વીકારી શકે છે. પરંતુ હવે લેટેસ્ટ અહેવાલ એવા છે કે ફિલ્મ માટે જેકલીન ફર્નાન્ડીઝને પણ એપ્રોચ કરાયો છે. જેકલીન અને કેટરીના કૈફમાંથી કોના હાથમાં આ ફિલ્મ આવશે, તે જોવું રસપ્રદ બનશે.

જો કે પીટી ઉષાની બાયોપિક માટે બંનેએ ખૂબ જ મહેનત કરવી પડશે. પીટી ઉષા એક દોડવીર છે, જેમણે એશિયન ગેમ્સમાં ભારતને દર વર્ષે સંખ્યાબંધ મેડલ્સ જીતાડ્યા છે. પીટી ઉષાને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે. હવે કેટરીના કૈફ અને જેકલીન ફર્નાન્ડિઝના જિમ પ્રેમ વિશે તો બધાને ખબર જ છે. એટલે એવું નથી લાગતું કે આ ફિલ્મ શારીરીક રીતે કેટરીના કૈફ માટે મુશ્કેલ બને. હા, માનસિક રીતે કેટરીના કૈફ અને જેકલીન ફર્નાન્ડીઝે આ ફિલ્મ માટે ખાસ તૈયારી કરવી પડશે.

આ પણ વાંચો: ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં બતાવાશે મણિકર્ણિકા, કંગનાએ કહ્યુ, મૂવી માફિયાને એક તમાચો

જો કે હાલમાં બોલીવડમાં જાણે સ્પોર્ટ્સ બાયોપિકનું ઘોડાપૂર આવ્યું છે. હર્ષવર્ધન કપૂર અભિવન બિન્દ્રાની બાયોપિક પર કામ કરી રહ્યા છે, પરિણીતિ ચોપરા સાઈના નેહવાલ પર અને જેકલીન ફર્નાન્ડીઝ ડેબોરાહ હેલાર્ડની બાયોપિક પર કામ કરી રહ્યા છે. આ ઉપરાંત પીવી સિંધુ, અરુણિમા ગુપ્તાની બાયોપિકના પણ અહેવાલ આવી ચૂક્યા છે.

બોલીવુડમાં આવનારી મહિલા બાયોપિક...

આલિયા ભટ્ટ - અરુણિમા સિંહા

આલિયા ભટ્ટ - અરુણિમા સિંહા

અરુણિમા સિંહનાની સ્ટોરી તો નેશનલ લેવલના વોલીબોલ પ્લેયરની છે. એક ટ્રેન એક્સિડેન્ટમાં તેમનો પગ કપાઈ ગયો. તેમને ટ્રેનના કેટલાક ડાકુઓએ બહાર ફેંકી દીધા હતા. ત્યાર બાદ કૂબ મહેન તરીકેને તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું. નકલી પગલ સાથે આવું કરનારી તે વિશ્વની પહેલી મહિલા છે.

લક્ષ્મી અગ્રવાલ

લક્ષ્મી અગ્રવાલ

મેગના ગુલઝાર માટે ખુદ દીપિકા પાદુકોણ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહી છે. આ ફિલ્મ દેશમાં ફેલાયેલી એસિડ એટેક સમસ્યા સામે દેશની સૌથી મોટી રોલ મોડેલ લક્ષ્મી અગ્રવાલની સ્ટોરી દ્વારા જણાવવામાં આવશે. ફિલ્મ બાયોપિક નથી, પરંતુ એક પાત્રના જીવન પર આધારિત હોવાની ચર્ચા છે.

શૂટિંગ પૂર્ણ

શૂટિંગ પૂર્ણ

મેઘના ગુલઝારની આ એસિડ એટેક ફિલ્મનું નામ છપાક છે, જેમાં દીપિકા પાદુકોણેની સાથે વિક્રાંત મૈસી છે. પહેલા ચર્ચા હતી કે આ ફિલ્મમાં દીપિકા સામે રાજકુમાર રાવને એપ્રોચ કરાયો છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે.

ગુંજન સક્સેના બાયોપિક

ગુંજન સક્સેના બાયોપિક

ફિલ્મનું નામ છે કારગીલ ગર્લ અને મુખ્ય ભૂમિકામાં દેખાશે જાહ્નવી કપૂર. જાહ્નવી કપૂરે લખનઉમાં ફિલ્મનું શૂટિંગ પણ સ્ટાર્ટ કરી દીધું છે.

ફાઈટર મહિલા પાઈલટ

ફાઈટર મહિલા પાઈલટ

ગુંજન સક્સેના ભારતની પહેલી ફાઈટર જેટ ચલાવનારી મહિલા પાઈલટ છે. તેમે 1999માં કારગીલમાં જીવની બાજી લગાવીને પોતાના સાથીઓનો જીવ બચાવ્યો હતો. ગુંજનને આ બહાદુરી માટે સૂર્યવીર પુસ્કારથી સન્માનિત પણ કરાયા હતા.

શકીલા

શકીલા

ઋછા ચઢ્ઢા સાઉથની સેક્સ સાઈરલ તરીકે ઓળકાનારી શકીલાની બાયોપિકમાં કામ કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, જેમાં ઋચા ચઢ્ઢા સાથે પંકજ ત્રિપાઠી દેખાશે. શકીલા સાઉથ ઈન્ડિયાની એડલ્ટ સ્ટાર છે. તેમણે 80ના દાયકામાં પોતાનું કરિયર શરૂ કર્યું હતું.

એડલ્ટ સ્ટાર

એડલ્ટ સ્ટાર

ફિલ્મના પોસ્ટરે લોકોને ચોંકાવી દીધા છે અને લૂકે જ ખાસી સ્ટોરી કહી દીધી છે. આ ફિલ્મના પોસ્ટર પર લખ્યું ચે શકીલા જે એક પોર્ન સ્ટાર નથી. એમાં કોઈ શંકા નથી કે ફિલ્મની સ્ટોરી જાણવા તમે ઉત્સુક થઈ ચૂક્યા હશો.

ડેબોરાહ હેરાલ્ડ

ડેબોરાહ હેરાલ્ડ

જેકલીન ફર્નાન્ડિઝને ડેબોરાહ હેલાર્ડની બાયોપિક માટે એપ્રોચ કરાયો છે. ડેબોરાહ વિશ્વની સૌથી ફાસ્ટ સાઈકલિસ્ટ છે, અને તેના સંઘર્ષની સ્ટોરી રસપ્રદ છે.

સુનામી સામે લડી

સુનામી સામે લડી

ડેબોરાહ, કાર નિકોબારની વતની છે અને 2004માં આવેલા સુનામીનો ભોગ બની ચૂકી છે. સુનામી દરમિયાન ડેબોરાહે એક સપ્તાહ એક ઝાડ પર વીતાવ્યું હતું. બાદમાં પરિસ્થિતિ બદલાઈ અને તેમણે નક્કી કર્યું કે તે સાઈકલિસ્ટ બનશે. ડેબોરાહના પિતા એરફોર્સ ઓફિસર છે.

સાયના નેહવાલ બાયોપિક

સાયના નેહવાલ બાયોપિક

જાણીતી બેડમિન્ટન ખેલાડીની બાયોપિકનું કામ ચાલી રહ્યું છે. ફિલ્મમાં પહેલા શ્રદ્ધા કપૂર લીડ રોલમાં હતી હવે પરિણીતિ ચોપરાએ શ્રદ્ધાને રિપ્લેસ કરી છે.

ગંગુભાઈ કોઠેવાલી

ગંગુભાઈ કોઠેવાલી

મનાઈ રહ્યું છે કે સંજય લીલા ભણસાલી એક રસપ્રદ સ્ટોરી પર કામ કરી રહ્યા છે. ફિલ્મનું નામ છે હીરા મંડી જે એક મહિલા ગંગુબાઈ કોઠેવાલની સ્ટોરી છે. ગંગુબાઈ મુંબઈના કમાઠીપુરામાં કોઠો ચલાવીને એ યુવતીઓને મદદ કરતી હતી જેમને પૈસાની જરૂર હોય. ગંગુબાઈ આ યુવતીઓના હક માટે લડતી પણ હતી.

પુસ્તક પર આધારિત

પુસ્તક પર આધારિત

ગંગુબાઈના સંબંધ તે સમયના તમામ મોટા ગણાતા લોકો સાથે હતા. આ પાત્ર વિસે ધ માફિયા ક્વીન ઓફ મુંબઈ નામના પુસ્તકમાં માહિતી છે.

English summary
jacqueline fernandez approached for pt usha biopic instead of katrina kaif
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X